117 – હાલમાં સવર્ણ હિંદુઓ શું-શું ખોટું કરી રહ્યા છે?

Wjatsapp
Telegram

આજે ૧૧૭ મો દિવસ
૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦
સોમવાર

હાલમાં સવર્ણ હિંદુઓ શું-શું ખોટું કરી રહ્યા છે?

૧) આ દેશ કોઈની જાગીર નથી. બધી જાતિઓ અને ધર્મોના લોકોનો સહિયારો દેશ છે. પણ સવર્ણ હિંદુઓ પોતાની જાગીર સમજી રહ્યા છે અને પછાત જાતિઓ અને અન્ય ધર્મના લોકો સાથે ભેદભાવ, અન્યાય કરી રહ્યા છે.

૨) આ દેશ બંધારણથી ચાલે છે. બંધારણ પ્રમાણે જ સૌએ વર્તવાનું હોય. પણ સવર્ણ હિંદુઓ મનમરજી અર્થઘટન કરીને, મનમુજબ એજન્ડા ચલાવે છે. અને પછાત જાતિઓ, અન્ય ધર્મના લોકોને અન્યાય કરી રહ્યા છે.

૩) સરકારી ભરતી માટે કાયદા મુજબ જ ભરતી કરવાની હોય પણ સવર્ણ હિંદુઓ કાયદાની ઉપરવટ જઈને પોતાનું હિત સાધી રહ્યા છે. પછાત જાતિઓનો હક મારી રહ્યા છે.

GPSC
GPSC

૪) ૧-૮-૨૦૧૮ નો પરિપત્ર ગેરબંધારણીય છે. હાઈ કોર્ટ આ મામલે ઢીલ દાખવી રહી છે. સ્વાભાવિક છે કે હાઈ કોર્ટના મોટા ભાગના જજો સવર્ણ હિંદુઓ છે એટલે પોતાની જાતિઓનું હિત સાચવી રહી છે. અને પછાત સમાજના લોકોને ૭૦ દિવસથી રોડ પર ઉતરવા મજબૂર કર્યા છે.

૫) રાજ્ય સરકારને પણ ખબર છે કે તેમનો પરિપત્ર બંધારણ મુજબનો નથી તેમ છતાં તેનો બચાવ કરી રહ્યા છે. અને જ્યારે પછાત સમાજનું દબાણ વધ્યું, વિપક્ષ અને પોતાની પાર્ટીના પછાત સમાજના નેતાઓ મેદાને પડ્યા ત્યારે સવર્ણ હિંદુ નીતિન પટેલને આગળ કરી, સવર્ણ મહિલાઓ, બમણિયા, ઉમિયાધામ, PAAS વિગેરે પટેલ સમાજને પછાત જાતિઓ સામે ઉતારી દીધી, ગુજરાતમાં વર્ગવિગ્રહ ઉભો કરેલ છે.

૬) કોઈપણ સરકારી ભરતી પ્રક્રિયા આરક્ષણ કોટા લાગુ કર્યા વગર, રોસ્ટર લાગુ કર્યા વગર ના થઇ શકે તેમછતાં સવર્ણ હિંદુ પાટીદારોના નેતા નીતિન પટેલે ગઈકાલે આરક્ષણ કાઢી નાંખ્યું અને ૬૨.૫% થી વધારે ટકા લાવનાર તમામને નોકરી આપવાની જાહેરાત કરી. આ સીધેસીધી બંધારણ વિરોધી જાહેરાત છે.

૭) “આરક્ષણ નાબૂદ કરવું.” એ સંઘનો એજન્ડા છે અને પાટીદારો સમયે સમયે આરક્ષણ સામે પડ્યા છે. ૧૯૮૧-૮૫, ૨૦૧૫ અને આજે ૨૦૨૦ માં પાટીદાર સમજે પોતાની આરક્ષણ વિરોધી માનસિકતા છતી કરી છે. પાટીદારો આટલા રૂપિયેટકે સુખી છે તોય કેમ પછાત જાતિઓ વિરુદ્ધ ષડયંત્રમાં ભાગ લે છે, પછાત જાતિઓના આરક્ષણ છીનવવા મથે છે, એ મને સમજ નથી પડતી!

૮) કોંગ્રેસના પછાત સમાજના નેતાઓ જ LRD આંદોલનકારી પછાત સમાજની છોકરીના સ્પોર્ટમાં આવ્યા છે. સવર્ણ હિંદુ પરેશ ધાનાણી, હાર્દિક પટેલ જેવા કોંગ્રેસના નેતાઓ હજુ ચૂપ છે. કોંગ્રેસના નેતાઓએ પોતાની વ્યક્તિગત કેપેસિટીથી સપોર્ટ આપ્યો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી સપોર્ટ નથી.

૯) ગુજરાતની લગભગ દરેક બાબતે બેબાક રીતે પોતાનો મત રજૂ કરતા, કાયદાકથા નિષ્ણાત, ગોપાલ ઇટલીયા પણ આ મુદ્દે ચૂપ છે.તેમણે સવર્ણ હિંદુઓને અને ખાસ કરીને પાટીદાર યુવાનો અને પોતાના પછાત સમાજના ફોલોવર યુવાનોને LRD અને ૧-૮-૨૦૧૮ ના પરિપત્ર બાબતે સાચી જાણકારી આપવી જોઈએ. પણ નથી તેમની કોઈ પોસ્ટ આવી રહી કે નથી કોઈ ફેસબુક લાઈવ વિડિઓ.

૧૦) LRD ભરતી સિવાય અન્ય ૮ ભરતીમાં આ ૧-૮-૨૦૧૮ નો પરિપત્ર લાગુ થયેલ છે. એ ભરતીઓ પણ રિસેટ કરાવવાની છે અને આગળની ભરતીઓમાં પછાત સમાજને અન્યાય ના થાય તે માટે આ ગેરબંધારણીય પરિપત્ર રદ્દ કરાવવાનો છે.

અને છેલ્લે,
૧૧) જ્યારે ભારતમાં દરેક વર્ગને અનામત મળી ગઈ છે તો આ “બિનઅનામત વર્ગ” કોણ છે? જો ક્રિમિલેયરની વાત થતી હોય તો દરેક આરક્ષણમાં ક્રિમિલેયર રાખેલું છે અને દરેક વર્ગમાં બિનઅનામત વર્ગ છે.
૧-૮-૨૦૧૮ ના પરિપત્રને બચાવવા મેદાને પડેલા સવર્ણ હિંદુઓ જાતિવાદી તો છે જ પણ ગુજરાતનું મીડિયા પણ જાતિવાદ કરી રહ્યું છે. આવા મીડિયાને ઓળખો. લોકોને ખોટી માહિતી આપીને ગુજરાતની ઘોર આ લોકો જ ખોદી રહ્યા છે. આ દેશમાં હવે કોઈ “બિન અનામત વર્ગ” નથી.

હા એક “નીચ વર્ગ” છે. જે પછાત સમાજનું શોષણ ૫૦૦૦ વર્ષથી કરે છે અને તોય ધરાતો નથી.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

– કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં દલિતોના વોટ કેમ નંખાવે છે?

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.