૧૨/૧૪ – ભાજપ અને RSS આ દેશના શોષિતો-પીડિતો માટે સંઘર્ષ કરનારને આ રીતે ખતમ કરે છે

નાગરીક અધિકાર કર્મશીલ પ્રો. આનંદ તેલતુંબડેએ તેમની ધરપકડની પૂર્વ સંધ્યાએ દેશના લોકોને સંબોધીને લખેલો જાહેર પત્ર અંગ્રેજી ન્યુઝ ધ વાયર પર પ્રકાશિત થયો હતો. જેને મે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. આ પત્ર વાંચીને તમને જાણ થશે કે ભાજપ અને RSS આ દેશના શોષિતો-પીડિતો માટે સંઘર્ષ કરનાર સંઘર્ષવીરોને કઈ રીતે ખતમ કરે છે.

હું જાણું છું કે BJP અને RSSની જુગલબંધી અને તેના આદેશોનું પાલન કરનાર મીડિયા દ્વારા હેતુપૂર્વક કરવામાં આવતા ખળભળાટ વચ્ચે આ (પત્ર) ખોવાઈ જશે. છતાં મને લાગે છે કે આ પત્રના માધ્યમથી તમારી સાથે વાત કરી લેવી જોઈએ કારણ કે મને બીજો મોકો મળશે કે કેમ એની મને જાણ નથી.
પોલીસે ઓગષ્ટ, 2008માં આઈ.આઈ.ટી, ગોવાનાં ફેકલ્ટી હાઉસિંગ કોમ્પલેક્ષમાં આવેલા મારા ઘર પર છાપો માર્યો ત્યારથી મારી દુનિયા ખળભળી ગઈ છે. મે મારા દુ:સ્વપ્નમાં પણ એની કલ્પના નોહતી કરી જે મારી સાથી થઈ રહ્યું હતું. અલબત્ત, મને ખબર હતી કે જે લોકોએ મારા વાખ્યાયનો આયોજિત કરતાં હતા ત્યાં ખાસ તો યુનિવર્સિટીમાં જઈને પોલીસ મારા વિશે પુછપરછ કરીને તેમને ડરાવતી હતી. મને એવું લાગતું હતું કે પોલીસ ભૂલથી મને મારો નાનો ભાઈ સમજતી હશે જે વર્ષો પહેલા અમારા પરીવારને છોડીને જતો રહ્યો છે. જ્યારે હું આઈ.આઈ.ટી, ખડકપુરમાં નોકરી હતો ત્યારે મને બી.એસ.એન.એલના એક અધિકારીએ ફોન કર્યો; તેણે મારા શુભેચ્છક તરીકે તેનો પરીચય આપીને જણાવ્યું કે, મારો ફોન ટેપીંગ કરવામાં આવી રહ્યો છે. આ સૂચના આપવા બદલ મે તેનો આભાર પ્રગટ કર્યો પણ મે કંઈ કર્યું નહીં. મે મારું સિમ કાર્ડ પણ બદલ્યું ન હતું.
હું પોલીસના આ પ્રકારના અતિક્રમણથી ચિંતિત રહેતો પણ મને એવું વિચારીને રાહત મળતી કે કદાચ પોલીસને એ વાતની ખાતરી થઈ જશે કે હું ‘સામાન્ય’ વ્યક્તિ છું અને મારા આચરણમાં કંઈ ગેરકાયદે કે અનૈતિક નથી. સામાન્ય રીતે પોલીસ નાગરીક અધિકાર કર્મશીલોને અણગમો કરે છે. કારણ કે તેઓ પોલીસને પ્રશ્નો છે. મને લાગતું હતું કે આનું (પોલીસ દ્વારા છાપો મારવાનું) કારણ એ હશે કે હું એ વર્ગ(નાગરીક અધિકાર કાર્યકર્તા)નો છું. તો પણ હું એવું વિચારીને રાહત અનુભવતો કે એને(પોલીસને) ખાતરી થશે કે હું મારી નોકરીમાં સતત વ્યસ્તતા વચ્ચે રહેતો હોવાથી મારી એ ભૂમિકા અદા કરી શકતો નથી.
એક દિવસ વહેલી સવારે મારી સંસ્થાનાં નિર્દેશકે મને ફોન કરીને જણાવ્યું કે પોલીસે રહેઠાણ પરીસરમાં છાપો માર્યો છે અને મને શોધી રહી છે. થોડી ક્ષણો તો હું અવાક બની ગયો. તેની થોડી કલાકો પહેલા જ મારે અધિકૃત કામથી મુંબઈ પહોંચવું પડ્યું હતું, જ્યાં મારી પત્નિ મારી પહેલા પહોંચી ગઈ હતી.
જ્યારે મને જાણ થઈ કે એ દિવસે જેના ઘરમાં છાપો પડ્યો હતો તેની ધરપકડ કરવામાં આવી છે એ જાણીને હું ધ્રુજી ઉઠ્યો અને મને અનુભૂતિ થઈ કે હું માંડ-માંડ બચી ગયો. પોલીસને મારું ઠેકાણું ખબર હતી એટલે એ સમયે તે મારી ધરપકડ કરી શકે તેમ હતી પણ તેણે મારી ધરપકડ ન કરી. તેનું કારણ તો એને જ ખબર હશે.
અમારા કેમ્પસના સુરક્ષા ગાર્ડ પાસેથી બળજબરીપૂર્વક અમારા ઘરની ચાવી લઈને તેણે અમારું ઘર ખોલ્યું હતું પણ માત્ર વિડીયોગ્રાફી કરીને બંધ કરી દીધું હતું.
અમારી મુશ્કેલી એ જ સમયે શરૂ થઈ ગઈ હતી. વકીલોની સલાહ લઈને મારી પત્નિએ ગોવાની ફ્લાઈટ પકડીને બિચોલીમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી કે અમારી ગેરહાજરીમાં પોલીસે અમારું ઘર ખોલ્યું તેમા કંઈ ષડયંત્ર કરીને પ્લાન કરી દીધું હોય તો તેના માટે અમે જવાબદાર નથી. તેણીએ પૂછપરછ માટે અમારા ફોન નંબર પોલીસને આપ્યાં જેથી તેઓ તપાસ કરી શકે.
પોલીસે ‘માઓવાદી અંગેની વારતા’ શરૂ કરીને તરત પત્રકાર પરીષદ આયોજીત કરવાનું શરૂ કર્યું હતું. એનો હેતુ તેના આજ્ઞાકારી મીડિયાની મદદથી મારા અને બીજા ધરપકડ પામેલા સાથીઓ અંગે લોકોમાં પૂર્વાગ્રહ ઊભો કરવાનો હતો. 31 ઓગષ્ટ 2018ના રોજ આવી જ એક પત્રકાર પરીષદ યોજીને પોલીસ અધિકારીએ મારી પહેલા ધરપકડ પામેલા લોકોના કોમ્પ્યુટરમાંથી જપ્ત કરેલો એક પત્ર વાંચીને સંભળાવ્યો હતો. તે મારા વિરૂદ્ધ એક સબૂત હતું. તેને અમેરીકાની યુનિવર્સીટી ઓફ પેરીસની વેબસાઈટ પર સહેલાઈથી નિર્દેશના આધારે જક્કી રીતે તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં મે ભાગ લીધેલા એક એકેડમીક કોન્ફરન્સનો આધાર છે. શરૂઆતમાં તો મે આને હસીને ટાળ્યું પણ પછી મે આ પોલીસ અધિકારી વિરૂદ્ધ મનભંગનો દાવો કરવાનું વિચાર્યું. જરૂરી પ્રક્રીયા અંતર્ગત મે મહારાષ્ટ્ર સરકારને 5 સપ્ટેમ્બર 2018ના રોજ પત્ર લખીને તેની મંજુરી માંગી.
આજની તારીખે સરકાર તરફથી તેનો કોઈ જવાબ નથી.
અલબત્ત, હાઈકોર્ટે પોલીસને ઠપકો આપ્યા પછી પોલીસને આવી પત્રકાર પરીષદ આયોજિત કરવાનું બંધ કરવું પડ્યુ.
આ સમગ્ર બાબતમાં RSS નો હાથ છૂપાયેલો નોહતો. મારા મરાઠી મિત્રોએ મને કહ્યું કે આના કર્તાહર્તાઓમાંથી એક રમેશ પતંગીએ તેનું મુખપત્ર ‘પાંચજન્ય’માં એપ્રિલ, 2015મા જ એક લેખ લખીને મારા પર નિસાન તાક્યું હતું. મારી ઓળખ અરૂંધતી રોય અને ગેલ ઓમવેટની સમાંતરે એક ‘માયાવી આંબેડકરવાદી’નાં રૂપમાં કરવામાં આવી હતી.
હિન્દુ લોકકથાઓમાં ‘માયાવી’ દૈત્યનો સંદર્ભ આવે છે જેને નષ્ટ કરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટની રાહત હેઠળ હોવા છત્તા પુના પોલીસે મારી ગેરકાનૂની રીતે ધરપકડ કરી હતી ત્યારે હિન્દુત્વના એક સાયબર સાગરીતે મારા વિકીપીડિયા પેઈજ પર છેડછાડ કરી હતી. આ એક જાહેર પેઈજ છે અને મને એની કોઈ જાણકારી ન હતી. તે લોકોએ (સાઈબર સાગરીતોએ) સૌ પ્રથમ તો મારી બધી જ માહિતી ડીલીટ કરી નાખી અને તેમાં “આનો ભાઈ માઓવાદી છે, તેના ઘર પર છાપો પાડવામાં આવ્યો હતો. માઓવાદીઓ સાથે સંબંધ હોવાના આરોપસર તેની ધરપકડ કરવામા આવી હતી.” વગેરે લખી નાખ્યું.
મારા વિદ્યાર્થીઓએ મને જણાવ્યું હતું કે જ્યારે તેઓ પેઈજને પહેલા જેવું બનાવવાનો પ્રયાસ કરે છે ત્યારે આ સાયબર સાગરીત તેના પર આવી ચઢે અને ફરીથી બધું જ ડીલીટ કરી નાખે છે. તેમજ તેમાં અપમાનજનક સામગ્રી નાખી દે છે. અંતે વિકીપીડીયાએ હસ્તક્ષેપ કર્યો ત્યારે આ પેઈજ સ્થિર બન્યુ પણ તેમાં જે નકારાત્મક સામગ્રી નાખવામાં આવી હતી એ તો યથાવત રહી. RSSના કથિત ‘નક્સલ એક્ષપર્ટ’ દ્વારા મીડિયામાં પણ બારૂદ નાખવામાં આવ્યું. દરેક પ્રકારનું જૂઠ ચલાવવામાં આવ્યું. ચેનલની વિરૂદ્ધ મારી ફરીયાદ દાખલ કરવા છત્તા અને ઈન્ડીયા બ્રોડકાસ્ટીંગ ફાઉન્ડેશનને અરજી લખ્યા છત્તા પણ કોઈ અસર થઈ નહીં. એક સામાન્ય જવાબ પણ આવ્યો નહીં.
ઓક્ટોબર 2019માં પેગાસસની વાર્તા પ્રગટ થઈ. તે અંતર્ગત સરકારે મારા ફોનમાં અન્ય ચીજો સહિત અત્યંત ઘાતક ઈઝરાયલી સ્પાયવેર લગાવી દીધો હતો. આ અંગે મીડિયામાં કોલાહોલ થયો પણ આ ગંભીર મુદ્દો પણ અંતે મોતને ઘાટ ઉતર્યો.
હું એક સામાન્ય માણસ છું, જે એક ઈમાનદારીથી મારો રોટલો રળતો રહ્યો છું. હું મારા જ્ઞાનના અજવાળે લેખન કાર્ય કરીને લોકોને શક્ય હોય એટલી મદદ કરું છું. મારો દેશ સેવાનો પાંચ દાયકાનો બેદાગ રેકોર્ડ છે. આ દરમિયાન મે કોર્પોરેટ ક્ષેત્રમાં, એક શિક્ષકના રૂપમાં એક માનવ અધિકાર કાર્યકર્તાના રૂપમાં અને એક બુદ્ધિજીવીના રૂપમાં કામ કર્યું છે. મારા અનેક લેખનમાં ત્રીસ જેટલા પુસ્તકો, અસંખ્ય લેખો, પેમફલેટ, અવતરણો, કોલમ વગેરે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત થયેલ છે. મારા આ લખાણો પૈકી કોઈમાં પણ એક પણ એવું ઉદાહરણ મળે જેમાં હિંસા કે વિધ્વાંસાત્મક આંદોલનનું સમર્થનનો આરોપ લાગાવી શકાય. તો પણ જીવનના અંતિમ દિવસોમાં મારા પર કઠોર UAPA અંતર્ગત ગંભીર ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
એ તો સ્પષ્ટ છે કે મારા જેવો વ્યક્તિ સરકારના તીવ્ર પ્રચાર અને તેને આધીન રહેલા મીડિયાનો સામનો કરી શકે નહીં. આ અંગેનું વર્ણન ઈન્ટરનેટ પર ઉપવબ્ધ છે. તેમજ કોઈપણ વ્યક્તિ માટે આ બાબત સમજવી અઘરી નથી કે સરકારે આ કઈ રીતે તડજોડ કરીને તૈયાર કરેલો બનાવટી ગુનો છે. તેના સંબંધમાં AIFRTEની વેબસાઈટ પર તેનું સંક્ષિપ્ત વર્ણન છે. આપની સરળતા માટે એનો સારાંશ અહીં લખી રહ્યો છુ.
મને પાંચ પત્રોના આધારે ફસાવ્યો છે. આ 13 પત્રો પૈકીના પાંચ પત્રો છે જે મારી સાથે ધરપકડ કરવામાં આવેલા લોકો પૈકી બે વ્યક્તિના કોમ્પ્યુટરમાંથી કબજો કરવામાં આવ્યાં છે. એ પત્રમાં કોઈ ‘આનંદ’નો સંદર્ભ છે જે ભારતમાં સામાન્ય નામ છે. પણ પોલીસે આનો સંબંધ કોઈપણ શંકાને આધારે મારી સાથે જોડ્યો છે. તે પત્રો અને તેની સામગ્રી પર કોઈ ધ્યાન આપવામાં આવ્યુ નહી. તેને તજજ્ઞો જ નહિ સુપ્રિમ કોર્ટના એક ન્યાયમૂર્તિએ પણ રદબાતલ કરી દીધું હતુ. પણ જોકે સંપુર્ણ ન્યાયપાલીકામાં તેઓ કલા હતા જેણે સાક્ષ્યોની ચિંતા કરી. પત્રોની સામગ્રીમાં એવો કોઈ સંદર્ભ નથી જેને દૂરથી પણ એક સામાન્ય અપરાધ માની શકાય. પણ UAPAના કઠોર અધિનિયમ અંતર્ગત વ્યક્તિ પોતાનો બચાવ પણ કરી શકતો નથી તેનો ઉપયોગ કરીને મને જેલમાં નાખવામાં આવ્યો છે.
તમારી સરળ સમજણ માટે હું નીચે વર્ણન કરું છું:
અચાનક પોલીસ તમારા ઘરમાં ધસી આવે છે. તમને વોરન્ટ બતાવ્યા વિના તમને ધમકાવીને તમારા ઘરને વેરવિખેર કરી નાખે. અંતે પોલીસ તમારી ધરપકડ કરે છે અને તમને પોલીસ લોકઅપમાં રાખે છે. તે કોર્ટમાં કહેશે કે, XXX સ્થળે(ભારતના કોઈ શહેર) એક ચોરી(અથવા કોઈ અન્ય ફરીયાદ)ની તપાસ દરમિયાન તેને YYY(કોઈનુ પણ નામ હોઈ શકે)ના ઘર કે કોમ્પ્યુટરમાંથી કેટલાંક પત્રો કે પેનડ્રાઈવ અથવા કમ્પ્યુટર મળ્યા છે જે પ્રતિબંધિત સંગઠનના સભ્ય દ્વારા લખવામાં આવ્યા છે એવુ પ્રતિત થાય છે. અને તેમા ZZZનું નામ છે. પોલીસના મતે એ ZZZ અન્ય કોઈનું નહી તમારું નામ છે. આ રીતે તેઓ તમને એક ગહન ષડયંત્રના ભાગરૂપે તમને રજૂ કરે છે. અચાનક તમને લાગશે કે તમારી દુનિયા વેરવિખેર થઈ ગઈ છે. તમે તમારી નોકરી ગુમાવી દીધી છે. પરીવાર પાસેથી ઘર આંચકી લેવામાં આવ્યું છે. મીડિયા તમને બદનામ કરી રહ્યું હોય છે. અને તમે કશુ જ કરી શકતા નથી. પોલીસ સીલ કરવામાં આવેલ સામગ્રી કોર્ટમાં રજૂ કરશે તેથી જજોને એ ખાતરી આપી શકાય કે આ પ્રથમ દ્રષ્ટીએ જ તમારા વિરૂદ્ધ કેસ છે જે અંગે આપની ધરપકડ કરીને જ પૂછપરછ કરવાની જરૂર છે. ધરપકડ કરીને આપને પૂછપરછ પછી તરત જ જેલમાં નાખી દેવામાં આવશે. તમે જામીન માંગતાં રહો અને કોર્ટ તેને નામંજૂર કરતી રહેશે. આંકડાઓ પરથી જણાય છે કે જામીન મળવામાં અને નિર્દોષ જાહેર થવાનો સરેરાશ સમય ચારથી દસ વર્ષનો છે. અને વિશ્વાસ કરો, આ કોઈપણ વ્યક્તિ પર બની શકે.
‘રાષ્ટ્ર’ના નામે આ પ્રકારના કઠોર કાયદા બંધારણીય રીતે યોગ્ય છે જે નિર્દોષ લોકોને તેની આઝાદી અ બંધારણીય અધિકારોથી વંચિત કરે છે.
કટ્ટર રાષ્ટ્ર અને રાષ્ટ્ર્રવાદને રાજનૈતિક વર્ગે હથિયારોથી સજ્જ કરી દીધો છે જેથી સામાન્ય લોકોને ખતમ કરી શકાય તેનો વિરોધ કરી શકાય અને તેનું ધ્રુવિકરણ કરી શકાય. વ્યાપક ઉન્માદ કરીને તર્ક બુદ્ધિનું મહત્ત્વ ખતમ થઈ ચૂક્યું છે. તેના અર્થ બદલાઈ ગયા છે અને દેશને ખતમ કરનારા લોકો ‘દેશભક્ત’ બની ગયા છે. લોકોની નિસ્વાર્થ સેવા કરનારા ‘દેશદ્રોહી’ બની ગયા છે. હવે, હું જ્યારે જોઈ રહ્યો છું કે મારો દેશ બરબાદ કરવામા આવી રહ્યો છે ત્યારે એક નજીવી આશા રાખીને મારા મુશ્કેલ સમયમાં તમને આ પત્ર લખી રહ્યો છું.
હું એન.આઈ.એ.ની કસ્ટડીમાં છું. હું જાણતો નથી કે ફરી તમારી સાથે ક્યારે વાત કરી શકીશ. છતાં હું આશા રાખું છું કે તમારો વારો આવે એ પહેલા તમે તમારો અવાજ ઉઠાવશો.
-આનંદ તેલતુંબડે
અનુવાદ : મયુર વાઢેર