121 – ગુજરાતના હિંદુઓની અસલી ઔકાદ-હેસિયત બસ આટલી જ છે?

૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦, શુક્રવાર
ગુજરાતના હિંદુઓની અસલી ઔકાદ, હેસિયત બસ આટલી જ છે?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી નીકળી મોટેરા સ્ટેડિયમ જશે અને આ સમગ્ર રૂટ પર હિંદુઓ રહે છે. ફક્ત હિંદુઓ… ના મુસ્લિમ કે ના ખ્રિસ્તી… ફક્ત હિંદુઓ…
અને તમે જુઓ કે આ રૂટ પરના હિંદુઓ તરફ હિંદુ સરકાર કેટલું ધ્યાન આપે છે!!!

- વિદેશી ટ્રમ્પ આવવાનો છે એટલે રસ્તાઓ નવા બનાવાઈ રહ્યા છે.
- વિદેશી ટ્રમ્પ આવવાનો છે એટલે મોટેરામાં વર્ષોથી ઊડતી ધૂળ અને મેટ્રોના અધૂરા કામો પુરા કરી દીધા છે.
- વિદેશી ટ્રમ્પ આવવાનો છે એટલે આંદોલનકારીઓ જોડે વાટાઘાટો થાય છે, તેમની માંગણીઓ માની લેવાય છે, જે છેલ્લા બે મહિનાથી આંદોકનકારીઓ સાથે વાતચીત સુદ્ધા નોહતી કરવામાં આવતી.
- વિદેશી ટ્રમ્પ આવવાનો છે એટલે હિન્દૂ ગરીબોના ઝૂંપડાથી ઊંચી દીવાલો ચણી લેવાય છે
- વિદેશી ટ્રમ્પ આવવાનો છે એટલે રસ્તાઓનું સુશોભિકરણ થાય છે.
- વિદેશી ટ્રમ્પ આવવાનો છે એટલે ભીડ ભેગી કરવા બસો ફળવાય છે.
- વિદેશી ટ્રમ્પ આવવાનો છે એટલે કરોડો રૂપિયાના પોસ્ટરો લગાવાય છે.
- વિદેશી ટ્રમ્પ આવવાનો છે એટલે AMC, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દિવસ-રાત કામ કરે છે.
- વિદેશી ટ્રમ્પ આવવાનો છે એટલે ગમે ત્યાંથી સગવડ કરીને કામો માટે કરોડો રૂપિયાનું બજેટ ફળવાય છે.
- વિદેશી ટ્રમ્પ આવવાનો છે એટલે …..
તમારા કે મારા માટે નહીં, કે નહીં ભારતના હિંદુઓ માટે… બધ્ધુ જ પેલા વિદેશી ટ્રમ્પ માટે….
આ છે હિંદુઓની અસલી ઔકાદ…
આ છે હિંદુઓની અસલી હેસિયત….
મોટેરામાં છેલ્લા બે વર્ષમાં એટલી બધી ધૂળ ઊડતી, રસ્તાઓ એટલા બધા ખરાબ હતા કે ના પૂછો વાત…
પણ મોટેરાના હિંદુઓ માટે આ સરકાર કે કોર્પોરેશને કોઈ પગલાં ના લીધા.. પણ પેલા વિદેશી ટ્રમ્પ આગળ આખું તંત્ર ઉગળું વળી ગયું છે.
અને એ માટે,
- હિંદુઓની દુકાનો સિલ કરી દીધી છે.
- ગરીબ હિંદુઓના ઝુંપડા ઢાંકવા દીવાલ ચણી દીધી છે.
- ગાંધી આશ્રમવાસી હિંદુઓને હાઉસ એરેસ્ટ, આઈ કાર્ડ બતાવવા પડે, જેવી સ્થિતિ પેદા કરી છે.
- હિંદુઓના ટેક્ષના રૂપિયા પેલા વિદેશી ટ્રમ્પના સ્વાગતમાં લગાવી દીધા છે.
- આખા રાજ્યની પોલીસ પેલા વિદેશી ટ્રમ્પની સુરક્ષામાં ખડકી દીધી છે અને ગુજરાતના હિંદુઓ પર રોજ અત્યાચારો, બળાત્કારો થાય તેમાં આ પોલીસ નિષ્ક્રિય રહે છે.
- બળાત્કારની FIR કરાવવા હિંદુઓએ ધરણા કરવા પડે અને વિદેશી ટ્રમ્પ માટે સામે ચાલીને ખડેપગે તૈયાર!
ગુલામી એ હિંદુઓના લોહીમાં છે.
વિદેશીઓ આગળ ઉગડા પડવું એ હિંદુઓની સદીઓ જૂની સંસ્કૃતિ છે, પરંપરા છે.
- મોઘલો અને અંગ્રેજો આગળ ઉગડા પડતા હતા, આજે અમેરિકા આગળ ઊઘાડા પડે છે.
(ગઈ કાલનો મેસેજ વાંચવા વિનંતી, જેમાં વિદેશીઓ આગળ હિંદુઓ કેવાં ઉગડા પડે છે! તે વિસ્તારથી સમજાવ્યું છે.)
અને ગુલામ માનસિકતા જુઓ કે રૂપિયા આપણા, જમીન આપણી, સ્ટેડિયમ આપણું અને રીબીન કાપશે એક વિદેશી ટ્રમ્પ….
અને હિંદુઓ શુ કરશે?
તાળીઓ પાડશે… તાળીઓ…
આ પણ હિંદુ સંસ્કૃતિનો એક ભાગ જ છે.
– કૌશિક શરૂઆત
જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?
નોંધ: સ્વદેશી ના નામે સત્તામાં આવેલા હિંદુઓ વિદેશીઓ આગળ નતમસ્તક થઈ જાય છે અને આવાઓને હિન્દુ હોવાનું ગૌરવ છે!! લો બોલો!!