123 – ભાજપ સરકાર સામેના આંદોલનો નિષ્ફળ કેમ જાય છે?

Wjatsapp
Telegram

૨૩ ફેબ્રુઆરી ૨૦૨૦
રવિવાર

ભાજપ સરકાર સામેના આંદોલનો નિષ્ફળ કેમ જાય છે?


આમ તો ઘણા બધા કારણો છે અને વિસ્તારથી સમજાવું તો એક લંબોલચક નિબંધ લખાય એમ છે. પણ કેટલાંક મહત્વના કારણો તરફ તમારું ધ્યાન દોરું છું.

૧. આંદોલનનું સંકુચિત સ્વરૂપ

 • મોટાભાગના આંદોલનો પ્લાનિંગ સાથે નથી થઈ રહ્યા. સ્વયંભૂ પ્રજાના ગુસ્સાને આંદોલનમાં પરિવર્તિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
 • જે જૂથને અન્યાય થાય છે ફક્ત તે જ જૂથના લોકો આંદોલનમાં ભાગ લે છે.
 • આંદોલનને પ્રજા વચ્ચે, જેમને અન્યાય નથી થયો, તેવાં લોકોને આંદોલનમાં જોડવા કોઈ પ્રયત્નો નથી થતાં.
 • આમ, આંદોલનમાં જોડાયેલ લોકોની સંખ્યા વધતી નથી.

૨. આંદોલનનો વિસ્તાર ના કરવો.

 • કોઈપણ આંદોલન પોતાનો વિસ્તાર વધારવા પ્રયત્ન નથી કરી રહ્યું.
 • મીડિયા, સોશિઅલ મીડિયા, પત્રિકા થી જે કેમ્પઈન થવું જોઈએ તેવું નથી થતું.
 • NRC, CAA ફક્ત મુસલમાનો કરી રહ્યા છે તેમાં આદિવાસી, દલિત, ઓબીસીને પણ મોટી સંખ્યામાં જોડી શકાય તેમ છે. પણ SC, ST, OBC સાંત્વના આપીને પાછા જતા રહે છે, આંદોલનકારી નથી બનતા.
 • એવું જ LRD અને અન્ય આંદોલનમાં છે.

૩. પ્રચાર પ્રસાર મધ્યમોનો ન બરાબર ઉપયોગ

 • સોશિઅલ મીડિયામાં સંગઠિત થઈને રોજ ટ્રેન્ડ નથી થઈ રહ્યો.
 • કોઈ પણ આંદોલન સમિતિ પાસે સોશિઅલ મીડિયા ટિમ નથી.
 • મોટેભાગે આંદોલન સમિતિ પાસે મીડિયા કોરડીનેટર અને પ્રવક્તાની ટિમ નથી.
 • વ્યક્તિગત કેપેસિટીથી આંદોલનનો પ્રચાર-પ્રસાર થાય છે પણ આયોજનબદ્ધ રીતે પ્રચાર પ્રસાર થતો નથી.

૪. નેતૃત્વનો અભાવ

 • આંદોલનમાં એકથી વધારે સંગઠનો, નેતાઓ સક્રિય હોય છે અને તેથી યોગ્ય સમયે, યોગ્ય નિર્ણય નથી લઈ શકાતો.
 • આંદોલનકારીઓ તો નેતૃત્વ શોધે પણ આજે તો આંદોલનના નેતાઓ પણ નેતૃત્વ શોધી રહ્યા છે.
 • નેતૃત્વના અભાવે માંગણીઓ સ્પષ્ટ થતી નથી, કોની સાથે ડીલ કરવી એ સરકારને ખબર પડતી નથી, નેતૃત્વની આંતરિક લડાઈઓ ચાલે છે. એક જ આંદોલનમાં અલગ અલગ જૂથો રચાય છે.

૫. બૌદ્ધિક વર્ગનો અભાવ

 • આંદોલન પ્લાન કરવા, નવા નવા આઈડિયા શોધવા, આઈડિયા ઇમ્પ્લીમેન્ટ કરવા, સરકારને ઘેરવા માટે યોગ્ય વિચારો રજૂ કરી શકે તેવો બૌદ્ધિક વર્ગનો ખુબ મોટો અભાવ છે.
 • બાળકો ભેગા થઈને ઘર-ઘર રમતાં હોય તેવો માહોલ મોટાભાગના આંદોલનનો છે.

૬. દલાલો

 • દલાલો જેવું અસલમાં કાંઈ નથી હોતું. ઉપરના ૫ મુદ્દાઓ જણાવ્યા તે મુજબના આંદોલનો હોય એટલે માણસો ફૂટતા વાર નથી લાગતી. કે સરકારને એમના માણસો આંદોલનમાં સેટ કરતાં વાર નથી લાગતી.
 • નેતૃત્વની નબળાઈને કારણે દલાલો પેદા થાય છે.

૭. છાપેમારી

 • કોઈપણ આંદોલનનું આ એક મજબૂત પાસું છે.
 • સરકારને ઊંઘતી ઝડપી આશ્ચર્યજનક કાર્યક્રમો હાલ તો કોઈ આપતું નથી.
 • આવા કાર્યક્રમથી આંદોલનકારીઓ અને પ્રજાનો જુસ્સો વધતો હોય છે અને સરકાર તમારા મુદ્દાઓ પર રીએક્ટ કરતી થઈ જાય છે.

૮. સ્વાર્થના આંદોલન

 • સરકારી નોકરિયાતોના આંદોલનો સ્વાર્થના આંદોલનો હોય છે.
 • સરકારી નોકરી, પગાર વધારા, વિગેરે સાથે એ આંદોલન સમેટી લે છે.
 • સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કે ઉગ્ર આંદોલન કરતા નથી.
 • સરકાર પણ કાયદો, પોલીસ વિગેરેનો ડર બતાવીને આંદોલનો શાંત પાડી દે છે.

૯. નબળો વિપક્ષ

 • કોંગ્રેસ પાર્ટી ભાજપ સાથે મળીને સરકાર ચલાવતી હોય તેવી છાપ ઉભી થઇ છે.
 • કોંગ્રેસ પ્રજાની નાડ પારખવામાં સંપૂર્ણ નિષફળ ગઈ છે.
 • ટોરેન્ટની મોંઘી વીજળી, મોંઘા ટોલ ટેક્ષ, પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણનું વેપારિકરણ અને દોઢ વર્ષ જૂનો ૧-૮-૨૦૧૮ નો પરિપત્ર, બધે જ કોંગ્રેસની મુકસંમતીથી ભાજપ સરકાર ચલાવતી હોય તેવું પ્રજાને લાગે છે.
 • નાના નાના રાજકીય પક્ષો પણ આંદોલનમાં મુલાકાતીઓ તરીકે જઈને સંતોષ માને છે, પોતાના માણસો મોકલે છે, અન્ય સહાય કરે છે, પણ જાતે કોઈ મુદ્દા પર આંદોલન કરતાં નથી.
 • આમ, વિપક્ષ ભાજપ સરકાર સામે સીધી ટક્કર લેવાથી બચી રહ્યો છે.

૧૦. આંદોલનની રાજકારણ પર નહિવત અસર

 • ગુજરાતના આંદોલનોની રાજકારણ પર કોઈ અસર થતી નથી.
 • પાટીદાર આંદોલન બાદ પાટીદાર ભાજપમાં વોટ નાંખતા હોય, ઉનાકાંડ બાદ દલિતો ભાજપમાં વોટ નાંખતા હોય, કુંવરજી બાવળિયા – જવાહર ચાવડા ભાજપમાં જઈને પણ ચૂંટણી જીતી જતા હોય તો ભાજપ સરકાર તમારી માંગણી શુ લેવા માને?
  (આ ખૂબ અગત્યની વિચારવા જેવી બાબત છે.)
 • એટલે જ સરકારને વોટબેંક ગુમાવવાનો કોઈ ડર નથી.
 • હવે તમે ૮૦ દિવસ આંદોલન કરો કે ૮૦૦ દિવસ પણ જો તમે ફરીથી ભાજપમાં જ વોટ નાંખવાના હોય, ભાજપ સરકાર ફરીથી બનવાની હોય, તો સરકાર શુ લેવાં તમારા આંદોલન તરફ ધ્યાન આપે?
 • આજે ૧૨૩ મો દિવસ છે અને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. કારણ કે એને ખબર છે ૫ વર્ષ દલિતોના વોટ અલગ અલગ પાર્ટીમાં નંખાવીશ પણ છેલ્લે એક ચૂંટણીમાં ભાજપનો ભરપૂર ગાળો આપતું ભાષણ કરીશ એટલે સમાજ બધું ભૂલી જશે. પછી દલિતોના વોટ અલગ અલગ પાર્ટીમાં ના નંખાવે તો એ બીજું શું કરે?

૧૧. ઝગીરા


હમ સે લડને કી હિંમત તો જુટા લોગે, લેકિન કમીનાપન કહાઁ સે લાઓગે! લોમડી કા દૂધ પિકર પલા હે યે ઝગીરા.

 • ભાઈઓ-બહેનો આ ભાજપ છે, RSS છે, અહીં લડાઈના કોઈ નીતિ-નિયમો નથી.
 • ગમે તે રીતે જીતવું એ જ તેમનો એક નિયમ છે.
 • એનો ઉપાય છે આઇડીઓલોજી સામે આઇડીઓલોજી મુકવી, નેતા સામે નેતા મુકવો, આઇટી સેલ સામે આઇટી સેલ, મીડિયા સામે મીડિયા, બૌદ્ધિક વર્ગ સામે બૌદ્ધિક વર્ગ, વિગેરે… વિગેરે…
  પણ આટલો બધો સમય ક્યાં કોઈએ આપવો છે!!?

– કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

નોંધ : ઉપરની બાબતો મોટાભાગના આંદોલનોને લાગુ પડે છે, અમુક અપવાદ હોઈ શકે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.