126 – બૌદ્ધો અને જૈનોની હત્યાનો પુરાણોમાં ઉલ્લેખ
Special Post
૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦
બુધવાર
બૌદ્ધો અને જૈનોની હત્યાનો પુરાણોમાં ઉલ્લેખ.

- હિંદુઓ વાતચીત કે ચર્ચામાં વિશ્વાસ કરતાં નથી
- અને પોતાની માન્યતાઓ સામેવાળાને મનાવવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે.
- કાં તો હિંદુઓની શરણાગતિ સ્વીકારો અથવા સામેવાળાને ખતમ કરો.
- અહીં શરણાગતિનો મતલબ તેમના કરતાં નીચા સ્તરે જીવવું છે, ગુલામી છે.
મેં ઘણીવાર આગળ પોસ્ટમાં લખ્યું છે કે હિંદુ એ કોઈ ધર્મ નહિ પણ રાજનીતિ છે. મુઠ્ઠીભર સવર્ણ હિંદુઓની અન્ય જાતિ, ધર્મ સમુદાય પર રાજ કરવાની શાસનપદ્ધતિ છે.
- આ સિવાય ડૉ. બાબાસાહેબ આંબેડકર પણ તેમના ગ્રંથોમાં વિસ્તારપૂર્વક અને પુરાવા સાથે લખી ગયા છે કે, હિંદુઓએ બૌદ્ધો, જૈનોની મોટાપાયે કત્લેઆમ કરી હતી.
- આ સિવાય ઈતિહાસકારો પણ આ વાતને અનુમોદન આપે છે.
- અને હવે, હિંદુઓના ધર્મ ગ્રંથોમાં પણ જૈનો, બૌધ્ધિસ્ટોના સામુહિક હત્યાકાંડના પુરાવા મળે છે.
શ્રી વિષ્ણુ પુરાણમાં અધ્યાય ૧૮ : દૈત્યોનો નાશ – શતધનુરાજાની કથા છે.
એમાં શું લખેલું છે એ જોઈએ.
- માયામોહ નામના દિગંબર સાધુએ નર્મદા નદીને કાંઠે તપ કરતા કેટલાંક અસુર લોકોને જોયા.
- માયામોહ દીબંગર સાધુએ તેમને પૂછ્યું, “તમે આ તપ કરો છો તેનું ફળ આ લોકમાં ઈચ્છો છો કે પરલોકમાં?”
અસુરો કહે, ” હે સાધુશ્રેષ્ઠ! પરલોકનું ફળ મેળવવા અમે આ તપ કરીએ છીએ.”
ત્યારે માયામોહે તેમને કહ્યું, “હે દૈત્યો! જો તમે મુક્તિ ઈચ્છતા હો તો હું કહું છું તે ધર્મ આચરો, કારણ કે એ ધર્મ ખુલ્લા મુક્તિદ્વારરૂપ જ છે, આ જ શ્રેષ્ઠ ધર્મ છે.” આમ માયમોહે લલચાવનારી ઘણી વાતો કરીને તે અસુરોને વેદમાર્ગથી ભ્રષ્ટ કર્યા.
શ્રી વિષ્ણુ પુરાણમાં આટલું વાંચતા ખબર પડે છે કે,
૧) અસુરો જેમને કહ્યા એ વેદ માર્ગનું પાલન કરતાં હતાં, પણ વેદ માર્ગનું પાલન કરનારને ક્યાં કારણસર અસુર કહેવામાં આવતું હતું, એ સ્પષ્ટ નથી થતું. નિશ્ચિત આ અસુર જે વેદમાર્ગનું પાલન કરીને, આગળના જન્મ માટે તપ કરતાં હતાં તે બ્રાહ્મણ નોહતા. અન્ય જાતિ સમૂહના હતા.
૨) માયામોહ દિગંબર હતા, આ જૈન સાધુ હોઈ શકવાની શકયતા વધારે છે. બૌદ્ધોમાં ચિવર પહેરવાની પ્રથા છે.
૩) માયામોહ સાધુએ આવતા જન્મના બદલે આ જન્મમાં મુક્તિ અપાવવાની વાત કરી, જે વેદ વિરોધી છે. વેદો આગલા જન્મમાં પુણ્ય કમાવી આપવાની વાત કરે છે.
શ્રી વિષ્ણુ પુરાણમાં આગળ લખ્યું છે કે,
“તે તેમને જાત-જાતની વાતો કરતો અને ભરમાવતો, તે સર્વ અસુરો પણ તે ધર્મનો આશ્રય લઈને જૈન અથવા બૌદ્ધ ધર્મ પાળવા લાગ્યા, ધીમે-ધીમે સર્વ અસુરો વેદમાર્ગથી ભ્રષ્ટ થયા.”
આ ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે,
૧) અસુરો પણ વેદ ધર્મનું પાલન કરતા હતા? અને તોય તેઓ હિંદુ નોહતા ગણાતા, બ્રાહ્મણ નોહતા ગણાતા અથવા તો સવર્ણ હિંદુઓ સમકક્ષ નોહતા ગણાતા, અસુર જ કહેવાતા હતા. જેમ આજે દલિત ગમે તેટલો હિંદુ બની જાય, દલિતનો દલિત જ રહે છે, એ રીતે.
૨) આ અસુરો જૈન અથવા બૌદ્ધ બન્યા.
૩) શ્રી વિષ્ણુ પુરાણ મુજબ જૈન અથવા બૌદ્ધ બનવું એ વેદમાર્ગથી ભ્રષ્ટ થવું કહેવાય.
શ્રી વિષ્ણુ પુરાણ આગળ વાંચો.
“માયામોહ અસુરોને સમજાવતા કે “પશુ હિંસાવાળો દુષ્ટ ધર્મ તમારે ન પાળવો જોઈએ. જો તમે મોક્ષની ઈચ્છા રાખતા હોય તો આ ધર્મ જ તમારે પાળવો જોઈએ. તમે જાણો કે, આ સર્વ બુદ્ધિગમ્ય અને જ્ઞાનમય જ છે. જીવો ભ્રાંતિ-જ્ઞાનમય માર્ગમાં પરોવાયેલા છે અને રાગાદી દોષોથી પાપી બની આ સંસારરૂપ તીવ્ર સંકટમાં ભમ્યા કરે છે.”
- પશુહિંસા વિરુદ્ધ મહાવીર અને બૌદ્ધએ જબરજસ્ત કેમ્પેઈન ચલાવ્યું હતું.
- આ પશુહિંસા બીજું કોઈ નહી પણ વેદોમાં માનતા લોકો જ કરતા હતા.
- અલગ અલગ યજ્ઞોના નામે, પુણ્ય મેળવવાના નામે, આવતા જન્મમાં પુણ્ય કમાવવાના નામે.
- વેદ પશુહિંસા સમર્થક છે અને પશુહિંસા વિરોધમાં જૈન અને બૌદ્ધ બેઉ ધર્મનું શિક્ષણ છે એમાં કોઈ બેમત નથી. શ્રી વિષ્ણુ પુરાણ પણ આ વાતનું અહીં સમર્થન કરે છે.
- જૈન અને બુદ્ધિઝમ બેઉ બુદ્ધિગમ્ય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળા છે એ આપણે જાણીએ છીએ અને શ્રી વિષ્ણુ પુરાણ પણ તેનું સમર્થન કરે છે.
શ્રી વિષ્ણુ પુરાણ આગળ વાંચો.
“આવું જાત-જાતનું અને ભાત-ભાતનું સમજાવીને માયામોહે તે અસુરોને તેમનો પોતાનો વેદધર્મ છોડાવી દીધો. ધીમે-ધીમે તે સઘળા પોતાનો ધર્મ છોડીને બૌધ્ધધર્મ કે જૈન ધર્મ અપનાવતા ગયા, તેથી તેઓ વેશ તથા સ્મૃતિવાળા શ્રેષ્ઠ ધર્મને ગુમાવી બેઠા. તે માયામોહે બીજા ઘણા દૈત્યોનો વિવિધ પ્રકારનાં પાખંડો વડે મોહિત કર્યા કે જેથી તેઓએ વેદમાર્ગને લગતી બધી વાત પણ છોડી દીધી.”
- મતલબ સ્પષ્ટ છે કે બૌદ્ધ અને જૈન ધર્મમાં મોટા પાયે લોકો જોડાયા.
- અને તેના કારણે વેદ ધર્મીઓના પેટમાં તેલ રેડાયું.
- વળી એ પણ સ્પષ્ટ થાય છે કે વેદોને માનનારા લોકો, જૈન અને બૌદ્ધને પોતાના નથી ગણતા. આ બે અલગ અલગ રસ્તાઓ છે, એક નથી.
- તો પછી બુદ્ધને કે મહાવીરને વિષ્ણુનો અવતાર કેવી રીતે કહેવાય?
હવે શ્રી વિષ્ણુ પુરાણનો આ ફકરો વાંચો, હું સમજુ છું કે કોઈપણ હિંદુના મગજના દ્વાર ઉઘડવા માટે આટલું પૂરતું છે. (જો મગજ હોય તો.)
“બીજા ઘણા યજ્ઞોને લગતા કર્મ સમુદાયની તથા બ્રાહ્મણોની નિંદા કરવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે ‘હિંસાથી ધર્મ થાય એ વાત જ યુક્તિયુક્ત હોય એમ માની શકાતું નથી.’
- વેદમાં તો છે કે ‘અહિંસા સાચો ધર્મ છે, તો પછી ધર્મ નિમિત્તે યજ્ઞકુંડીમાં તો હિંસા કરાય જ કેમ?
- વળી અગ્નિમાં બાળેલા હવિષ અથવા સ્વર્ગાદી ફળ આપનારા થાય છે. આમ કહેવું તે પણ અજ્ઞાની બાળકના વચન જેવું જ ખોટું છે.
- અનેક યજ્ઞો વડે દેવપણું મેળવીને ઈન્દ્ર જો સમીધના લાકડાં ખાય છે, તો પછી પાંદડા ખાતાં પશુ પણ એ ઈન્દ્ર કરતાં વધારે ઉત્તમ ગણાય.
- વળી યજ્ઞમાં મારેલા પશુને જો સ્વર્ગ પ્રાપ્તિ થતી મનાય છે, તો યજ્ઞ કરતો યજમાન પોતાના પિતાને જ શા માટે મારી નાંખતો નથી?
- વળી બીજા(કાગડો)એ શ્રાદ્ધમાં ખાધેલું જો તૃપ્તિકારક થતું હોય તો મુસાફરીએ ગયેલા પોતાના કોઈ પણ સબંધીને ઉદ્દેશીને તેનાં સગાઓ તેવું જ શ્રાદ્ધ શા માટે નથી કરતાં?
- એટલે આ બધું ખોટું જ છે. તે માટેના વચનો જે શાસ્ત્રોમાં મળે છે, તે પણ યુક્તિ વગરના હોઈ બ્રાહ્મણોએ શાસ્ત્રમાં ઘુસાડી દીધેલ જણાય છે.
- લોકોને કેવળ આંધળી શ્રદ્ધા જ છે, એમ સમજીને તેવાં વચનોનો અનાદર કરવો એ જ વધુ સારું છે. આ તમને હું સાચું કહું છું. માટે મેં કહેલું તમે પસંદ કરો.
- મહાન દૈત્યો! હિતેષીનાં વચનો કંઈ આકાશમાંથી પડતાં નથી! પણ દરેકનું જે વચન યુક્તિયુક્ત હોય તે જ તમારે તથા તમારા જેવા બીજાઓએ ગ્રહણ કરવું ઘટે છે!
- આવી જાતના ઘણા વચનોથી માયામોહે તે દૈત્યોને એવા તો ધર્મભ્રષ્ટ કર્યા કે, તેમાંના કોઈએ પણ વેદમાર્ગ પસંદ કર્યો નહિ. આમ તે દૈત્યો ભ્રષ્ટ થઈને અવળા પાખંડમાર્ગે જવા લાગ્યા.”
ઉપરની બાબતો શ્રી વિષ્ણુ પુરાણમાં લખી છે. ઉપરની બાબત પરથી સ્પષ્ટ થાય છે કે વેદો આધારિત યજ્ઞોમાં બ્રાહ્મણો ખૂબ જ પ્રાણી હિંસા કરતા અને આગલા જન્મમાં પુણ્ય મળશે, એવી લાલચ બતાવીને લોકો પાસે યજ્ઞો કરાવતા.
- આ અસુર, દૈત્ય જેમને કહ્યા છે એ પણ બ્રાહ્મણોની વાત માનીને આવા યજ્ઞોમાં વિશ્વાસ કરતાં હતા. જેમ આજે દલિતો હિંદુ ધર્મમાં વિશ્વાસ કરે છે અને તોય ઓળખાણ દલિત જ રહે છે તેમ પેલાઓ વેદમાં માનતા હોવા છતાં અસુર જ કહેવાતા.
- બુદ્ધ અને મહાવીરે પ્રાણીહિંસાનો ભયંકર વિરોધ કરેલ અને પરિણામ સ્વરૂપ મોટા પાયે લોકો બૌદ્ધ અને જૈન બની ગયેલા.
- ઉપર જે તર્કો આપ્યા તે એકદમ રેશનલ છે. વેદોમાં લખ્યું એટલે માનવાનું નહિ પણ તર્ક પર ચકાસીને માનવાનું. આ બાબત પર બુદ્ધે ખૂબ ભાર આપ્યો છે અને બુદ્ધે ત્યાં સુધી કહ્યું છે કે ‘હું કહું છું એટલે પણ ના માનશો, તર્ક પર ચકાસો અને યોગ્ય લાગે તો અનુસરજો.”
- આમ, જે જે લોકો તર્ક કરતાં થયા એ એ લોકો પ્રાણીહિંસા, યજ્ઞોવાળો વેદધર્મ છોડી, બૌદ્ધ અને જૈન બનતા ગયા.
હવે શ્રી વિષ્ણુ પુરાણની અંતિમ બે લીટી વાંચો.
“તે સમય દરમ્યાન દેવોએ ખૂબ જ તૈયારી કરી લીધી અને લાગ જોઈને તેઓ દૈત્યોની સાથે યુદ્ધ કરવા ચઢી આવ્યા.
હે મૈત્રેય! ત્યાર બાદ દેવાસુરસંગ્રામ થયો અને તે સંગ્રામના સંમાર્ગમાં શત્રુ બનેલા તે અસુરોને દેવોએ મારી નાંખ્યા.”
- હવે તમે જ જુઓ અને સમજો કે શ્રી વિષ્ણુ પુરાણ તમને શું સમજાવવા માંગે છે?
- જ્યારે જૈન અને બૌધ્ધિસ્ટ સાધુઓ લોકોને તર્ક કરતા બનાવી રહ્યા હતા, શિક્ષણ, કેળવણી આપી રહ્યા હતા, વાસ્તવિક બનાવી રહ્યા હતા, ત્યારે દેવતાઓ યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા.
- છે ને ગજ્જબના હિંદુ દેવતાઓ
- તર્ક કરનાર બનવું અને જૈન, બૌધ્ધિસ્ટ બનવું એને પાખંડ ધર્મ કહ્યો છે વિષ્ણુ પુરાણમાં.
- હિંદુઓએ વાતચીત ના કરી, ના કોઈ તર્ક દલીલ આપ્યા, સીધી યુદ્ધની તૈયારીઓ કરી.
આમ, શ્રી વિષ્ણુ પુરાણ પોતે કબૂલે છે કે,
૧) વેદ આધારિત પશુહિંસાને જે નહિ માને અને અન્ય ધર્મમાં જોડાશે તેઓને અમે ખતમ કરી નાંખ્યા હતા.
૨) તેમની જાતિઓ સિવાયના લોકો પણ જો વેદધર્મ અપનાવશે તો અસુર, દૈત્ય કહેવાશે.
૩) હિંસા, દ્વેષ, નફરત, ઝાહીલિયત આ લોકોના DNAમાં છે અને આ લોકો સત્તા ટકાવવા કોઈપણ હદ સુધી જઈ શકે છે.
સૌને મારી નમ્ર વિનંતી છે,
ખાસ કરીને દલિત, આદિવાસી, ઓબીસી, જૈન, બૌધ્ધિસ્ટ, મુસલમાન અને આંધળા બની ફોલો કરતાં હિંદુઓને કે,
“હિંદુ ધર્મ શાસ્ત્રો વાંચો.”
હિંદુ ધર્મના નામે અધર્મ ખતમ નહિ થાય ત્યાં સુધી આ દેશમાં શાંતિ, એકતા, ભાઈચારો, બંધુતા શક્ય નથી.
શરૂઆત બુક સ્ટોર પર હવેથી હિંદુ ધર્મના પુસ્તકો પણ મળશે.
શ્રી વિષ્ણુ પુરાણ મંગાવવાની લિંક
http://sharuaat.com/bookstore/product-category/religious/hindu/puran/
કૌશિક શરૂઆત