128 – જાતિવાદના લીધે આરક્ષણ છે અને જાતિવાદ હિન્દૂ ધર્મશાસ્ત્રો આધારિત છે

Wjatsapp
Telegram

૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦
શુક્રવાર

આરક્ષણના લીધે જાતિવાદ નથી, પણ સનાતની હિંદુઓના જાતિવાદના લીધે આરક્ષણ છે અને આ જાતિવાદ, એ હિંદુ ધર્મ શાસ્ત્રો આધારિત છે.

Caste system in India

જ્યાં આરક્ષણ નથી તે વિભાગોની આજે શુ હાલત છે?

 • રાજ્યોના મુખ્યમંત્રીઓ, વડાપ્રધાન મોટેભાગે સવર્ણ હિંદુઓ છે અને જુઓ કે એ લોકો સંવિધાનનું અક્ષરશઃ પાલન નથી કરતા.
 • સત્તાનો દુરુપયોગ ફક્ત અને ફક્ત પોતાની જાતિઓના ફાયદા માટે કરે છે.
 • ૧-૮-૨૦૨૦નો પરિપત્ર, ૬૭% પુરુષ અનામત એ સવર્ણ હિંદુ સરકાર અને સવર્ણ હિંદુ સરકારના કર્મચારીઓ દ્વારા લાગુ કરવામાં આવ્યો છે.
 • ન્યાયતંત્રમાં આરક્ષણ લાગુ નથી તો મોટેભાગે જજ સવર્ણ હિંદુઓ બની બેઠા છે અને કેટલાય વિવાદાસ્પદ ચૂકાદાઓ આપે છે. ન્યાયતંત્ર આજે લગભગ નિષ્ક્રિય હાલતમાં છે. #કાશ્મીર, #NRC, #CAA, #રામમંદિર, કાંઈ કેટલાંય પ્રશ્નો સવર્ણ હિંદુ જજોએ નિષ્પક્ષતાથી નથી આપ્યા અને કેટલાંય પ્રશ્નો લટકાવી રાખ્યા છે.
 • “સમાન કામ, સમાન વેતન” આટલી સરળ બાબતમાં બે દાયકાથી ભારતના યુવાનો યોગ્ય ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. ન્યાયતંત્રના સવર્ણ હિંદુઓની નિષ્ક્રિયતાને કારણે બે પેઢી બરબાદ થઈ ગઈ છે.
 • જ્યાં આરક્ષણ નથી ત્યાં સવર્ણ હિંદુ ઉદ્યોગપતિઓને દર વર્ષે લાખો કરોડોની લોન માફી થાય છે, સવર્ણ હિંદુ ઉદ્યોગપતિઓ લોન લઈને ભાગી જાય છે, સવર્ણ હિંદુઓ ડિફોલ્ટરો જાહેર થાય છે અને જોગાનુજોગ બેંકની નિર્ણાયક પોસ્ટ પર, નાણાં મંત્રાલયમાં, #RBI માં, વિગેરે બધી જગ્યાએ સવર્ણ હિંદુઓનો દબદબો છે.

તો જ્યાં આરક્ષણ નથી, ત્યાં સવર્ણ હિંદુઓએ શુ ઉખાડી લીધું?

મીડિયામાં આરક્ષણ નથી અને તમે જુઓ કે આ સવર્ણ હિંદુઓ મીડિયાનો કેટલો દુરુપયોગ આજે કરી રહ્યા છે!

India’s Casteist Media
 • દશેરાના દિવસે, નાગપુરના ૫૦ સવર્ણ હિંદુ સંઘીઓની શાસ્ત્રપૂજા તો બતાવે છે પણ એ જ નાગપુરમાં, એ જ દિવસે લાખો બૌધ્ધિસ્ટ ભેગા થાય છે, એ નથી બતાવતા.
 • ગણેશ વિસર્જન લાઈવ બતાવે છે પણ એ જ દિવસે તાજીયા વિસર્જન લાઈવ નથી બતાવવા.
 • જાતિવાદ સનાતની હિંદુઓના ધર્મ ગ્રંથોમાં ફૂટી કૂટીને લખેલો છે.
 • સનાતની હિંદુઓ, વેદોમાં માનનારા ક્યારેય જાતિવાદ નહિ છોડે.

એટલે જ, વૈદિક હિંદુઓ સિવાયના સમૂહો માટે આરક્ષણ જરૂરી છે. આ કોઈ ભીખ કે ખૈરાત નથી. આ તેમનો હક છે, અધિકાર છે.

આ દેશ સનાતની હિંદુઓના બાપની જાગીર નથી, ભારતમાં વસતા તમામ લોકોનો છે અને એ તમામ સમુહોને તેમનો હક મળે, ભાગીદારી મળે તે સુનિશ્ચિત કરવા, આરક્ષણ જરૂરી છે.

વળી,
દલિત એ હિંદુ નથી,
આદિવાસી એ હિંદુ નથી, ઓબીસી એ હિન્દૂ નથી,
માઈનોરિટી (મુસ્લિમ, બૌધ્ધિસ્ટ, ખ્રિસ્તી, પારસી, વિગેરે) હિંદુ નથી.

તો ફક્ત સનાતની હિંદુઓ આ બધા વતી નિર્ણયો કેવી રીતે લઈ શકે?

અને ધારો કે,
ઓબીસી હિંદુ છે એમ આપણે માનીએ તો ઓબીસીનું ક્યાંય પ્રતિનિધિત્વ કેમ નથી? સવર્ણ હિંદુઓને ઓબીસી કેમ પછાત રાખવાના ભરપૂર પ્રયત્નો કરે છે?

કમ સે કમ ઓબીસીને તો પુરી ભાગીદારી આપો. ૧-૮-૨૦૧૮ જેવાં ફાલતુ પરિપત્ર કરીને ઓબીસીને અન્યાય કેમ કરો છો?

કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

અને એ પણ આવા માનવતા વગરની, સમાનતા વિરોધી સવર્ણ હિંદુઓની પાર્ટીમાં?

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

 1. Kalpit makwana says:

  બાબસહેબ અને કાશીરામ નું સપનું તેમની મુહમેન્ટ તેમણે કહ્યું હતું તેમજ 21 મી સદી અમારી હશે હજી તો કેટલાય ઉધમસિંહ તૈયાર થવાનાં બાકી છે. ખાલી માર પડવાદો.
  ખૂબ સરાહનીય કામ છે સોસિયલ મીડિયાનો આજ એક ફાયદો છે.
  ખૂબ ખૂબ સાધુ વાદ

 2. Hitesh Kathad says:

  કૌશિકભાઈ આપ ખૂબ જ મહત્વનું કામ નીડરતા કરી રહ્યા છો આ દેશની જાતિવાદી વ્યવસ્થા ને ખુલી પાડવા માટે આપના લેખો ને સલામ

Leave a Reply

Your email address will not be published.