૧૩/૧૪ – ભારતની ગરીબી કેમ દૂર થતી નથી?

Wjatsapp
Telegram

૧૩મી પોસ્ટ, ટોટલ ૧૪ પોસ્ટમાંથી

દલિત, આદિવાસી, ઓબીસી, માઈનોરિટીને ગુમરાહ કરતા સામ્યવાદીઓ, સોફ્ટ હિંદુઓ, ગાંધીવાદીઓ.

આ ફોટો જુઓ.
ભારતની ગરીબી કેમ દૂર થતી નથી? એ સમજો.
હિંદુઓનો જાતિવાદ ભારતની ગરીબી માટે કેમ જવાબદાર છે? ભારતની આર્થિક સમસ્યાઓ માટે કેમ જવાબદાર છે? એ સમજો.

દલિત – વસ્તી ૧૫% છે અને શ્રમિકો છે ૨૩.૧%

આદિવાસી – વસ્તી ૭.૫% છે અને શ્રમિકો છે ૧૮.૬%

ઓબીસી – વસ્તી ૫૪% થી ૬૦% છે અને શ્રમિકો છે ૩૯.૯%

અન્ય – વસ્તી છે ૧૨% થી ૧૫% છે અને શ્રમિકો છે ૧૮.૪%
(અન્યમાં અન્ય ધર્મના લોકો પણ છે. એટલે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ, શીખ, બૌદ્ધ વિગેરે એમ વર્ગીકરણ થાય, #બ્રાહ્મણ, #ક્ષત્રિય, #વૈશ્ય એમ વર્ગીકરણ થાય તો ખબર પડે કે ખરેખર કોના કેટલા શ્રમિકો છે.)

સામ્યવાદ વિચારધારા આર્થિક અસમાનતા પર છે. સામ્યવાદીઓ ભારતની આર્થિક સમસ્યાઓ માટે અમીર અને ગરીબના ખ્યાલ લોકોને પીરસે છે. જ્યાં અને ત્યાં આર્થિક અસમાનતાની વાત કરે છે અને મારી મચેડીને ભારતમાં આર્થિક અસમાનતા મુખ્ય છે અને જાતિ સમસ્યા મુખ્ય નથી એવું ઠસાવવા પ્રયત્ન કરે છે. સામ્યવાદ પાસે જાતિવાદ સામે લડવા કોઈ ચોક્કસ વિચાર પણ નથી અને એટલે જ સામ્યવાદી સંગઠનો, સામ્યવાદી પાર્ટીઓમાં ઉચ્ચ સ્થાનો પર મોટેભાગે સવર્ણ હિંદુઓ જ જોવા મળે છે. એટલે ભારતના સામ્યવાદમાં પણ જાતિવાદ ચાલે છે એમ કહી શકાય. બાબાસાહેબ સામ્યવાદના વિરોધી હતા, તેમછતાં દલિતોને ગુમરાહ કરવા “જય ભીમ” સાથે “ક્રાંતિકારી લાલ સલામ” પીરસવામાં આવે છે, અને જાતિની મુખ્ય સમસ્યાથી ધ્યાન ભટકાવવામાં આવે છે.

સોફ્ટ હિંદુઓના બુદ્ધિજીવીઓ પણ,
પોતાના લેખો, આર્ટિકલો, પુસ્તકો અને જાહેર જીવનમાં ભાષણો દ્વારા જાતિને મુખ્ય સમસ્યા તરીકે રજૂ કરતાં નથી. ક્યારેક એને ગરીબી કહે છે, ક્યારેક ભ્રષ્ટાચાર કહે છે, ક્યારેક એને પરિવારવાદ નામ આપે છે પણ જાતિ, જાતિવાદ, હિંદુ અધર્મ, ભારતની મુખ્ય સમસ્યા છે, એ સ્વીકારતા નથી અને તેના પર મુક્તમને ચર્ચા પણ થવા દેતા નથી.

મેં વારંવાર લખ્યું છે કે ભારતમાં આર્થિક સમસ્યા નથી પણ જાતિગત સમસ્યા છે. કારણ કે ગરીબી સમસ્યા હોત તો ભ્રાહ્મણોની ઝુંપડપટ્ટી, વણીયાઓના વાસ અને ક્ષત્રિયોની ચાલીઓ હોત. પણ આખા ભારતમાં સવર્ણ હિંદુઓની આવી ઝુંપડપટ્ટીઓ, વાસો, ચાલીઓ જોવા મળતી નથી. રવીશકુમાર જેવા સારા ગણાતા પત્રકારો પણ બેરોજગારી, ગરીબી, ભૂખમરી, ખેતી, કામદારોના પ્રશ્નો પર મુક્ત ચર્ચા કરે છે પણ…
આ જ બેરોજગારી,
આ જ ગરીબી,
આ જ ભૂખમરી,
આ જ ખેતી,
આ જ શ્રમિકોમાં,
૭૦% થી ૮૦% પીડિત વર્ગ દલિત, આદિવાસી, ઓબીસી જ કેમ છે? તેની ચર્ચા ક્યારેય નથી કરતાં.
અને સીધી કહો કે આડકતરી રીતે કહો,
હિંદુઓની વાહિયાત અને જંગલી સામાજ વ્યવસ્થાને બચાવવા પ્રયત્ન કરે છે.

મોદી સરકાર વિરુદ્ધ જે બુદ્ધિજીવીઓની, ગાંધીવાદીઓની મિટિંગો મળે છે તેમાં પણ જાતિની સમસ્યા પર કોઈ ચર્ચા કરવામાં આવતી હોય, તેવું મેં જાણ્યું નથી. મોદી તો આ હિંદુ સમાજ વ્યવસ્થાનો માત્ર એક પ્રતિનિધિ છે, આ વ્યવસ્થા ચલાવનારો, એક ટેમ્પરરી માણસ છે, આ વ્યવસ્થા સદીઓથી ચાલી આવે છે એનું શું? શુ આજ પહેલાં રાજીવ ગાંધીએ રામમંદિરનું તાળું, કાયદાની ઉપરવટ જઈને નોહતું ખોલાવ્યું? શુ કોંગ્રેસના રાજમાં દલિતો, આદિવાસીઓની હત્યાઓ, બળાત્કારો, નરસંહારો નોહતા થતા? આદિવસીઓ પર તો એટલાં અત્યાચાર કર્યા કે એમણે સામ્યવાદના રવાડે ચડીને હથિયારો ઉપાડવા પડ્યા. હિંદુ સમાજ વ્યવસ્થા સામે લડવાની ગઈકાલે કોઈની દાનત નોહતી અને આજે પણ કોઈની દાનત નથી.

“હિંદુ અધર્મ એ ભારત દેશની બધી જ સમસ્યાનોની માતા છે.” એનાથી ધ્યાન ભટકાવવાના ભરપૂર પ્રયત્નો સામ્યવાદીઓ, હાર્ડ હિંદુઓ, સોફ્ટ હિંદુઓ અને ગાંધીવાદીઓ કરી રહ્યા છે. આખરે તો આ બધા હિંદુઓ જ છે ને!!! સવર્ણ હિંદુઓ!!

મેં આ પણ વારંવાર લખ્યું છે કે,
“સોફ્ટ હિંદુ એ હાર્ડ હિંદુ કરતા વધુ ખતરનાક છે.”
આ સોફ્ટ હિંદુ તમને હાર્ડ હિંદુના અત્યાચાર વખતે સિમ્પથી આપે છે, થોડીક સહાય આપે છે, રાહત આપે છે, પણ હિંદુ સમાજ વ્યવસ્થામાંથી મુક્તિ નથી આપતો. અને એક અથવા બીજી વ્યવસ્થાના આધારે તમને હિંદુ બનાવી રાખે છે અને પછી તમે હિંદુ સમાજ વ્યવસ્થામાં અત્યાચારો ભોગવતા જ રહો છો.

જ્યારે સવર્ણ હિંદુઓ પછાત જાતિઓ માટે મનમાં ઘૃણા, નફરત, ભેદભાવ રાખતા હોય તો તે પછાત જાતિઓ વિકાસ પામે, સમાનતા મેળવે, પૂરતી તકો મેળવે, આર્થિક રીતે મજબૂત થાય અને કોક દિવસ પછાત સમાજનો વ્યક્તિ, સવર્ણ હિંદુનો સાહેબ બને, તેવું સવર્ણ હિંદુઓ ક્યાંથી ઈચ્છે?

આ સવર્ણ હિંદુઓની જંગલી, ભેદભાવવાળી માનસિકતા જ છે કે ૧-૮-૨૦૧૯ નો ગેરબંધારણીય પરિપત્ર કર્યો અને એ નાબૂદ ના કરવો પડે અને તેને ગમે તે ભોગે જાળવી રાખવા માટે તેઓ પોતાની સત્તાનો ભરપૂર દુરુપયોગ કરી રહ્યા છે. કાયદાથી ઉપરવટ જઈને પણ બહુમત પ્રજાને અન્યાય કરી રહ્યા છે કે જેથી સવર્ણ હિંદુઓનો વહીવટી વિભાગોમાં દબદબો ઓછો ના થાય. કોઈ અભણને પણ સમજાય, આંધળાને પણ દેખાય, તેવો સ્ત્રીઓ સાથે ભેદભાવ અને પછાત સમાજ સાથે જાતિવાદ, આ હિંદુઓએ, એક પરિપત્રના માધ્યમથી કર્યો છે.

આખો દેશ કોરોના મહામારીની ચપેટમાં છે અને સવર્ણ હિંદુ મીડિયા હિંદુ મુસલમાન કરી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં હિંદુ અને મુસલમાનના અલગ અલગ વોર્ડ બનાવી દીધા છે.
એટલે જ નહીં,
આ હિંદુઓ જેને હિંદુ ગણે છે, એવાં દલિતો પર અત્યાચારો, આ કોરોના મહામારીમાં પણ બંધ નથી કર્યા અને એટરોસિટીના બનાવો આજે પણ બની રહ્યા છે. આદિવાસીઓની જમીનો છીનવીને સવર્ણ હિંદુ ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવી રહી છે એ આપણે ક્યાં નથી જાણતા? કેવડીયામાં આદિવાસીઓ ઉપર થતા અત્યાચારો, તેમના રોજગાર છીનવવાની વૃત્તિથી કોણ અજાણ છે?

હિંદુ અધર્મ કે જે હિંદુ અધર્મ શાસ્ત્રોમાંથી ઉતરી આવ્યો છે એને જાણતા-અજાણતા પણ સોફ્ટ અને હાર્ડ હિંદુઓ, એનું પાલન કરે છે, અને ભારતની પ્રગતિમાં બાધારૂપ બન્યા છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આ #હિંદુ સમાજ વ્યવસ્થાનો સંપૂર્ણ અસ્વીકાર, આ હિંદુ અધર્મનો સંપૂર્ણ બહિષ્કાર અને આ હિંદુ #અધર્મના ધાર્મિક ગ્રંથોને સંપૂર્ણ નાશ કર્યા વગર, #ભારત દેશમાં એકતા, બંધુતા, ભાઈચારો અને શાંતિ શક્ય નથી.

કૌશિક #શરૂઆત
ફોટો સોર્સ : ગૌરાંગ જાનીની ફેસબુક વોલ પરથી.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.