130 – ભારતનું બંધારણ

Wjatsapp
Telegram

૧ માર્ચ ૨૦૨૦
રવિવાર

ભારતનું બંધારણ

  • હાલના સમયમાં ભારતમાં મોટેભાગે દરેક જગ્યાએ દંગા-ફસાદ જોવા મળી રહ્યા છે, ધાર્મિક કટ્ટરતાના કાળા વાદળો છવાયેલા છે આપણા દેશ પર, હિન્દૂ-મુસ્લિમ ચાલી રહ્યું છે દેશમાં, હત્યાઓ થઈ રહી છે, અભિવ્યક્તિની આઝાદી છીનવાઈ રહી છે, બંધારણમાં કાયદા સમક્ષ સમાનતા નું પ્રાવધાન હોવા છતાં તેનો કોઈ અમલ થતો જોવા મળી રહ્યો નથી અને જાતિ ધર્મ જોઈને ન્યાય-અન્યાય કરવામાં આવે છે.
  • તેવી જ રીતે, દેશમાં ગરીબો-પછાતોને મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે, સરકારી શાળાઓ કોલેજોને બંધ કરવામાં આવી રહી છે કાં તો તેનું પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે.
  • બંધારણમાં શિક્ષણનો હક, કાયદા સમક્ષ સમાનતા, નાગરિકની અભિવ્યક્તિની આઝાદી વગેરે માટે શું શું પ્રાવધાન છે?

ચાલો થોડું જાણી લઈએ,

અનુચ્છેદ-૧૪ : કાયદા સમક્ષ સમાનતા

  • ભારતના રાજ્યક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિને, રાજયથી કાયદા સમક્ષ સમાનતાની અથવા કાયદાના સમાન રક્ષણની ના પાડી શકાશે નહિ.

અનુચ્છેદ-૨૧ : જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ

  • કાયદાથી સ્થાપિત કાર્યરીતિ અનુસાર હોય તે સિવાય કોઈ વ્યક્તિનું જીવન કે શરીર-સ્વાતંત્ર્ય છીનવી લઈ શકાશે નહિ.

અનુચ્છેદ-૨૧(ક) : શિક્ષણનો હક

  • રાજ્ય, ૬ થી ૧૪ વર્ષની વય સુધીના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી રીતે, જોગવાઈ કરશે.

વધુ આગળ જાણવા, સમજવા તથા બંધારણ બચાવવા માટે બંધારણ ખરીદો, વાંચો અને વંચાવો. તમારા હક-અધિકાર જાણો.

ભારતનું બંધારણ (૨૬ જાન્યુઆરી ૨૦૨૦ સુધીના તમામ સુધારા સાથે)

કિંમત: ૨૫૦ રૂ. (૨૫થી વધુ બંધારણ ખરીદવા પર કિંમત ૨૦૦ રૂ. પ્રતિ કોપી પડશે.)

બંધારણ ઓનલાઇન ઓર્ડરથી મેળવવા માટેની લિંક

ઓનલાઈન ઓર્ડરમાં કોઈપણ મુશ્કેલી પડે તો સંપર્ક કરવા વિનંતી.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

શરૂઆત પબ્લિકેશન
8141191311

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

આ મેસેજ તમારા બધા whatsapp ગ્રુપ, બ્રોડકાસ્ટ, ફેસબુક પર સ્પ્રેડ કરવા વિનંતી કે જેથી અન્ય લોકો પણ બંધારણ વસાવી શકે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.