131 – અમદાવાદની કવિતા

Wjatsapp
Telegram

૨ માર્ચ ૨૦૨૦
સોમવાર

“અમદાવાદની કવિતા”

“મનવી રામી” એ એક સરસ કવિતા લખવા પ્રયત્ન કર્યો છે. સૌ કોઈ વાંચે અને પ્રતિભાવ આપે.

ચાંદ ઉપર પણ લોકો જઈને આયા
તને ચાંદખેડામાં ક્યાં શોધું…?

અવઢવમાં હું રહું 
તને ઓઢવમાં ક્યાં શોધું...?

વાડ જ નથી રહી કોઈ
વાડજમાં ક્યાં શોધું...?

સેટેલાઇટ બનીને  
તુ ફરતો રહે નભમાં,
મિથ્યા હું ફરતી તુજને
સેટેલાઇટમાં ક્યાં શોધું...?

બે પલની શાંતિ નથી
બોપલમાં ક્યાં શોધું...?

એટીએમમાં તુ મળતો નથી
સીટીએમમાં ક્યાં શોધું...?

ગોતું તોય મળતો નથી
ગોતામાં ક્યાં શોધું...?

થઈ તેજ પણ પહોંચું નહી
થલતેજમાં ક્યાં શોધું...?

વટવાળો છે તુ માન્યું પણ
કહે વટવામાં ક્યાં શોધું...?

તારા સરખો જ તારો પડછાયો કોઈ
સરખેજમાં ક્યાં શોધું...?

શાહી તારા હર બાગ, 
તને શાહીબાગમાં ક્યાં શોધું...?

ના રોડા કોઈ રોકે પણ
નરોડામાં ક્યાં શોધું...?

પુર "સરસ" હોય કે "દરિયા"
તને" ગોમતી" માં ક્યાં શોધું...?

દરવાજા "લાલ" હોય કે "ત્રણ", 
તને "દિલ્હી"માં ક્યાં શોધું...?

Soul ને પામવાની આ સફર, 
તને સોલામાં ક્યાં શોધું...?

ના કોલ તુ મારા ઉપાડે 
તને નિકોલમાં ક્યાં શોધું...?

હર ઘાટના પાણી પીધા ને
ચાંદ પર પણ જઈ આવ્યો,
કહે તને ઘાટલોડિયા ને
ચાંદલોડિયામાં ક્યાં શોધું...?

કાંકરા રહયા તારી રાહમાં
તને કાંકરિયામાં ક્યાં શોધું...?

ના Roll એમાં કોઈ મારો
તને નારોલમાં ક્યાં શોધું...?

રાય ખડતલ આપ તું 
તને રાયખડમાં ક્યાં શોધું...?

રખે આલેખન હું કરું તને
રખિયાલમાં ક્યાં શોધું...?

પલળીને વરસાદે તુજને 
હું પાલડીમાં ક્યાં શોધું...?

આશા ના રેવા દીધી જરા
તને અસારવામાં ક્યાં શોધું...?

કે બાકીના એરિયામાં પણ
ના મળવાનો તુ ઈશ્વર,
છતાં અમથો આ વાદ કરી
'અમદાવાદ'માં ક્યાં શોધું...?

        અમદાવાદ અને મારા અમદાવાદી મિત્રોને સાદર અર્પણ...
  • મનવી રામી

કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

ફરીથી ચૂંટણી આવે છે,
દલિતોના વોટ ક્યાં શોધું?

આ ઉપરની પંક્તિ મારી છે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *