133 – SCનો ધર્મ કયો?
૪ માર્ચ ૨૦૨૦
બુધવાર
ફેસબુક ફ્રેન્ડ સુરેશ મકવાણાએ પૂછ્યું છે કે,
SC નો ધર્મ કયો?
- SC નું ફુલફોર્મ છે Schedule Caste.
- ગુજરાતી થાય “અનુસૂચિત જાતિ”
મતલબ, - આ એક જાતિઓનું લિસ્ટ છે.
- એ જાતિઓ જેમની સાથે હિંદુ સમાજ આભડછેટ, છુઆછુત પાળે છે.
– આ જાતિઓને હિંદુ ધર્મી તરીકેના કોઈ અધિકારો, હિંદુ ધર્મ શાસ્ત્રોએ આપેલ નથી. - ઉપરનું ફરીથી વાંચો. આ સમગ્ર સમસ્યાનું મૂળ છે. અસ્પૃશ્યતા અહીંથી ઉત્પન્ન થાય છે.
૧) ના જનોઈ ધારણ કરવાનો હક.
૨) ના પૂજાપાઠ કરવાનો હક.
૩) ના હિંદુઓની વસ્તીમાં રહેવાનો હક.
૪) ના હિંદુ તહેવારો મનાવવાનો હક.
૫) ના સારા કપડાં પહેરવાનો હક.
૬) ના સારું નામ રાખવાનો હક.
આ બધુ મનુસ્મૃતિ સિવાય પણ અનેક ગ્રંથોમાં લખેલું છે.
આમ, એક ધર્મના લોકો જે એકસરખા અધિકારો ભોગવે તેવા અધિકારો, અસ્પૃશ્યઓને આપેલા નથી.
કોણે? (આ ખૂબ જ અગત્યનો સવાલ છે.)
કોણે આ અધિકારો નથી આપ્યા?
હિંદુ ધાર્મિક ગ્રંથોએ
એટલે આ ધર્મ જ અસ્પૃશ્યઓને, SC ને, અનુસૂચિત જાતિઓને હિંદુ ગણતો નથી. અને ગુલામો જેવી સ્થિતિમાં કાયમી રાખવાના નિયમો, શ્લોકો ઘડેલા છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે, હિંદુ ધર્મ ગ્રંથો અને ભારતનો ઈતિહાસનો અભ્યાસ કર્યા પછી નોંધ્યું છે કે, હિંદુઓમાં (કે સનાતનીઓ કહો કે વૈદિક સભ્યતા કહો) આભડછેટ, અપવિત્રતા પહેલેથી હતી પણ ના મટે તેવી અસ્પૃશ્યતા, કાયમી, જન્મજાત, જાતિગત અસ્પૃશ્યતા નોહતી.
ભારતમાં બુદ્ધ અને જૈન ધર્મના પતન બાદ, બંને ધર્મોના લોકોના સામુહિક નરસંહાર બાદ, આ કાયમી અસ્પૃસ્યતા અસ્તિત્વમાં આવી. જેને આજે આપણે દલિત, SC, અનુસૂચિત જાતી તરીકે ઓળખીએ છીએ.
“ગ્રંથ નંબર ૧૪ : અસ્પૃષયો કોણ હતા? અને તેઓ અસ્પૃષયો કેવી રીતે બન્યા?”
પાના નંબર, ૧૯૮-૧૯૯ પર
ડૉ. બાબાસાહેબ આંબેડકર આખા ગ્રંથનું તારણ કાઢતા નોંધે છે કે,
“ઈ. સ. ૨૦૦ સુધી અસ્પૃશ્યતાનું અસ્તિત્વ નહોતું. પરંતુ ઈ. સ. ૬૦૦ માં અસ્પૃશ્યતાનો જન્મ થઈ ચૂક્યો હતો.”
“ગૌમાંસાહાર જ અછૂતપણાનાં મૂળમાં રહેલું છે.”
(આ જાણવા જેવું છે કે વેદોમાં ગાયનું મટન ખાવા લખ્યું છે, બ્રાહ્મણ યજ્ઞોમાં ગાયની આહુતિ આપવા લખ્યું છે, બ્રાહ્મણ યજ્ઞોમાં પ્રાણીહિંસા લખી છે, એ લોકો અચાનક ગાયને પૂજનાર અને પ્રાણીહિંસા ત્યજનાર કેવી રીતે બની ગયા?)
“અસ્પૃશ્યતા ઈ. સ. ૪૦૦ ની આસપાસના કોઈક સમયે પેદા થઈ અને આ બૌધ્ધધર્મ અને બ્રાહ્મણ ધર્મના સર્વોપરિતા માટેના સંઘર્ષમાંથી પેદા થઈ. આ સંઘર્ષ ભારતના ઇતિહાસને પૂરેપૂરી રીતે બદલી નાંખ્યો છે.”
આમ, અસ્પૃષયો મૂળ રીતે બૌદ્ધ છે. જેમની બ્રાહ્મણ ધર્મ સાથે સદીઓથી લડાઈ ચાલુ છે.
મારા એક જૂના આર્ટિકલની લિંક આપું છું, આ પણ વાંચજો.
“હિંદુઓનો ખોરાક ગાય, મુસલમાનોનો બકરો.
http://www.sharuaat.com/why-hindu-eat-cow-and-muslim-goat/
જય ભીમ
નમો બુધ્ધાય
– કૌશિક શરૂઆત