134 – લીલા ઘાસમાં લીલો સાપ

Green Snake in Green Grass
Green Snake in Green Grass
Wjatsapp
Telegram

૫ માર્ચ ૨૦૨૦, ગુરુવાર

સામ્યવાદીઓ ઝંડ છે. બધું જાણે છે તેમ છતાં મારી મચડીને, ભારતના લોકોને ગુમરાહ કરે છે.

આનંદ કાબાએ સામ્યવાદ સમજાવવા એક સરસ પોસ્ટ લખી છે. પણ હું સામ્યવાદીઓને સમજાવવામાં, ચર્ચા કરવામાં નથી માનતો. સામ્યવાદીઓ એક નંબરના જુઠ્ઠા અને હિંસક લોકો છે. જાણી જોઈને ભારતના લોકોને સામાજિક સમસ્યાઓથી ગુમરાહ કરે છે.આનંદ કાબાનો આર્ટિકલ વાંચો.

——

Why I m not communist?

એક મિત્ર એ મને સવાલ કર્યો કે તમે સામ્યવાદી છો? મને સવાલ અઘરો લાગ્યો. મેં કહ્યું મને માર્કસ, લેનિન ગમે છે. સામ્યવાદી વિચારધારા ના તત્વો પણ ગમે છે પણ એને લાગુ કરવાના તરીકા પસંદ નથી. શા માટે વિગતે જોઈએ.

સામ્યવાદ ની પ્રાથમિક વ્યાખ્યા કરીએ તો ભૂખ લાગી હોય અને આમલેટ ની વિચારધારાની ખોજ થાય જે ઉમદા હોઈ પણ એમાં પડતા મસાલા નું પ્રમાણ નક્કી ન થતા જે તીખાશ ખરાશનું પરિણામ આવે અને એ આમલેટ ધરાર ખાવા માં આવે પછી ભૂખ મટ્યાનો સંતોષ ની ફરજ પડાય એનું નામ સામ્યવાદ. જેમ રજનીશે કહ્યું , ‘બ્રહ્મચર્ય એટલે સતત તાણ માં રહેવું.” એમ ડો. આંબેડકરે સામ્યવાદ ને સતત બળ હેઠળ રહેતી વિચારધારા એવો કર્યો છે.

Riddles in communism

1) વ્યક્તિ પૂજા સામ્યવાદ નો પાયો વ્યક્તિ પૂજા ગણી શકાય. એમના માટે માર્કસ અને લેનિન તો ખામી રહિત જ ગણાય. સામ્યવાદ કોઈ મૌલિક વિચારસરણી નથી. માર્કસ પહેલા પણ લોકો એ વિશે વિચારતા હતા જેમ કે ફોરિયર (ગણિતજ્ઞ) થોમસ મુર (ઉટોપિયા). એટલે બીજા વિદ્વાનો પર આક્ષેપ કરતા પહેલા માર્કસ ની મૌલિકતા ની ચકાસણી થવી જોઈએ.

નીચે જણાવેલ સામ્યવાદ ના પ્રમુખ ચહેરાઓ ની કાળી બાજુઓ તમને કોઈપણ વિદ્વાન સામ્યવાદી જે પોતાને મહાન માનવતાવાદી બતાવતા હશે એ પણ રજૂ કરતા નજરે નહીં પડે. એ કાળી બાજુઓનો ઇતિહાસ સાક્ષી છે.

સ્ટાલિન – સતા ની લાલચમાં લગભગ દરેક પ્રતિદ્વંદી ને મોત ને ઘાટ ઉતારી દીધા. જેમાં ટ્રોટોસ્કી મુખ્ય છે.સૌથી વધુ લોકો ને સાઈબેરિયા ના બર્ફીલા કારાવાસમાં ઠુસી દીધા.

માઓ – માઓ પર નાની બાળકીઓના બળાત્કાર ના પણ આરોપો થયા છે.

ખુશ્ચવે – એવી વ્યક્તિ જેને પુરા વિશ્વના અસ્તિત્વ ને ‘ક્યુબા મિસાઈલ’ સંકટ દ્વારા ભયમાં મૂકી દીધું.

2) વિચારધારા ની ખામીઓ –

દરેક વસ્તુ લાલ આંખે જ જોવી. સામ્યવાદી વિચારધારા ધરાવતા રાષ્ટ્રો માં અભિવ્યક્તિ ની આઝાદી ખ્યાલી પુલાવ જેવી છે. પછી ભલે એ માનવીય સંવેદનાઓ રજૂ કરતી હોય.એમાં લેખકો, સંગીતકારો, ચિત્રકારો પણ બાકાત નથી.

ઉદા ડો. ઝીવાગો – બોરિસ પસ્ત્રનાક આ ઉમદા નોવેલના લેખક ને સામ્યવાદ ની કાળી બાજુ રજૂ કરવા બદલ ખુબ પરેશાન કરવામાં આવેલા એટલી હદ સુધી કે એમને નોબેલ પ્રાઈઝ લેવા ની પણ મનાઈ ફરમાવવા માં આવેલી.

સામ્યવાદીઓ ક્યારેય પાયા ના લોકો સુધી પહોંચતા જ નથી. ગુજરાત માં જ કેટલા મજૂરો ફેકટરી એકટ કે એમને મળતા લાભો વિશે જાણતા હશે? કેટલા ખેડૂતો જમીન ને લગતા કાયદાઓ અને કાગળો વિશે જાણતા હશે? એમને શિક્ષિત કરવાના બદલે સામ્યવાદીઓ પોતાનું પ્રિય કામ કરતા હોય છે. એછે ‘બીજા ની લીટી નાની કરવાનું કામ’.

3) ડૂબતા સૂરજ ની પૂજા –

સમય સાથે પરિવર્તન એ જ માનવ ઉન્નતિ ની માંગ રહી છે. પણ જેમ ધર્મ શાસ્ત્રો માં લખેલી વાતો અપરિવર્તન શીલ છે એમ ‘કોમ્યુનિસ્ટ મેનિફેસટો’ કે ‘દાસ કેપીટલ’ માં લખેલી વાતો પણ અપરિવર્તનશીલ માની લેવામાં આવી છે.સ્પર્ધાત્મક બજાર માં જ્યારે ઉમદા ગુણવત્તા મળી રહેતી હોય. છતાં એની અવગણના કરી સામ્યવાદ જ એકમાત્ર ઉપાય હોઈ એમ જોવામાં આવે છે. યુરોપ માં મૂડીવાદ છે અને એ શાસન વ્યવસ્થા ઉમદા પણ છે. છતાં એની ઉપેક્ષા માત્ર વિચારધારાને કારણે એ મુર્ખામી છે. એ શા માટે સફળ છે એ સામ્યવાદી વિદ્વાનો ચર્ચા નહિ કરે.

4) ક્રાંતિ ની રીતો –

સામ્યવાદીઓ માટે ક્રાંતિ મતલબ અવ્યવસ્થા. લોહી નું ટીપું પણ રેડયા વગર અછૂત ઉદ્ધાર ની ડો. આંબેડકરે કરેલી ક્રાંતિ તેમને મન કશી ગણના નથી. એમને હથિયારો થી થયેલી હિંસાઓ વધુ માફક આવે છે. મને ન ગમતા કારણો માં આ મુખ્ય છે. તલવારથી કે બંદૂક થી શાંતિ મેળવી શકાતી નથી. કે વિચારધારા લાગુ કરી શકાતી નથી. વિચારધારા ફેલાવી શકાય છે અનુસરણ થી, ઉદાહરણ પૂરું પાડીને.

ઉદા. રશિયન ક્રાંતિ વખતે ઝાર કુટુંબ ને નિર્મમતા થી રહેંસી નાખવા માં આવ્યું હતું. અને એની લાશો સાથે ક્રૂરતા આચરવામાં આવી. પણ બાદ માં રશિયન સરકારે એની ખોજ કરી એને સેન્ટ પિતસબર્ગ માં માનભેર દફનાવવા માં આવ્યું.

5) ધર્મ નો વિરોધ –

સામ્યવાદ માં ધર્મ નો આંધળો વિરોધ કરવામાં આવે છે. પણ ધર્મની ઉજળી બાજુ જોઈએ તો સંશોધકો ને પ્રાચીન માનવોની વસાહતો માં ધાર્મિક સ્થાનો મળ્યા છે. મતલબ સભ્યતા ની શરૂઆત માં ધર્મ નો આગવો ફાળો હોવો જોઈએ. વિજ્ઞાન ની અવગણના તો મુર્ખતા જ છે. પણ વિજ્ઞાન એક વસ્તુ નથી આપી શકતું જે છે આશા (hope) વિજ્ઞાન હંમેશા વાસ્તવિક્તા ને પકડી રાખશે. અને માનવજાત આશા પર આગળ વધે છે. આમ સમાજ અને સભ્યતા ને સાંકળતા વ્યહવારીક ઉમદા તત્વો ની અવગણના ન થવી જોઈએ. આ માટે જ ડો. આંબેડકરે બુદ્ધિઝમ અપનાવ્યો.

6) વિદ્વાન હોવાનું ઘમંડ –

લગભગ દરેક સામ્યવાદી અઘરા નામો વાળી પુસ્તકો અને અઘરા નામ વાળા વિદ્વાનો ની ચર્ચા કરશે. જે વ્યહવારીક જ્ઞાન અને સમજ થી ઘણા દૂર હશે. જો તમારે મજૂરો કે ખેડૂતો ને સમજાવવા હોઈ તો પાયા નું જ્ઞાન જ ઘણું છે. અને જો વિચારધારા ફેલાવવી હોઈ તો મૂડીવાદી અનુસરણ મૂકીને શરૂઆત કરવી પડશે.સામ્યવાદીઓ દ્વારા થતા ડો. આંબેડકરના વિરોધ પાછળ પણ એક લોજિક છે. ભારત ના સામ્યવાદનું રો મટીરીયલ છે sc અને st. અને જેનું કન્ટ્રોલ બોર્ડ છે કહેવાતો કુલીન વર્ગ. જેમ ધર્મ ગુરુઓ જન્નત ના નામે બ્રેઇન વોશ કરી પોતે એશો આરામ ની જિંદગી જીવે અને બીજા ને બલી ના બકરા બનાવે એમ જમીન સંપત્તિ પર અધિકાર ના નામે st લોકોના હાથમાં ક્રાંતિ ના નામે બંદૂક પકડાવી એમને મૂર્ખ બનાવવા માં આવ્યા. પણ ડો. આંબેડકર sc સમુદાયને એક નાનકડી પુસ્તક ‘કાર્લ માર્કસ ઓર બુદ્ધ’ લખી અને આવા લોકોના હાથા બનવા બાબતે સાવચેત કરતા ગયા. આમ દૂર નું જોઈ શકતા ડો. આંબેડકરે સામ્યવાદીઓ નું ષડયંત્ર નાકામ બનાવ્યું.

કવિ દલપતરામે કહ્યું છે, “અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

ખાસ વાંચવા જેવું the great betrayal – અરુણ શૌરી

સંદર્ભ :

Buddha or Karl marks – dr. Ambedkar

સ્તાલીન કા યુગ – અન્ના લુઇ સ્ટ્રોંગ

લેનિન – લાઈફ એન્ડ થોટ્સ

રિબર્થ ઓફ રશિયા???

આનંદ કાબા

Green Snake in Green Grass

જેમ મેં આગળ કહ્યું તેમ,”સામ્યવાદીઓ બધું જાણે છે, તેમછતાં ભારતના લોકોને જાણી જોઈને ગુમરાહ કરે છે.”માન્યવર કાંશીરામે સામ્યવાદીઓને “લીલા ઘાસમાં લીલો સાંપ” કહ્યો છે. તમને હજુય અભરખા હોય તો પાળો આવા સાંપોને અને તૈયાર રહો આદિવાસીઓની જેમ, હિંસક રસ્તે જવા માટે, માઓવાદી કહેવડાવવા માટે.

કૌશિક શરૂઆત

“જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?”

– જીજ્ઞેશ મેવાણી સામ્યવાદી વિચારધારા ધરાવે છે, એ આપણે સૌ જાણીએ છીએ. તો દલિતોના વોટ અલગ અલગ પાર્ટીઓમાં નંખાવવાનું “સામ્યવાદી લોજીક” શુ હોઈ શકે?

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.