138 – કેટલાક મુસલમાનોને એવો વ્હેમ છે કે અલ્લાહ તેમને બચાવશે

૯ માર્ચ ૨૦૨૦, સોમવાર
કેટલાક મુસલમાનોને એવો વ્હેમ છે કે અલ્લાહ તેમને બચાવશે. તમે વિચારો કે ભગવાન બુદ્ધ બૌદ્ધોને બચાવવા નોહતા આવ્યા અને ભગવાન મહાવીર જૈનોને બચાવવા નોહતા આવ્યા તો અલ્લાહ કેવી રીતે બચાવવા આવશે?
આજની પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો,
– તમારે ભારતમાં બુદ્ધિસ્ટોનો સફાયો કેવી રીતે થયો? તે વાંચવું જોઈએ.
– ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ એમ સમગ્ર ઉત્તર ભારતમાં જે સદીઓ જૂની બુદ્ધ અને મહાવીરની મૂર્તિઓ અને બૌદ્ધ વિહારો મળે છે તે દર્શાવે છે કે અસંખ્ય બૌધ્ધિસ્ટો તે સમયે ભારતમાં હતા અને આજે નામશેષ છે.
– ડૉ. બાબાસાહેબ આંબેડકરના બૌદ્ધ બન્યા પછી બૌધ્ધોની સંખ્યામાં વધારો થયો.
– જૈનોની પણ ખૂબ હત્યાઓ થઈ હતી. પણ એમણે શરણાગતિ સ્વીકારી અને તેઓ બચી ગયા.
– બાબાસાહેબ આંબેડકરના ગ્રંથ નંબર ૧૩, ૧૪ વાંચો તો ખબર પડે કે, વૈદિક લોકોએ વિરોધી મત વાળાઓની સામુહિક હત્યાઓ કરાવેલી. સામાજિક બહિષ્કાર કરેલો, આર્થિક બહિષ્કાર કરેલો, શિક્ષણમાં બહિષ્કાર કરેલો.
– આજે “મારા પપ્પાને કહી મુસ્લિમ ડ્રાઈવરને કઢાવી નાંખ્યો.” આ મેસેજ જે ફેરવે છે તેઓ ખોટા છે પણ તેમની વાતો દેશના દરેક ખૂણામાં પહોંચે છે. અને બેવકૂફ લોકો તેને સાચી પણ માને છે.
– આજે મુસલમનોનો બહિષ્કાર ના થાય, પણ તેવો માહોલ તો ઉભો થઇ રહ્યો છે.
– જેમ અસ્પૃશ્યઓને ગામ બહાર રહેવા ફરજ પાડી હતી, અને સમગ્ર ગામથી અલગ કરી દીધા હતા, તે જ રીતે અશાંતધારા લાગુ કરી, મુસ્લિમ સમાજ અન્ય સમાજ જોડે ના ભળે, અન્ય અલગ એરિયા ઉભા થાય તેવો પ્રયત્ન થઈ રહ્યો છે.
– સત્તા, વહીવટી તંત્ર અને પ્રચાર-પ્રસારણ મધ્યમોનો તે વખતે પણ બૌદ્ધો વિરુદ્ધ ખૂબ દુરુપયોગ થયો હતો અને આજે મુસ્લિમો વિરુદ્ધ ખૂબ દુરુપયોગ થઈ રહ્યો છે.
– હિંદુ ધર્મ ગ્રંથોમાં બૌદ્ધ અને જૈનોની સામુહિક હત્યા કરી હતી તે સ્પષ્ટરૂપે લખેલ છે. અને વિરોધીઓને તેમણે રાક્ષસ, અસુર, દાસ, દૈત્ય વિગેરે નામોથી સંબોધ્યા છે.
– અને આજે વિરોધીઓને દેશદ્રોહી, ગદ્દાર, ટુકડે ટુકડે ગેંગ, ખાન માર્કેટ ગેંગ, પાકિસ્તાન ચલે જાઓ, વિગેરે શબ્દો ઉપયોગ થાય છે.
– અને તમે જુઓ કે, પોતાના જ દેશના લોકો માટે “ટુકડે ટુકડે ગેંગ” મેઈન સ્ટ્રીમ કહેવાતા મીડિયામાં છૂટથી બોલાય છે, લખાય છે અને જે બોલે છે, લખે છે, તેમને સન્માનિત કરાય છે. એવોર્ડ અપાય છે, સરકાર હોદ્દા અપે છે.
– જેણે રાજસ્થાનમાં મુસ્લિમને જીવતો સળગાવ્યો તેના સમર્થનમાં કોર્ટ પર ભગવો લહેરાવે છે.
– જેણે શાહીન બાગમાં ગોળીબાર કર્યો તેને ફુલહાર કરી વધાવાય છે.
– જેણે દિલ્હીમાં હિંસા ભડકાવી તેને Y કેટેગરીની સુરક્ષા અપાય છે.
– આ જ એમનું કલચર છે અને દિવસે-દિવસે હજુ વધુ અત્યાચારો કરશે. વધુ ભેદભાવો કરશે.
– જેમણે પોતાના જ હિંદુ ધર્મના ગણાતા આદિવાસી, દલિત, ઓબીસીને પછાત રાખવામાં કોઈ કસર નથી છોડી એ મુસ્લિમોને કેવી રીતે છોડશે? તો તમને સવાલ થતો હશે કે,આ ઘાતકી લોકોથી બચવું કેવી રીતે?
૧) સત્તા : આ લોકો સત્તા સિવાય કોઈને નમતા નથી.
– મોંઘલોનું શાશન હતું ત્યારે આ લોકો તેમની બેન-દીકરીઓ મુસ્લિમ શાસકોને હોંશેહોંશે પરણાવતા. ના કોઈ વર્ણશંકર જાતિ કહેવડાવવાનો ડર લાગતો કે ના કોઈનો ધરમ ભ્રષ્ટ થતો.

– મોઘલોના શાસનમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એમ બધા જ વર્ણના લોકો દરબારમાં સ્થાન શોભાવતા. સેનાપતિ બનતા, સલાહસુચન માટે વજીર બનતા, બધું કરતા. બીરબલ યાદ છે ને?
– એટલે સત્તા હાંસિલ કરો. જો સત્તામાં નહિ હોવ તો બૌદ્ધો જેવી હાલત થશે, એમાં કોઈ બેમત નથી.
– ફક્ત અને ફક્ત સત્તા આ લોકોનું લક્ષ્ય છે.
– સત્તા સિવાય આ લોકો કોઈને નથી નમતા.
૨) વહીવટી તંત્ર : વહીવટીતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર હશો તો જરૂરી નિર્ણય લઈ શકશો અને લેવડાવી પણ શકશો અને લાગુ પણ કરાવી શકશો.

– આજે મુસ્લિમ સમાજના કેટલા IAS, IPS છે? આંકડા શોધી જુઓ.
– તો સરકારના રૂપિયા તમારા સુધી કેવી રીતે પહોંચશે?
– સવર્ણ હિંદુઓ, જેણે હિંદુ ગણે છે તેવા ઓબીસી, આદિવાસી, દલિત સુધ્ધાને અન્યાય કરતા હોય તો તમે તો અલગ ધર્મના લોકો છે. તમને ન્યાય આપે અને તમારા માટે કામ કરે તે તો કેવી રીતે શક્ય છે?
– સરકારમાં ઘુસી, તમે સત્તા લઈ શકો. યોજનાઓ બનાવી શકો પણ તે યોજનાઓ લાગુ કરવાનું, ટલ્લે ચડાવવાનું કામ આ વહીવટી તંત્રના હાથમાં છે.
– દા. ત. એટ્રોસિટી એકટ, એકદમ મજબૂત એકટ છે, જામીનની સગવડ નથી તોય કેટલાય જજો જામીન આપે છે. પોલીસ ફરિયાદ લેવાનું જ ના પાડી દે છે. તો ક્યાં જવું? એટલે પોલીસ, જજ, આઈએએસ, આઇપીએસ વિગેરે બનવું પણ ખૂબ જરૂરી છે.
– વહીવટી તંત્ર પર કબજો કરવો ખૂબ જરૂરી છે.
૩) મીડિયા – મુસ્લિમો પ્રત્યે નફરત, ઘૃણા ફેલાવવામાં અને મુસ્લિમો પ્રત્યે કોઈને સિમ્પથી ના થાય તેવો માહોલ બનાવવામાં મીડિયાનો બહુ મોટો રોલ છે. એટલે પોતાનું સ્વતંત્ર મીડિયા ઉભું કરો.
– જે દિવસે ગણેશ વિસર્જન હોય અને એ જ દિવસે તાજીયા વિસર્જન હોય અને લાઈવ ફક્ત ગણેશ વિસર્જન બતાવે, તો એનો શુ મતલબ નીકળે?
– અલગ અલગ ગણેશ મંડળોના ફોટા છાપાઓમાં રોજ છપાય પણ અલગ અલગ તાજીયાઓના ફોટા ના છપાય, આ ગુજરાતના મીડિયાનો કોમવાદ નથી તો બીજું શું છે?
– મુસ્લિમોના ઘરો સળગાવાય, સૌથી વધુ ઇજાગ્રસ્ત મુસ્લિમો થાય, મરે પણ મુસ્લિમ, અને મીડિયા રિપોર્ટમાં પણ મુસ્લિમો હુલ્લડ કરે છે તેવું દર્શાવાય, એનો મતલબ શુ છે?
– તમારા જ લોકો, જે પ્રભાવિત વિસ્તારમાં નથી રહેતા, તેમના સુધી સાચી માહિતી કેવી રીતે પહોંચાડશો?- અન્ય લોકો સપોર્ટ કરવા માંગે પણ જ્યારે લોકો સુધી માહિતી જ ખોટી, અધૂરી પહોંચે તો તમને સપોર્ટ કોણ કરે?
– એટલે મુસ્લિમ સમાજે પોતાના સમાજને કેળવવા, જાગૃત કરવા, સાચી માહિતી સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા, અને તેમને મદદ કરી શકે, સાથ આપી શકે તેવો વર્ગ ઉભો કરવા, મીડિયા જોઈશે, જોઈશે અને જોઈશે જ.
– નહિ તો તમે સારું કામ કર્યું હશે તેને પણ આ લોકો વિકૃત કરીને રજૂ કરશે.દોસ્તો,મીડિયા એ એક શિક્ષણનું જ માધ્યમ છે. જે શાળા-કોલેજ કરતા વધુ પ્રભાવશાળી છે. પોતાનું મીડિયા ઉભું કરો. તમે જે ધાર્મિક દાન કરો છો, વાર-તહેવારે સરબત અને અન્ય ખાદ્ય સામગ્રી આપો છો, ધાબળા વહેંચો છો, કે જે કોઈ દાન-દક્ષિણાથી પ્રવૃત્તિ કરો છો એ રૂપિયા મીડિયામાં ડાયવર્ટ કરો.
સમાજને શિક્ષિત કરવો, એનાથી મોટું બીજું કોઈ દાન નથી.
સૌ મુસ્લિમ મિત્રો સુધી આ મેસેજ પહોંચાડજો. અને અન્ય પછાત વર્ગના લોકો પણ ધ્યાનથી વાંચજો. આ ઘણુંખરું તમને પણ લાગુ પડે જ છે.
કૌશિક શરૂઆત
8141191311
જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?
– તમને નથી લાગતું કે આ રીતે વોટો વહેંચાઈ જવાથી દલિતોની રાજકીય તાકાત ખતમ થશે અને પછી મુસ્લિમોની આજે જે હાલત છે તેવી હાલત દલિતોની થશે?આ વિચારવા જેવું છે!!