146 – પોતાના સમાજની સામાજિક સમસ્યાઓ પર બોલવાની હિંમત જોઈએ

આજે ૧૪૬મો દિવસ
૧૭ માર્ચ ૨૦૨૦, મંગળવાર
ઘણીવાર અન્ય લોકો એટલો સરસ આર્ટિકલ લખે છે કે તે દિવસ પૂરતો હું આર્ટિકલ લખવાનું ટાળુ છું અને જે તે વ્યક્તિનો મેસેજ સ્પ્રેડ કરું છું.
આજનો આર્ટિકલ કુસુમબેન ડાભીનો છે. મસ્ત છે. પોતાના સમાજની સામાજિક સમસ્યાઓ પર આટલી નીડરતાથી બોલવા જબરી હિંમત જોઈએ. બેનને ખૂબ ખૂબ અભિનંદન.
———————————————————–
હું સર્ટિફાઇડ #વણકર જાતિની વ્યક્તિ છું, હું જાતિ કે ધર્મ માં માનતી નથી, પણ… જે જાતિ માં જન્મી છું એ જાતિમાં જ સગાવહાલા વધુ હોય એ સ્વાભાવિક છે. એટલે આ જાતિ સાથે મારું સામાજીક જીવન જોડાયેલું હોય જ…….
બીજા ની જાતિ ધર્મ પર પ્રહારો કરનારા એ પોતાના જાતિ ધર્મ ની નુકસાનકારક બાબતો ને જાહેર કરવી જોઈએ, કોઈએ તો એમના કાન આમળવા જ જોઈએ….
વણકર જાતિ માં નવ પરગણા છે. પરગણા એટલે વિસ્તાર મુજબ અમુક ગામડાની સંખ્યા, જેમકે, બાવન પરગણું એટલે એમાં એક વિસ્તારના બાવન ગામ આવે, એમ ચોરાસી પરગણું એટલે એમાં 84 ગામ નો સમાવેશ થાય. આવા દરેક પરગણા ના રીત રિવાજો અલગ અલગ હોય છે. તમામ નિયમો જુદા, જનમ, મરણ, લગન વગેરે બાબત…..
ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાત તેમજ ભાવનગર બાજુની મને ખબર નથી પણ, થોડા વર્ષોથી એક ગંભીર બાબત ફેશન જેવી બની ગઈ હોય એવું લાગી રહ્યું છે.
મારા પોતાના ભાઈ ના છૂટાછેડા થયા, એક બાળક અમને સાચવવા આપવા ઉપરાંત દિકરી વાળા એ અમારા પાસે થી રોકડ 10 લાખ 60 હજાર લીધા, અને એ પહેલા ખોરાકી રૂપે 4 લાખ જેવું લીધું એ જુદું, બાકી બીજું નાનું મોટું ગણતા નથી, ટુંકમાં અમારી 10 વર્ષ ની ઈનકમ લઈ ગયા.
સેઈમ બીજી ઘટના, તાજેતર ની, એક શિક્ષક દંપતી ના દીકરા ના લગ્ન બાદ, કોઈ કારણ સર છૂટાછેડા થયા, દુઃખદ બાબત એ હતી કે, છૂટાછેડા થયા ત્યારે એ બેન 6 મહિના પ્રેગ્નન્સી હતી, હમણાં જ એમને બાળક ને જન્મ આપ્યો છે. એ છૂટાછેડા વખતે 13 લાખ જેવી રકમ દિકરી વાળા એ લીધી, અને બાળક ને જનમ બાદ સાસરી વાળા ને આપી દેવાની બોલી પણ કરી.
બે દિવસ પહેલા ત્રીજા એક કેસમાં એક શિક્ષક ભાઈ ના છૂટાછેડા થયા, મજૂરી કરનાર માબાપ ના એક જ દીકરો હજુ કમાતો થયો હતો, એના છૂટાછેડા ના 14 લાખ દિકરી વાળા લીધા, અને એ દિકરી વાળા ના ઘરમાં બધા શિક્ષકો છે, આર્થિક સદ્ધર, ત્યાં પણ શ્રીમંત બાદ દિકરી પિતાના ઘરે હતી, છૂટાછેડા સમયે બાળક કદાચ 3 વર્ષનું થયું છે, જેને સાસરી પક્ષ માં સોંપી દેવામાં આવ્યું છે.
જૂનાગઢ બાજુ છૂટાછેડા ના ભાવ દસ લાખથી શરૂ થાય છે, જો તમે સારી ઈનકમ ધરાવતા હોય અને સીધા સાદા, સમજદાર લોકો હોય તો, તમારી સાથે આવું જ વર્તન કરવામાં આવે છે. અત્યાર સુધી એવું જ કહેવાતું, જૂનાગઢ માં આ ફેશન બની ગઈ છે. પણ, મે જે બે કેસ કહ્યા એ સુરેન્દ્રનગર જિલ્લાના છે.
મારે વણકર સમાજના બની બેઠેલા સમાજના ઠેકેદારો ને કહેવું છે કે, તમે નાતના પટેલ બનીને ફરો છો ત્યારે આવા કેસ બાબત મૂંગા કેમ રહો છો. વણકર સમાજના સમૂહ લગ્ન, વણકર સમાજના બીજા ઉત્સવો, પ્રસંગો માં, જાહેર કાર્યક્રમો માં સ્ટેજ પર બેસવા, નાતના આગેવાનો બનનારા સમાજ માં બનતી આવી ઘટનાઓ પર બોલતા કેમ નથી, આવી ઘટનાઓ અટકાવતા કેમ નથી??? એક કુટુંબ મહેનત મજૂરી કરી, હજુ સહેજ આર્થિક સક્ષમ બનવા જઈ રહ્યું હોય ત્યારે એને આ રીતે પાયમાલ કરી દેવાથી ફાયદો શું????
હા, એ હકીકત હું સ્વીકારું છું કે, બીજા સમાજ મા દીકરા વાળા દિકરી વાળા પાસે દહેજ લેતા હોય છે, જ્યારે,વણકર સમાજ માં દીકરા વાળા દિકરી વાળા ને લગન નો ખર્ચ કાઢવા અમુક રકમ લગન વખતે આપતા હોય છે. પરંતુ હવે જે બની રહ્યું છે તે બિલકુલ યોગ્ય નથી.
મારે કડવા શબ્દો આવા માબાપ માટે વાપરવા છે, જે માં બાપ પોતાની દીકરી ના છૂટાછેડા માટે, લાખો રૂપિયા પડાવે છે, જે દિકરી પોતાની કિંમત આટલી કરે છે, એમના માં અને કોઈ સ્ત્રી પોતાના શરીર ની બોલી લગાવે એમના વચ્ચે કોઈ અંતર મને લાગતું નથી…. ફરક શું રહ્યો વિચારો….. શરમ આવવી જોઇએ, જો હોય તો!!!! કોઈ સ્ત્રી પોતાનું શરીર તો પોતાના કુટુંબ પતિ, બાળકો માટે વેચતી હશે, તમે તમારી દીકરી??????? વિચારજો…..
હું તો વણકર સમાજના સમજદાર કુટુંબ ને એવું જ કહીશ કે, જે ફેમિલી આવી રીતે છૂટાછેડા ના પૈસા લેતા હોય એવા ફેમિલી ના ઘરમાં દિકરી આપો પણ નહિ, અને લઈ પણ ન જાવ, તો જ આવા લોકો ને ભાન પડશે…..
………. કુસુમ ડાભી…. 17/3/2020 ………..
——————————————————————————
વાંચો અને આગળ ફોરવર્ડ કરો. દરેક વણકર સુધી પહોંચાડો.
કૌશિક શરૂઆત
જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીઓમાં દલિતોના વોટ કેમ નંખાવે છે?