147 – પક્ષપલટા માટે પ્રજા જવાબદાર છે, નેતાઓ નહિ.

Wjatsapp
Telegram

આજે ૧૪૭મો દિવસ

૧૮ માર્ચ ૨૦૨૦, બુધવાર

પક્ષપલટા માટે પ્રજા જવાબદાર છે, નેતાઓ નહિ.

આજે રાજ્યસભા ચૂંટણી પહેલા, જેટલા પણ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે, જેને લોકો વેચાઈ ગયા એમ પણ કહે છે, તેના માટે ફક્ત અને ફક્ત ગુજરાતની પ્રજા જ જવાબદાર છે.

આવો જાણીએ, કેવી રીતે?

૧) ગુજરાતીઓ પાર્ટી જોઈને નહિ, જાતિ જોઈને વોટ કરે છે.

– આ વિષય પર એક લાંબો આર્ટિકલ કરી શકાય પણ ટૂંકમાં ઉદાહરણ આપીને સમજાવું.

– ભાજપથી આપણે બધા ત્રસ્ત છીએ. એમાં ભાગ્યે કોઈ બેમત હશે.

– કુંવરજી બાવળીલિયા, જવાહર ચાવડા કોંગ્રેસમાં હતા ત્યારે જે તે વિધાનસભાની પ્રજાએ (મૂળે તેમની જાતિની) વોટ આપી ચૂંટયા.

– પછી આ બન્નેએ પક્ષપલટો કર્યો, બન્ને ભાજપમાં જોડાયા, ફેર ચૂંટણી થઈ અને ફરીથી ચૂંટાયા.

– મતલબ, જે પ્રજાએ આ બન્નેને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવાર તરીકે વોટ આપ્યા હતા એ જ પ્રજાએ કોંગ્રેસ વિરુદ્ધ ભાજપના ઉમેદવાર તરીકે વોટ આપ્યા અને બન્ને ટાઈમ જીતાડયા.

– હવે, આને બન્ને નેતાઓની વ્યક્તિગત લોકપ્રિયતા પણ કહી શકાય. કે કોઈપણ પાર્ટીમાં જાય બન્ને ચૂંટાઈને આવે. એટલે જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયા આ બન્ને નેતાઓ પ્રત્યે મને કોઈ ફરિયાદ નથી અને તમને પણ ના હોવી જોઈએ.

– ફરિયાદ તો આ બન્નેની વિધાનસભાની પ્રજાને છે. કે બોસ!! તમારા ધારાધોરણો શુ છે?

– એક બાજુ ભાજપ સરકારના નામે છાજીયા લેવાના અને બીજી બાજુ ભાજપને જ મજબૂત કરવાની?

– આ તો સામે ચાલીને ભાજપને અત્યાચાર કરવાનું લાયસન્સ આપ્યું કહેવાય.

– બીજું કે જે મેં સોશિઅલ મીડિયામાં નોંધ્યું હતું કે જે લોકો બીજેપીને દિવસરાત ટીકા કરતા હતા એ લોકો પણ જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાને પક્ષપલટા પર સપોર્ટ કરવા લાગ્યા. ફક્ત પોતાની જાતિનો છે એટલે.

– જો કે અલ્પેશ ઠાકોર આ બાબતે અપવાદ સાબિત થયો. પણ અલ્પેશ ઠાકોરને હરાવવામાં ભાજપનો હાથ હતો એ કોણ નથી જાણતું.

– તો મૂળ વાત આ છે કે,પક્ષપલટો કરનાર ધારાસભ્યો જાણે છે કે સમાજના નામે જાતિના વોટ અમને મળવાના છીએ. ફરીથી અમે ભાજપમાંથી ચૂંટાઈને આવવાના જ છીએ. તો પછી પક્ષપલટો કેમ ના કરી લઈએ!!

પક્ષપલટો કરનાર ધારાસભ્યોને ગુજરાતની પ્રજા હરાવશે, પ્રજા નહિ પણ તેની જાતિના લોકો હરાવશે, તો જ આ પક્ષપલટો પ્રવૃત્તિ બંધ થશે.

ભાજપની સરળ રાજનીતિ

હવે તમે જુઓ કે, ભાજપની રાજનીતિ કેટલી સરળ છે!!!

૧. આદિવાસી સમાજના મોટા માથા, મોટા નેતાઓ પોતાની સાથે જોડી દો એટલે આદિવાસી વોટ ભાજપના.

પછી,

– અનુસૂચિ જનજાતિ લિસ્ટમાં જેને ઉમેરવા હોય ઉમેરી શકે,

– કેવડીયાનું જે કરવું હોય એ કરી શકે,

– આદિવસીઓની જેટલી જમીનો પચાવવી હોય એ પચાવી શકે.

૨. દલિત સમાજના ફક્ત એક શંભુનાથ ટુન્ડિયાને સાચવી લે એટલે તેમની પાછળ અસંખ્ય વણકરોના વોટ ભાજપને મળી જાય,

– પછી વણકરોની શિષ્યવૃત્તિ બંધ કરવી હોય કરી શકે,

– SC ને આરાક્ષણમાં ભેદભાવ કરી શકે.

– એટરોસિટી કેસોમાં દલિતોને જેટલા રસ્તે રઝળાવવા હોય રઝળાવી શકે.એ જ ઓબીસી માટે છે.

– બે ચારને સાચવી લો અને પછી,

– ૧-૮-૨૦૧૮ નો પરિપત્ર કરી દો.

– હજારો ઓબીસીને નોકરીમાં અન્યાય કરો.

– એવું જ મુસ્લિમ નેતાઓનું છે.

– CAA, NRC, NPR

– મીડિયા, સોશિઅલ મીડિયા થકી મુસ્લિમોને બધાથી અલગ કરવાનું કાવતરું આપણે ક્યાં નથી જાણતા.

એટલે સૌને વિનંતી છે કે,

વિચારધારા આધારિત વોટ કરો.જાતિ આધારિત નહિ.

તમારી જ જાતિના માણસનો ઉપયોગ, તમારી જ જાતિની ઘોર ખોદવા થઈ રહ્યો છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

કૌશિક શરૂઆત

“જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીમાં દલિતોના વોટ કેમ નંખાવે છે?”

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.