151 – કોરોનામાં આગળ હવે શું શું થવાનું છે?

૨૨ માર્ચ ૨૦૨૦
રવિવાર
કોરોનામાં આગળ હવે શું શું થવાનું છે? (ફક્ત અમારી પાસે જ એની જાણકારી છે. વાંચો.)
- ૧ જાન્યુઆરી ૨૦૨૦ એ કોરોના વાઇરસનો પ્રથમ કેસ ખબર પડી. અને ૮૦ દિવસ બાદ મોદીએ ભાષણ કર્યું. કેટલા? ૮૦ દિવસ પછી. ત્યાં સુધી આપણા દેશમાં કોણ શુ કરતું હતું? એ યાદ કરો એટલે તમને આગળના દિવસોમાં શુ શુ થશે? એ ખબર પડશે.
- અમિત શાહ,
દિલ્હી પોલીસ સાથે આતંકવાદીઓએ ભેગા મળીને દિલ્હીના મુસલમાનો પર હુમલો કર્યો. ગૃહમંત્રી અમિત શાહ નિષ્ક્રિય રહ્યા. - એ પહેલા JNU, AMU પર પોલીસ અને આતંકવાદીઓએ હુમલો કર્યો.
- ઉત્તરપ્રદેશમાં યુનિવર્સીટી વિદ્યાર્થીઓ, CAA પ્રદર્શનકારીઓ પર પીલિસે લાઠીચાર્જ કર્યો, યુનિવર્સીટીની અંદર ઘુસ્યા, અને મુસ્લિમો જોડેથી નુકશાની વસૂલવા માટે યોગી આદિત્યનાથે ઠેર ઠેર પોસ્ટરો લગાવ્યા.
- ઓબીસી
૧-૮-૨૦૧૮ નો ગેરબંધારણીય ઠરાવ રદ કરાવવા લગભગ ૮૦ દિવસ સત્યાગ્રહ છાવણી પડી રહ્યા. - આદિવાસીઓ
નકલી આદિવાસીઓને કાઢવા આંદોલન કર્યું, કેવડિયા બચાવવા આંદોલન કર્યું. - ચારણ, ગઢવી, ભરવાડ પોતાને સાચા આદિવાસી સાબિત કરવા આંદોલન કર્યું.
- દલિતોએ,
મોડાસા બળાત્કારમાં FIR નોંધાવવા રેલીઓ, કેન્ડલ માર્ચો કાઢી. - વિદ્યાર્થીઓએ
ભરતી ગોટાળા સામે આંદોલન કર્યું. પરીક્ષા રદ કરાવી. - મહિલાઓએ LRD મુદ્દે આંદોલન કર્યું.
- મીડિયાએ ભયંકર દલાલી કરી. સરકારને પૂછી પુછીને સરકારની ફેવરમાં ખબરો છાપી. દેશની આર્થિક, સામાજિક ખબરો છુપાવી.
- નાણામંત્રીએ
બજેટના નામે ધતિંગ રજૂ રહ્યું. - સરકારે,
સ્ટેટીસ્ટિક વિભાગમાંથી બેરોજગારી, ઘરેલુ ખર્ચ વિગેરે આંકડા જાહેર ના કરવા આદેશો કર્યા. - મોદી સરકારની ફેવરમાં ચુકાદા આપનાર ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ જજ રંજન ગોગોઈ રાજ્યસભા ઉમેદવાર જાહેર થયા.
- ઘંટાઘર પર મહિલાઓ પર લાઠીચાર્જ થયો એ જ દિવસે મોદીએ કોરોના બાબતે “જનતા કરફ્યુ”ની જાહેરાત કરી.
- મધ્યપ્રદેશ અને ગુજરાતના MLA ખરીદાઈ રહ્યા હતા. મધ્યપ્રદેશ સરકાર ગબડાવવામાં વ્યસ્ત હતા.
- આર્થિક મંદી ભારતમાં આવી ગઈ. શેયર બજાર તૂટી ગયું.
- યશ બેન્ક કટોકટી આપણે જોઈ.
મતલબ,
૮૦ દિવસ સુધી સરકારોને પ્રજાની કોઈ ચિંતા નોહતી. પોતાની સત્તા બચાવવામાં અને પ્રજાનું દમન કરવામાં જ સરકારો વ્યસ્ત હતી.
(સરકાર નહીં, સવર્ણ હિંદુ સરકાર)
હવે શું થઈ રહ્યું છે?
અત્યારે આખા દિવસમાં જે સમાચારો મળે છે તે મુજબ, (જે કાલ સુધી આપણને જાણ નોહતી કરવામાં આવી.)
- કેટલાય રાજ્યોએ પોતાની સરહદો સિલ કરી દીધી છે.
- કેટલાય રાજ્યોએ ૩૧ માર્ચ સુધી કરફ્યુ લાગુ કરી દીધો છે.
- ગુજરાતના 4 મુખ્ય શહેરો ૩૧ માર્ચ સુધી લોક ડાઉન રહેશે.
અને હજુય સતત સરકારો તરફથી જાહેરાતો થતી રહે છે.
મતલબ સ્પષ્ટ છે,
- સરકારોને નથી ખબર કે એમણે શુ કરવું જોઈએ?
- સરકારો પ્રજાને વિશ્વાસમાં લીધા વગર મનફાવે તેમ નિર્ણય લે છે.
- સરકારોએ છેલ્લા ૮૦ દિવસમાં કોરોના સામે લડવા કોઈ તૈયારી નોહતી કરી.
- આગળ તમે મરી પણ જશો તો આ સરકારોને કોઈ ફરક નથી પડવાનો.
- આ નરાધમો ૫૦ હજારના ચેકની જાહેરાત કરશે અને એ ચેક લેવા તમારે મહિનાઓ સુધી સરકારી કચેરીઓમાં ધક્કા ખાતા રહેવું પડશે.
- પૂલવામા આતંકવાદીઓ આજ સુધી નથી પકડાયા, અક્ષરધામ આતંકવાદીઓ આજસુધી નથી પકડાયા, દિલ્હીમાં મુસ્લિમો પર પોલીસ સાથે મળી હુમલો કરનારા આતંકવાદીઓ જેલની બહાર છે, જજ લોયાના હત્યારાઓ હજુ નથી પકડાયા. દંગા ભડકાવનાર કપિલ મિશ્રાને Y કેટેગરીની સુરક્ષા આપી દીધી છે.
- એટલે કોઈ મરે જીવે આ લોકોને કોઈ ફરક નથી પડતો. બસ! સત્તા ટકવી જોઈએ.
તમે વિચારો કે જો કેન્દ્ર સરકારે એરપોર્ટનું ખાનગીકરણ ના કર્યું હોત અને એરપોર્ટ પર જ વિદેશથી આવતા લોકોને યોગ્ય જગ્યાએ રાખ્યા હોત તો આ કરોડો લોકોના ધંધા, રોજગાર, જીવનને અસર ના થાત.
- કનિકા કપૂર જેવા લોકોને કોરોના ફેલાવવાની તક ના મળત.
પણ,
સરકારમાં બેઠેલા લોકોની દાનત ફક્ત સત્તા મેળવવાની, રૂપિયા કમાવવાની અને દલિત, મુસ્લિમ, આદિવાસી, ઓબીસી, મહિલાઓને હેરાન કરવાની જ હોય તો એ લોકો શુ લેવા દેશવાસીઓનું ધ્યાન રાખે કે કાળજી લે!?
એટલે
૧. પોતાનું ધ્યાન જાતે રાખો, સરકારો પર ભરોસો ના કરો.
૨. આગળ પણ નિતનવા ફતવા આવતા રહેશે.
૩. અને તબિયત ખરાબ લાગે તો સીધા ડોકટર પાસે જજો અથવા 104 કે 108 પર કોલ કરજો. તમને ઘરે બેઠા મેડિકલ સારવાર મળશે.
આપણી સરકારની દાનત નથી એટલે મને સરકાર પાસે કોઈ આશા નથી. હવે પ્રજા તરીકે આપણે જોવાનું છે કે આપણે કોરોનાને રોકી શકીએ છીએ કે કેમ?
છેલ્લી વાત,
તમને થશે કે કૌશિકભાઈ દરેક જગ્યાએ જાતિનો એન્ગલ શોધી કાઢે છે. પણ આજે તમે જાતે ચેક કરો. મારે આ બાબતે કાંઈ નથી લખવું.
ભારતમાં ૮૪,૦૦૦ લોકો પર ફક્ત એક આઇસોલેશન બેડ છે અને ૩૬,૦૦૦ લોકો પર ફક્ત એક ક્વોરોન્ટાઈન બેડ છે.
૧૯૪૭ માં દેશ આઝાદ થયો તે આજે ૨૦૨૦, ૭૪ વર્ષમાં ભારતમાં કેન્દ્રમાં અને રાજ્યોમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સ્વાસ્થયમંત્રી, સ્વાસ્થ્ય સચિવ, મેડિકલ ઓફિસરો, હોસ્પિટલોના ટ્રસ્ટીઓ, જે સરકારી હોસ્પિટલો પ્રાઈવેટ સેક્ટરને વેચવામાં આવી તે ઉદ્યોગપતિઓ, દવાઓ બનાવતી મોટી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓના માલિકો, મેડિકલ ભણાવતી કોલેજોના ટ્રસ્ટીઓ, વિગેરે
ટૂંકમાં,
જે પણ કોઈ પદ, સંસ્થા, વ્યક્તિ ભારતની અને ભારતના રાજ્યોની સ્વાસ્થ્ય સંબંધી નિર્ણયો લેવા માટે જવાબદાર હોય એ સવર્ણ હિંદુ છે કે નહીં?
જાતે ચેક કરો…
ટોટલ લોકોમાં કેટલા % સવર્ણ હિંદુ છે અને કેટલા % આદિવાસી, ઓબીસી, દલિત અને માઈનોરિટી છે.
ભારતની સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ ખરાબ કરવામાં, બરબાદ કરવામાં પણ આ મેરિટધારી સવર્ણ હિંદુઓ જ હાથ છે. જાતિ અને રૂપિયાના દમ પર દેશને બરબાદ કરનારા જાતિવાદી સવર્ણ હિંદુઓ જ છે.
- અને જે લોકો કનિકા કપૂરની જેમ વિદેશથી કોરોના લઈને આવ્યા અને ઘરમાં રહેવાના બદલે આખા દેશમાં કોરોના ફેલાવ્યો એ લોકોનું પણ લિસ્ટ બનાવી જોજો.
- એકવાર લિસ્ટ બનાવો અને પછી,
તમે જાતે કબૂલ કરશો.
કૌશિક શરૂઆત