એટ્રોસિટી એકટ પર વધુ એક હુમલો. જોગવાઈ વિરુદ્ધ રાહત/સહાય સરકારને પાછી ચૂકવવા એક પછી એક આદેશ કરે છે

Wjatsapp
Telegram

એટ્રોસીટી એકટ ના ગુનામાં કોર્ટ ફરીયાદી કે ભોગ બનનાર પાસેથી સરકારે સહાય/રાહત પેટે ચુકવેલ રકમ પરત વસુલવાનો હુકમ કરી શકે ખરી ? કોર્ટને હકુમત અને સતા ખરી ? એક ઉકેલ માંગતા કોયડાની કાનૂની, નિખાલસ અને તંદુરસ્ત ચર્ચા :- (પાર્ટ -૧)


નીચેના ન્યુઝ પેપરના ન્યુઝ મુજબ ગુજરાત રાજ્યની એટ્રોસીટી એકટ નીચેના કેસો ચલાવતી અમુક કોર્ટો મોટા ભાગના (કદાચ દરેક કેસોમાં ) ગુનાનો ભોગ બનનાર , ફરીયાદી અને સાક્ષીઓએ તેઓના કેસોના બનાવને સમર્થનકારક જુબાનીઓ આપેલ હોય છતા સાક્ષી પુરાવાનું ભુલભરેલુ અર્થઘટન કરીને ફરીયાદ પક્ષનો કેસ (કોઇ અમુક કારણસર ) સાબિત થતો નથી તેમ ઠરાવી ફરીયાદી કે ભોગ બનનારને નિયમો અનુસાર અને સરકારની પોલીસી અનુસાર જે કંઈ સહાય/રાહત ચુકવવામા આવેલ હોય તે રકમ સમાજ કલ્યાણ ખાતાએ તાત્કાલિક અમુક ચોક્કસ તારીખ સુધી માં જે તે ફરીયાદી કે ભોગ બનનાર પાસેથી પરત વસુલ લેવી તેવો મેન્ડેટરી પ્રકારના હુકમો કરે છે. તે હુકમો/જજમેન્ટો વિરુદ્ધ કાયદેસર રીતે સરકારે અપીલો કરવી જોઈએ છતાં કરતી નથી

ફરીયાદી કે ભોગ બનનાર તેના કેસને સમર્થનકારક જુબાની આપે તો તેઓની જુબાની હમેશાં નહી માનવી અથવા તેને શંકાની દષ્ટિએ જ જોવી તેવું પુરાવાના કાયદામાં ક્યાંય લખેલ નથી. પુરાવાનું આવું ધોરણ પણ નથી. અરે, પુરાવાના કાયદાની કલમ ૧૩૪ માં તો એવી જોગવાઇ કરી છે કે કોઇ બનાવ કે ગુનાની હકીકતની સાબિતિ માટે સંખ્યાબંધ (એક કરતા વધુ) સાક્ષીઓની જરુર નથી. તેનો મતલબ એ થયો કે કોર્ટને સત્ય લાગે અને કોર્ટ ધારે તો કોઇ એક માત્ર ફરીયાદી કે સાક્ષીની જુબાનીના આધારે કેસ સાબિત થયો માની ગુનેગારને સજા કરી શકે છે. આ બાબત નજર અંદાજ તો નહિ થઇ શકવા છતા કોઇ કોર્ટ એટ્રોસીટી એકટના ગુનાના કેસોમાં ફરીયાદીએ માત્ર ને માત્ર સરકારી સહાય મેળવવાના ઇરાદે ખોટી ફરીયાદ કરી તેમ ઠરાવીને તેને દંડવાનુ વલણ કેમ રાખી શકે ?

બીજી વાત એટ્રોસીટી એકટ કે બીજા કોઇ પણ કાયદા નીચે ના ગુનાઓના કેસોમાં અનેક અગણ્ય કારણોસર કેસો સાબિત થતા નથી. (તેના કારણો સંબંધે અમે અગાઉ એક લેખ લખેલ છે) તો આવા દરેક કેસોમાં આરોપીઓ અમુક કારણોસર નિર્દોષ છૂટી જાય તો તેનો મતલબ એવો ન કહી શકાય કે ફરીયાદી કે ભોગ બનનારે સરકાર તરફથી મળતી આર્થિક સહાય લેવા ના મલિન ઇરાદે ખોટી ફરીયાદ કરી છે એટલે ફરીયાદીને ચુકવેલ રકમ પરત લેવાનો હુકમ કરવો.

બીજી રીતે જોતા આ પૈકીની એક કોર્ટના લગભગ સાતેક જજમેન્ટ વાંચ્યા તો જે તે કોર્ટને ‘વળતર’ શુ કહેવાય ? અને ‘સહાય/રાહત’ શુ કહેવાય ? તેના difference અંગે કદાચ ખ્યાલ ન હોય તેવું બને. તે કોર્ટ ક્યાંક ‘વળતર’ શબ્દનો ઉપયોગ કરે છે તો વળી ક્યાંક ‘સહાય’ શબ્દનો ઉપયોગ કરે છે.

વળતર હમેશાં જે તે ભોગ બનનારને તેને આર્થિક, શારીરિક, માનસિક કે બીજા કોઇ સ્વરુપે નુકશાન પહોંચાડ્યુ હોય તે જવાબદાર પાર્ટી પાસેથી મેળવી શકાય. અને વળતર મેળવવા માટે કાયદાની કોર્ટો કે ટ્રીબ્યનલો માં કેસ કરી નુકશાન સાબિત થાય તો ચુકવવાનો કોર્ટો હુકમ કરે. વળતર તો નુકશાન કરનાર પાર્ટી એ ચુકવવુ પડે, નહી કે દરેક કિસ્સામાં સરકારે. કાનુની દષ્ટિએ વળતર મેળવવા માટે ઘણા કાયદા છે. દા. ત. Law of Tort, Employees Compensation Act, Motor Vehicles Act , Fatal Accidents Act etc. etc.

એક રીતે વિચારીએ તો ઘણી વખત Natural calamity કે માનવ સર્જીત બેદરકારીના કારણે ઘણા એવા આગ, અકસ્માત કે ભાગદોળના બનાવો બને ત્યારે પાંચ પચીસ પચાસ કે તેથી વધુ સંખ્યામાં માણસોના મોત નીપજતા હોય છે. ઉદાહરણ તરીકે કોઇ રેલવે ટ્રેનના અકસ્માત ના કિસ્સામાં અમુક પેસેન્જરોના મોત થયા. કેન્દ્ર કે રાજ્યની સરકાર મરણ પામનારના આશ્રિતો ને અમુક લાખ રુપિયાની રાહતનું પેકેજ જાહેર કરી સહાય ચુકવે. ટ્રેન અકસ્માતની ઘટનાની તપાસના અંતે ટ્રેન ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ થાય તેમા ઉપર વર્ણવ્યા મુજબ ગમે તે કારણસર પ્રોસીક્યુસન ગુનો સાબિત ન કરી શકે અને આરોપી/ટ્રેન ડ્રાઇવરને કોર્ટ નિર્દોષ ઠરાવી છોડી મુકે તો પછી જે લોકોના મોત નીપજ્યા તેના આશ્રિતો પાસેથી સરકારે સહાય પરત લેવી તેવા હુકમો આ દેશની કોઇ કોર્ટે કર્યાનુ ક્યાંય સાંભળ્યું નથી. અને કોર્ટે હુકમ કર્યો કે ન કર્યો તો પણ જે રાહત ચુકવાઈ છે તે કોઈ સરકારે પરત લીધી નથી.

આવી સહાય/રાહતની રકમ સરકાર દેશના નાગરીકોને ભારતીય બંધારણના આર્ટીકલ ૨૧ થી બક્ષેલા Right to life and liberty ની જોગવાઇ અનુસાર જીવન અને ગૌરવભેર જીવવાના અધિકારના ભાગરુપ કોઇ સહાય ચુકવતી હોય તે બંધારણમાં પાર્ટ ૩ મા બક્ષેલ મૂળભૂત અધિકાર છે. તેવી ચુકવેલ સહાય તે ભોગ બનનાર નાગરીક અને સરકાર વચ્ચેનો કોઈ privity of contract નથી એટલે કોર્ટને આ બાબતમાં કોઇ હુકમો કરવાની સતા કે હકુમત નથી તેવું અમારું મંતવ્ય છે.

એટ્રોસીટી એકટ તે Social legislation છે. ભારતીય બંધારણના આર્ટીકલ ૧૭ ની જોગવાઇ મુજબ Untouchablity abolition ના હેતુ અને ઉદ્દેશની પરિપૂર્તિ માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદામાં prevention, rehabilitation, rights of victims and complainant અને penalty વિગેરે બાબતોને આવરી SC & ST casts ના તમામ હિતો, કલ્યાણ અને તેને આનુસંગીક તમામ બાબતો આવરી લીધી છે. આ રીતે જોતા ફરીયાદી, સાક્ષી કે ભોગ બનનારને દંડવાની કાયદામાં કોઇ જોગવાઇ જ નથી.

આ રીતે એટ્રોસીટી એકટનો હેતુ અને તેનો ઉદેશ તથા તેની નીચેના નિયમો જોતા પ્રોસીક્યુસન જો આરોપીઓ વિરુદ્ધનો કેસ કોઇ પણ કારણસર સાબિત કરવામાં નિષ્ફળ જાય તો ફરીયાદ પક્ષને ચુકવેલ રાહત/સહાય પરત મેળવવાનો કોર્ટોએ હુકમ કરવો તેવી કાયદામાં કે તે નીચે ઘડવામાં આવેલા નિયમોમાં કોઈ જોગવાઈ જ નથી.

બીજી રીતે વિચારીએ તો જેના પર અત્યાચાર થયો છે, શારીરિક , માનસિક કે આર્થિક નુકશાન પહોંચાડી ગુનો કર્યો છે તેવા કિસ્સામાં સરકાર કે ઓથોરીટી કે કોઇ NGO કે અમુક દાતાઓ કે આગેવાનો આવા ભોગ બનનાર વ્યક્તિ કે તેના કુટુંબને થયેલ શારીરિક, માનસિક કે આર્થિક નુકસાન થયેલ હોય તેને પહોંચી વળવા આર્થિક કે બીજા સ્વરુપે સહાય ચુકવે. તે રીતે common sense ની રીતે જોવા જઇએ તો આવી સહાય કોઇ પણ સંજોગોમાં પરત લેવાની હોય જ નહી અને તેથી કોઇ ઓથોરીટી ને સહાય/રાહત પરત લેવાનો હુકમ કરવાની સતા કે હકુમત જ નથી.

આ દેશમાં દરરોજ સેંકડો વાહન અકસ્માતો થાય છે તેમા ઘણા કિસ્સામાં માણસોના મોત થાય છે, કેટલાય ને ગંભીર પ્રકારની શારીરિક ઇજાઓ(મહાવ્યથા) થાય કેટલાક ને સાદી ઇજાઓ થાય તેવા દરેક કિસ્સાઓમાં સંડોવાયેલ વાહનના ડ્રાઇવર વિરુદ્ધ IPC ની કલમ ૩૦૪અ, કે ૩૩૭ કે ૩૩૮ , ૨૭૯ વિગેરે ગુનાઓની ફરીયાદો થતા ગુનેગાર ડ્રાઇવર વિરુદ્ધ ફોજદારી કોર્ટોમાં કેસો ચાલતા મોટા ભાગના લગભગ ૮૦ ટકાથી વધુ કેસોમાં કોર્ટો આરોપી/ડ્રાઇવરને નિર્દોષ ઠરાવી છોડી મુકે છે કારણ ફરીયાદપક્ષ/પ્રોસીક્યુસન કેસ સાબિત કરી શકતી નથી. આવા દરેક વાહન અકસ્માતના કિસ્સાઓમાં મરણ પામનારના આશ્રિતો, ઇજાઓનો ભોગ બનનાર પિડીતો મોટર વાહન એકટ નીચે વાહન ચાલક ડ્રાઇવર અને માલીક વિરુદ્ધ વળતર (compensation) મેળવવા ટ્રીબ્યુનલ કોર્ટમા કેસો કરતા હોય છે. દેશભરની અદાલતોમાં રોજ આવા સેંકડો કે હજારો કેસો દાખલ થાય છે. તેવા કેસોમાં ડ્રાઇવરને ફોજદારી કોર્ટે નિર્દોષ છોડી મુકેલ હોવા છતા કોર્ટો પેલા આશ્રિતો કે પિડીતોને લગભગ ૯૦ ટકા કરતા વધુ કેસોમાં વળતર ચુકવવાના હુકમો કરે છે. કહેવાનો મતલબ એ કે આરોપી નિર્દોષ છૂટે છતા વળતર ચુકવવા કોર્ટ જ જવાબદાર ઠરાવે અને એટ્રોસીટી એકટ નીચેના કેસોમાં આરોપી નિર્દોષ છૂટે તો સરકાર પાસેથી સહાય મેળવવાના બદઇરાદે ખોટો કેસ કર્યો છે તેવું ઠરાવી ફરીયાદ પક્ષને ચુકવેલ રાહતની રકમ વસુલ કરવાનો મેન્ડેટરી ઓર્ડર કરવાનો અને તે પણ ફરીયાદી કે ભોગ બનનારને સાંભળવાની તક આપ્યા વગર !

ક્રીમીનલ પ્રોસીજર કોડમાં એક જોગવાઇ એવી છે ફોજદારી કોર્ટ કે સેશન્સ કોર્ટને કેસની ટ્રાયલના અંતે ચુકાદો આપતી વખતે એવા નિર્ણય પર આવે કે આરોપી નિર્દોષ હોવા છતા ફરીયાદીએ આરોપીને હેરાન કરવા માટે બદઇરાદાપૂર્વક ખોટી ફરીયાદ કરી છે તો ફરીયાદી પાસેથી યોગ્ય વળતર અપાવવું જોઇએ તો તેવા કિસ્સામાં સૌ પ્રથમ કોર્ટે ફરીયાદીને કારણદર્શક નોટીશ કાઢી સાંભળવાની તક આપી તેને સાંભળ્યા પછી આરોપીને વળતર અપાવવું કે કેમ ? કાયદામાં જ આવી જોગવાઇ હોય તો પછી ફરીયાદી કે ભોગ બનનારને સાંભળ્યા વગર જો સહાયની રકમ પરત કરવાનો હુકમ કરવામાં આવે તો મારા નમ્ર મંતવ્ય મુજબ આવો હુકમ કુદરતી સિદ્ધાંતો વિરુદ્ધનો against the principles of natural justice ગણાય.

આવા દરેક કેસોમાં સ્ટીરીયો ટાઇપ રીતે તે કોર્ટો ફરીયાદીએ ખોટી ફરીયાદ કરી છે તેવું ઓબઝર્વેશન કરી તેમ માની લઇ સહાયની રકમ છે કે વળતરની રકમ સરકારે ચુકવી છે તેનો તફાવત સમજ્યા વગર હુકમ કરવો કેટલે અંશે વ્યાજબી કે ન્યાયી ગણાય તે જોવું જોઇએ તે વિચારવુ જોઇએ તેવુ અમારું નમ્ર મંતવ્ય છે. @kb (ક્રમશઃ)

તા.૨૭/૮/૨૦૨૦
કે. બી. રાઠોડ
એડિશનલ ડિસ્ટ્રીકટ જજ(રિટાયર્ડ)

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

નોંધ : આવા સહાય પાછી ચૂકવવાના 10 કેસોની વિગત કૌશિક મંજુલાબેન પરમાર (મહેસાણા)ની ફેસબુક વોલ પર જોઈ શકાશે.

https://m.facebook.com/story.php?story_fbid=2980140502112627&id=100003501204880

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

3 Responses

  1. Jignesh palabhai maru says:

    જૂનાગઢ માં 2018 ની સાલ માં ત્યાર ના ચાલુ મેયર મજમુદાર આદ્યશક્તિ એ સમાજ કલ્યાણ વિભાગ માંથી બોગસ ખોટા પેપર ઉભા કરીને એસ.સી વિદ્યાર્થીઓ નામે લાખો રૂપિયા નું કૌભાંડ કારેલ તેમની પાસે થી પણ હજુ રિકવરી નથી કારેલ…

  2. Keshubhai Balabhai Gohil says:

    Yes

Leave a Reply

Your email address will not be published.