૬/૧૪ – માધાભાઈ વાવેચાને ઓળખો છો?

Wjatsapp
Telegram

૬ઠ્ઠી પોસ્ટ, આજની ૧૪ પોસ્ટમાંથી.
માધાભાઈ વાવેચા નામ ખબર છે?
નથી ખબર!
સારું! “બંધારણવાળો બાબો મારા ક્લેજાની કોર” ગીત ખબર છે?
હા! એ જ હેમંત ચૌહાણવાળું જ!
એ ગીતમાં હેમંત ચૌહાણનો ફક્ત અવાજ છે, એ ગીતના રચિયિતા છે, માધાભાઈ વાવેચા. અને એ પોતે પણ ગીતો ગાતા હતા.

જેમ તમને ખબર નોહતી એમ અન્ય લોકોને પણ ખબર નોહતી કે આ ગીત માધાભાઈનું છે. ૧૯૯૦ આસપાસ આ ગીત દૂરદર્શન પર ખૂબ ચાલેલું. ગીત પોપ્યુલર થયું, હેમંત ચૌહાણ પોપ્યુલર થયા, અન્ય કાર્યક્રમોમાં ખૂબ ગવાય, પણ માધાભાઈ વાવેચાનું નામનો ક્યાંય ઉલ્લેખ નહિ.

માધાભાઈ ST બસમાં ટેક્નિકનીશયનની કોઈ જોબ કરતાં એટલે બસનો પાસ મળે. અને જ્યાં બાબાસાહેબનો કાર્યક્રમ હોય ત્યાં પહોંચી જતા. અમદાવાદમાં તેમના આંબેડકર સાહિત્યના એક વિદ્વાન મિત્ર હતા. માધાભાઈ તેઓને ઘણી વાર મળવા અમદાવાદ આવતા. એ મિત્રે માધાભાઈનું ધ્યાન દોર્યું અને ગીતકાર તરીકે દુરદર્શનમાં દાવો કરવા કહ્યું. માધાભાઈએ એ પ્રમાણે દુરદર્શનમાં એફિડેવિટ કરી ગીત પર પોતાનો દાવો રજૂ કર્યો. પેલા મિત્રે પોતાના તરફથી પણ એક એફિડેવિટ આપી કે મારા #જ્યોતિ નામના સામાયિકમાં માધાભાઈ વાવેચાનું ગીત છપાયું છે અને આ “બંધારણવાળો બાબો” તેમનું જ ગીત છે.
“માધવ ગુણ ગાય રાખી હૃદયમાં ઉમંગ….”
ગામ. પાટણવાવ.. તા. ધોરાજી.. જી. રાજકોટ.. નાં વતની…

પછી માધાભાઈ વાવેચાને દુરદર્શનમાં બોલાવ્યા અને તેમને આ ગીત ગવડાવ્યું અને એ વખતે ૫૦૦ રૂ. દુરદર્શને આપ્યા. આમ, માધાભાઈનું ગીત છે એવું સ્થાપિત થયું.

માધાભાઈ વાવેચા ગુરુ બ્રાહ્મણ હતા. ગત વર્ષે નિધન પામ્યા. એમની ઈચ્છા મુજબ જ બૌદ્ધ વિધિથી તેમની અંતિમ વિધિ થઈ.

માધાભાઈ વાવેચાને પાનો ચડાવી, તેમની પાસે એફિડેવિટ કરાવી, પોતાના સામયિક “જ્યોતિ”માં આ ગીત છપાયું છે તેવી એફિડેવિટ કરી આપનાર, અને ‘બાંધરણવાળો બાબો’ના ગીતકાર છે તેવી ઓળખાણ અપાવનાર, માધાભાઈના એ વિદ્વાન મિત્રનું નામ છે ડૉ. પી. જી. જ્યોતિકર.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

વધુ માહિતી માટે ડૉ. પી. જી. જ્યોતિકરનો સંપર્ક કરવા વિનંતી.
આ પોસ્ટ સાથે બંધારણવાળો ગીત આપું છું, તે સાંભળજો અને માધાભાઈ વાવેચાને યાદ કરી શ્રદ્ધાંજલિ આપજો.

કૌશિક શરૂઆત
જય ભારત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.