૭/૧૪ – લલ્લુભાઈ જેવા વિરો દરેક પછાત સમાજમાં છે

Wjatsapp
Telegram

ક્રાંતિકારી પોસ્ટ
આજની ૧૪ પોસ્ટમાંથી ૭મી પોસ્ટ

ઈ.સ. ૧૯૩૦માં લલ્લુભાઈ દુધાભાઈ મકવાણાએ “નવયુવક” નામનું છાપું શરૂ કર્યું હતું.

હવે,
આમાં ક્રાંતિકારી છાપું નથી, પણ સમય છે. તમે પોતે વિચારો કે,

  • ૧૯૩૦માં દલિતોમાં સાક્ષરતા કેટલી હશે?
  • વાંચી શકે એવા લોકો કેટલા હશે?
  • મોટેભાગે આખા ગામમાંય એક દલિત ના મળે કે જેને અક્ષરજ્ઞાન હોય અને એવા સમયે કોઈ દલિત છાપું શરૂ કરે એ કેટલી હિંમત અને દીર્ઘદ્રષ્ટિવાળું કામ કહેવાય!!

છાપું ખરીદે કોણ?
વાંચે કોણ?
સમજે કોણ?
બોલો! આજે આપણે પછાત સમાજ માટે છાપું શરૂ કરવું હોય તો વિચાર કરવો પડે અને લલ્લુભાઈએ ૧૯૩૦માં છાપું શરૂ કર્યું હતું. પછાતોના પ્રશ્નોને વાચા આપવા.

આમ,
દીર્ઘદ્રષ્ટા આંબેડકરવાદીઓના પ્રયાસોથી આજે આપણે બાબાસાહેબનો રથ આટલે સુધી આગળ લાવી શક્યા છીએ, તેને હજુ આગળ વધારવાનો છે.

કૌશિક શરૂઆત
જય ભીમ

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આજે તમારા પ્રયાસોની કદર થાય કે ના થાય, કોઈ સાથ આપે કે ના આપે, લોકો મજાક ઉડાવે, ટીકા-ટિપ્પણી કરે, એની ચિંતા કર્યા વગર, બિન્દાસ્ત કામ કરો. ઈતિહાસમાં તમારી નોંધ અવશ્ય લેવાશે અને તમારા પ્રયત્નોના લીધે જ સમાજ આગળ વધશે.

નોંધ : દાખલો દલિત સમાજનો આપ્યો છે, પણ લલ્લુભાઈ જેવા વિરો દરેક પછાત સમાજમાં છે. તેમાંથી પ્રેરણા લઈને આજે સાહસિક પગલાં ઉપાડવાની જરૂર છે. સવર્ણ હિંદુઓના પ્રભાવથી મુક્ત છાપું શરૂ કરવાની જરૂર છે.

માહિતી સાભાર : ડૉ. કલ્પેશ વોરા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.