GSRTC સેવાનો ડીજીટલ અનુભવ

નીતિન વાઘેલા
૭૯૯૦૫૪૫૫૦૪
૨૦ ઓક્ટોબરના રોજ બેસતા વર્ષે રાતે ૯:૫૦ સમયે, ચોટીલા હાઈ-વેથી હું અને મારા ફ્રેન્ડસ, એમ કુલ પાંચ જણા GSRTCની બસમાં ફરવા ગયા અરે સીટ ના મળતાં ઉભા ઉભા ગયેલ. સવારે ૭ વાગે બસ પહોંચી. બહુ જ થાકી ગયા. મિત્રોએ કીધું, “યાર રીટર્નનું બુકિંગ કરાવી લે” એટલે અમે ઉદયપુર ઉતરીને તરત જ બસ સ્ટેશનમાં ઈન્કવાયરીઓફિસમાં બુકિંગ માટે કીધું તો ત્યાના ઓફિસરે ચોખ્ખી ના કહી દીધી કે ગુજરાતની બસનું બુકિંગ અહી ના થાય.એ તમારે ગુજરાતમાં જ કરાવવું પડે. એટલે ત્યાંથી ST સ્ટેશનમાં હતી એટલે ત્યાંના કંડકટરને કીધું, “બુકિંગ કર્ચું છે.” તો તેમણે પણ ના પાડી. ને કીધું કે ગુજરાતમાં જ થશે. ને ત્યાંથી ગયા ને રૂમ બુક કરાવી, ફ્રેશ થઇ, આરામ કર્યો. વિચાર્યું કે સાંજે બુકિંગ કરી લઈશ. આખો દિવસ ફર્યા તો રાતે પણ ઊંઘ આવી ગઈ. બુકિંગ ના થયું. બીજા દિવસ ૨૩ ઓક્ટોબર સવારે ત્યાંથી ચિત્તોડગઢ જવા નીકળ્યા. ત્યાંની બસમાં બેઠાં બેઠાં વિચાર આવ્યો બુકિંગ કરી લઉં. મેસેજ પણ તરત આવી ગયો. સીટ કરીને જોયું તો ૬ સીટ છેલ્લી બાકી હતી. તો ફટાફટ બુકિંગ કરી. મેસેજ પણ તરત જ આવી ગયો. એકાઉન્ટમાંથી પૈસા તરત કટ થઇ ગયા. મિત્રોને વાત કરી કે ટીકીટસ બુક થઇ ગઈ, હવે ચિંતા નહિ.બુકિંગ ચેક કર્યું તો સીટ જે બુક કરી હતી તે રીઝર્વ પણ થઇ ગઈ હતી અને રીટર્ન ચિત્તોડગઢથી ઉદયપુર આવીને ૨૩ ઓક્ટોબર રાત્રે ૯ વાગ્યાની બસ હતી. “રાજકોટ – નાથધ્વારા” અને બીજી સરખી જ બસ ૮ વાગે પણ આવે પણ બુકિંગ હતું ૯ વાગ્યા વાળીનું. તોય મેં ૮ વાગ્યાવાળીનું રીઝર્વેશન ચાર્ટ ચેક કર્યું. તેમાં નામ નોહતું એટલે ફાઈનલ કે ૯ વાગ્યા વાળી બસમાં જ નામ હશે.બસ આવી, સીટ પર બીજું કપલ હતું તેમને મેં કીધું કે “મારી સીટ બુક છે મેસેજ જોઈ લો” તો લેડીજે તેનાં પતી સામે જોયું. તેના પતિએ ટીકીટ માંગી. મેં કીધું ઓનલાઈન બુક કરાવી છે. મેસેજ જોઈ લો તો તે ના માન્યા એટલે હું કંડકટર પાસે ગયો ને તેમને વાત કરી. એમણે રીઝર્વેશન ચાર્ટ જોયું અને કીધું. “આમાં તો ૨૩ સુધી જ ટીકીટસ બુક છે.” મારી ૨૫, ૨૬, ૨૭, 28, ૨૯ બુક કરાવેલી હતી તે બુક જ નથી. મેં કીધું આ મેસેજ જોઈ લો. હું કઈં ખોટું બોલું છુ. મારું બુકિંગ છે ને પૈસા પણ કટ થઇ ગયા છે. એટલે તેમણે મણે કીધું સીટ નંબર મેસેજમાં છે? બસ નંબર મેસેજમાં છે? ખાલી ટ્રાંજેકશનનો જ મ્સેજ હતો. એમાઉંટ કટનો. અમને ખે તે ના ચાલે. તેમને કે આગળના દિવસે એટલે કે ૨૨ ઓક્ટોબર રીઝર્વેશન ચાર્ટ પ્રિન્ટ કાઢી લીધી પછી રીઝર્વેશન થાય જ નહિ. તમારું કેમ થયું ખબર નહિ. પણ તમે એપ્લાય કરજો. તમારી રકમ રીફંડ મળી જશે. અત્યારે તમે રોકડા પૈસા આપી બીજી ટીકીટ લઇ લ્યો. વચ્ચે બેસી જાઓ. આગળ જતાં ખબર પડી અમારી બુકિંગ સીટમાં GSRTC ના કોઈ અધિકારી બેઠાં હતાં અને તેમણે મણે કીધું, “તમે એપ્લાય કરશો એટલે રીક્વેસ્ટ મારી પાસે જ આવશે.” એટલે મણે એવું લાગે કે તેમણે જ મારી સીટ કેન્સલ કરી છે. કારણ કે તેમણે પણ ફેમિલીમાં હતાં અને બસ ફુલ હતી. બીજું કે બુકિંગ કરાવી તરત જ ચેક કર્યું હતું સીટ અનઅવેલેબલ થઇ ગઈ હતી. તો પછી આવું કેમ થયું? હવે હું તો છતાં સીટે પૈસા કપાઈ ગયેલ હોવા છતાં બીજા પૈસાથી હેરાન થતો થતો ગયો એનું શું? મેં કંડકટરને કીધું કે તમે આગળના દિવસે ૨૪ કલાક પહેલા પ્રિન્ટ કાઢતાં હો તો સીટ ખાલી ના દેખાય ને ઓનલાઈન, અવેલેબલ દેખાશે તો લોકો સીટ બુક કરવાનાં જ ને? બહુ જ ખરાબ સર્વિસ કહેવાય GSRTC ની.
તારીખ ૩0 ઓક્ટોબરે કપાયેલ રકમ પરત મળી.
Do you know about ownwer of volvo bus?
Ask the gsrtc. Volvo buses are not belongs to gsrtc.
Find out the owners.