ગુજરાત પોલીસ | સોશિઅલ મીડિયામાં સત્ય લખવા બદલ કૌશિક પરમાર(શરૂઆત) વિરુદ્ધ આ 7મી અરજી, 2જી નોટિસ

કૌશિક પરમાર કે જેઓ સોશિઅલ મીડિયામાં હિન્દૂ ધર્મના નામે ચાલતા પાખંડ, ઢોંગ, ધતિંગ અને ધાર્મિક પુસ્તકોમાં સાવ કચરો કહેવાય તેવા લખાણો લોકો સમક્ષ ઉજાગર કરે છે તેમના વિરુદ્ધ આ 7મી અરજી થઈ છે.

અમદાવાદ આયબર ક્રાઈમ દ્વારા ગઈકાલ તારીખ 14 સપ્ટેમ્બર 2020ના રોજ “સમજયાદી” નોટિસ આપવામાં આવી છે અને તેમના વિરુદ્ધ થયેલ સાયબર ક્રાઈમ અરજીનો જવાબ લખાવવા 3 દિવસમાં હજાર થવા જણાવ્યું છે.
ભારતની કઈ IPC, CRPC કે બંધારણની કલમમાં જોગવાઈ છે કે અરજીના નામે કોઈને પોલીસ સ્ટેશન બોલાવી શકાય? ગુનો બનતો હોય તો ગુનો નોંધવાનો હોય અને આરોપીને કોર્ટમાં હાજર કરવાનો હોય. જો ગુનો ના બને તો યોગ્ય કારણ દર્શાવી અરજી ફાઇલ કરવાની હોય. પણ ગુજરાત પોલીસ પોતાના જ અલગ કાયદાઓ બનાવીને તે પ્રમાણે વર્તી રહી છે.
આ પહેલા કૌશિક પરમારને વલ્લભ વિદ્યાનગર(આણંદ), ગોધરા પોલીસ સ્ટેશનથી પણ અરજી માટે બોલાવવામાં આવ્યા હતા. અને અમદાવાદ સાયબર ક્રાઈમ સાથે કુલ 3 પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આવું કાયદા ઉપરવટ વર્તન કર્યું છે.

હાલ તો કૌશિક શરૂઆત વકીલ મિત્રો પાસેથી કાયદાકીય સલાહ લઈ રહ્યા છે અને ગુજરાત પોલીસના આવા મનસ્વી વર્તન વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા આયોજન કરી રહ્યા છે.
આ પહેલા ગોધરા પોલીસની નોટીસનો શુ જવાબ આપ્યો હતો? તર જાણવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
