93 – જેમ મોહનદાસ ગાંધી દોગલા વિચારો ધરાવતા હતા તેવું જ તેમના અનુયાયીઓ આજે કરી રહ્યા છે

આજે ૯૩મો દિવસ
૨૨ જાન્યુઆરી ૨૦૨૦
બુધવાર
આજે ગાંધીયનો ક્યાં મરી ગયા?
મોહનદાસ કરમચંદ ગાંધી જેવો ઓવર રેટેડ (હદ વગરનું મહત્વ આપવું) માણસ ભારતના આઝાદીના ઈતિહાસથી લઈ આજ સુધી, બીજો કોઈ નહિ હોય.
- આઝાદીના આંદોલનની સ્ટડી કરો તો તમને અસંખ્ય લોકોનું યોગદાન તેમાં છે, તે જાણ થશે. પણ પ્રચાર પ્રસારણ માધ્યમો અને કોંગ્રેસી સરકારોએ ગાંધીને પોસ્ટર બોય બનાવી વર્ષો સુધી પોતાનો ધંધો ચલાવ્યો.
- ગાંધી વિચારો જો ખરેખર વાસ્તવિક હોત તો રોજ તેના સમર્થકોની સંખ્યા પહેલા કરતાં પણ વધારે હોત.
- આજે ગુજરાતમાં અને પુરા દેશમાં અસંખ્ય આંદોલનો ચાલે છે, તેની આગેવાની ગાંધીયનો લેતા હોત.
- RSS નું “ભારતીય કિસાન સંઘ” વાત ખેડૂતોના હિતની કરે, આંદોલનના નાટકો કરે, પણ વોટ ભાજપમાં નંખાવે, તે જ રીતે આ ગાંધીયનો, ભૂતકાળમાં કોંગ્રેસ સરકાર સામે આંદોલનના નાટકો કરતા અને વોટ કોંગ્રેસમાં નંખાવતા.
- ગાંધીયનો પ્રજાના પ્રશ્નો ઉપાડવાનું તો દૂર પોતાની સંસ્થાઓનું ભગવાકરણ પણ રોકી શક્યા નથી.
- હમણાં જ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ #CAA #NRC વિરુદ્ધમાં પતંગ ચગાવતા, પોલીસ કેમ્પસમાં ઘુસી ગઈ હતી. ગાંધીયનોએ શુ ઉખાડી લીધું? પરમિશન વગર પોલીસ કેમ્પસમાં કેવી રીતે ઘુસી? અને પછી વિદ્યાપીઠે પોલીસે પર આગળ શું કાર્યવાહી કરી?
- આજે મુસ્લિમો CAA NRC વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે, તેમાં ગાંધીયનો ક્યાં છે?
- દલિતો પર જે રોજ અત્યાચાર થાય છે, તેમાં ગાંધીયનો ક્યાં છે?
- કેવડીયામાં આદિવાસીઓની જમીન-રોજગાર છીનવાઈ રહ્યા છે, તેમાં ગાંધીયનો ક્યાં છે?
- જે આરક્ષણ માટે ગાંધીએ પ્રોમિસ આપ્યું હતું, તે આરક્ષણ બચાવવામાં અને તેની સાચી સમજ સવર્ણ હિંદુઓને આપવામાં, ગાંધીયનો ક્યાં છે?
ગાંધીયનો આજે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કદાચ આજે ગુજરાતનું સૌથી ડરપોક જમાત હોય તો તે ગાંધીયનો છે.
જો ગાંધીયનો લોકો વચ્ચે નથી તો ક્યાં છે?
- ગાંધી સંસ્થાઓએ નેતાઓ પેદા કરવાનું બંધ કરી દીધું છે અને NGO ચલાવી, એવોર્ડ મેળવનાર લોકોની આખી એક જમાત ઉભી કરી છે.
- સરકારના રૂપિયે (પ્રોજેકટ) જેનું ઘર ચાલતું હોય એ સરકાર સામે કેવી રીતે પડે.
- પીડિત, શોષિતના નામે NGO બનાવી ગુજરાતના કોઈ એક ખૂણામાં સંસ્થાઓ સેટ કરી રહ્યા છે.
- અવનવા એવોર્ડ ભેગા કરી રહ્યા છે.
- મીડિયામાં ધાર વગરના બુઠ્ઠા આર્ટિકલ લખી રહ્યા છે.
- સરકારની સીધી ટીકા કરવાને બદલે, લોકો વચ્ચે જવાને બદલે, ઘરમાં બેસી ફૂંફાડા મારી રહ્યા છે.
- અમૂકે તો ભગવા હિંદુ આતંકવાદ સાથે સમાધાન પણ કરી લીધું છે.
જેમ મોહનદાસ ગાંધી દોગલા વિચારો ધરાવતા હતા તેવું જ તેમના અનુયાયીઓ આજે કરી રહ્યા છે.
- જર્નાલીજમ ડિપાર્ટમેન્ટ, ગુજરાત યુનિવર્સીટીમાં એક કહેવાતા ગાંધીપ્રેમી છે. જેણે વર્ષો સુધી SC-ST ની ફ્રી શિપ યોજના લાગુ નોહતી કરી.
- અને આ જ ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ પરીક્ષાનું પૂરું પરિણામ જાહેર કરવાને બદલે અડધું પડધુ, મનમુજબ પરિણામ જાહેર કરે છે.
(ગાંધી આમેય ક્યાં પારદર્શી માણસ હતા! જે એમના અનુયાયીઓ પણ હોય. એમના બ્રહ્મચર્યના પ્રયોગોના નામે બીભત્સતા, શુ આપણે નથી જાણતા? પુના પેકટના નામે પછતોને હંમેશ માટે પછાત બનાવી રાખવાની વર્ણવાદી હિંદુ ગાંધીની વૃત્તિ શું આપણે નથી જાણતા?)
કાર્લ માર્ક્સ, ડૉ. બાબાસાહેબ, શહીદ ભગતસિંહ, માન્યવર કાંશીરામ, ગૌતમ બુદ્ધ, ઈ. વી. રામસામી પેરિયાર, વિગેરે વિચારકો હતા. તેમના મૃત્યુ બાદ ફક્ત તેમના વિચારો વાંચીને લોકો તેમના રસ્તે ચાલતા થયા અને દિવસે દિવસે સમર્થકોની સંખ્યા વધવા લાગી. જ્યારે ગાંધીનું તેનાથી ઉલટું થયું. જીવતા જેટલા સમર્થકો હતા એનાથી ઘણી મોટી સંખ્યામાં આજે સમર્થકો ઘટી ગયા છે.
ગાંધીને ફક્ત સરકારી કાર્યક્રમ અને ગાંધી સંસ્થાઓ જ, અને એ પણ અમુક દિવસે જ યાદ કરે છે. જ્યારે અન્યોની ઉજવણી, વિચારો પર ચર્ચા, મિટિંગો થાય છે.
ગાંધી, સાવરકર ફક્ત જે તે પાર્ટી સુધી સીમિત છે. આ લોકો વિચારકો નથી, જે તે પાર્ટીના એજન્ડાના ભાગ છે, જરૂરિયાત છે.
– કૌશિક શરૂઆત
જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીઓમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?
નોંધ : મીડિયા અને સરકારના વેન્ટિલેટર પર જીવે છે ગાંધી, વેન્ટિલેટર હટાવો તો મોહનદાસની ઔકાદ ખબર પડે.