95 – મોડાસા પ્રકરણ | જ્યાં સુધી તમે હિંદુ છો ત્યાં સુધી જાતિ રહેવાની

Wjatsapp
Telegram

આજે ૯૫ મો દિવસ
૨૪ જાન્યુઆરી ૨૦૨૦
શુક્રવાર

મોડાસાના ક્ષત્રિય ભરવાડ સમાજે રેલી કાઢીને માફી માંગવી જોઈએ, બળાત્કારીઓને સમર્થન આપવા બદલ, જેઠા ભરવાડની આગેવાનીમાં.

સાથે સાથે ખંભીસર ગામના પટેલોએ પણ એક ભજન રેલી કાઢવી જોઈએ, જાતિવાદી સરપંચની આગેવાનીમાં

હિંદુઓમાં જાતિ એ અભિન્ન અંગ છે, જ્યાં સુધી તમે હિંદુ છો જાતિ રહેવાની બઅને જાતિ રહેવાની એટલે તમને તમારા સમાજ પરના અત્યાચારો દેખાય પણ અન્ય હિંદુ જાતિ પરના અત્યાચારો ના દેખાય.

 • ભારતના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વિકસતી નથી એનું મુખ્ય કારણ આ જાતિ જ છે.
 • મારા સમાજનું ગૌરવ, મારા સમાજનો બેરોજગાર, મારા સમાજ પર અત્યાચાર, વિગેરે ભાવના હિંદુઓમાં સહજ રીતે હોય છે.
 • ખોટી એટ્રોસિટીની બુમો પડતા સવર્ણ હિંદુઓ, અસલી એટ્રોસિટીના સમર્થનમાં રેલી, ધરણા, પ્રદર્શન કરતા નથી. અરે ત્યાં સુધી કે સોશિઅલ મીડિયામાં પણ કાંઈ લખતા નથી.
 • ખાંભીસરમાં વાત બસ એટલી જ હતી કે અમે પટેલ, પટેલ બહુમતી ગામ અને અમે દલિતને વરઘોડો ના કાઢવા દઈએ, રસ્તામાં બેસી ભજન કરી રસ્તો રોકીએ.
 • કેમ? દલિત એ હિંદુ નથી હવે?
 • કે ફક્ત મુસલમાનો જોડે લડવા અને વોટ લેવા જ હિંદુ ગણવાનો? પછી પાછો એ જ, હિંદુ અધર્મની વર્ણ, જાતિ વ્યવસ્થામાં સૌથી નીચે બેસાડી દેવાનો?
 • તમે વિચારો કે આમાં માણસ તરીકે કેટલું નૈતિક અધઃપતન કહેવાય કે ફક્ત જાતિના લીધે વરઘોડો નથી કાઢવા દેતા અને એય પાછો બીજા ધર્મનો નહિ, એમના જ ધર્મનો વ્યક્તિ હોય તોય.
 • પોલીસ પ્રોટેક્શન હોવા છતાં, DySP પોતે પટેલ હોવાથી યોગ્ય કાર્યવાહી ના કરે.
 • જે દલિતોનો વરઘોડો રોક્યો, પોલીસ તેમના ઉપર જ કેસો કરે.
 • DySP ફાલ્ગુની પટેલ પર કાર્યવાહી કરવાની બદલે સરકાર પ્રમોશન આપે.
 • દલિતની જગ્યાએ મોદી આવવાનો હોત અને આખું ગામ વિરોધ કરત તો બધાને એકસાથે ડિટેઈન કરી લેતા. (કેવડીયામાં હજારો આદિવાસીઓને ડિટેઈન કરે જ છે ને!!)
 • પણ આ દલિત છે એટલે કોઈને ડિટેઈન નહિ કરવાના, ભજન કરવા દેવાના, અને દલિતના વરઘોડા પર લાઠીચાર્જ કરવાનો.

સાલું! ભારતમાં તો પોલીસતંત્ર પણ જાતિવાદી છે.

ડિટ્ટો આવો જાતિવાદ મોડાસા બળાત્કાર પ્રકરણમાં જોવા મળે.

 • છોકરી ગાયબ તો ફરિયાદ ના લે.
 • લાશ મળી તો FIR ના લે.
 • આખા રાજ્યમાં કેન્ડલ માર્ચ નીકળે, ટ્વીટર પર નેશનલ ટ્રેન્ડ થાય, આખો દેશ જાણે ત્યારે લાશને પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદ મોકલે.
 • લાશ પોસ્ટ મોર્ટમ રૂમમાં હોય અને સોશિઅલ મીડિયામાં એના PM રિપોર્ટ ફરતા થઈ જાય. છોકરીએ આત્મહત્યા કરી, બળાત્કાર નોહતો થયો, એવા મેસેજો વાઇરલ થાય.
 • બળાત્કારના આરોપીના સમર્થનમાં, એની જાતિના ક્ષત્રિય અને ભરવાડ સમાજના લોકો રેલીઓ કાઢે.
 • જેઠા ભરવાડ જેવા રાજકીય, સામાજિક વગ ધરાવનાર નેતા, બળાત્કારીઓના સમર્થનમાં બયાનબાજી કરે.
 • વળી, કોઈ એક સંગઠનનો લેટર પેડ પણ બળાત્કારીઓના સમર્થનમાં ફરતો થાય.
 • કારણ ફક્ત એટલું જ કે, બળાત્કારી ભરવાડ સમાજનો છે, આપણા સમાજનો છે.

ખરેખર તો ક્ષત્રિય, ભરવાડ, પટેલ સમાજના સમજુ લોકોએ આવા લોકોનો વિરોધ કરવો જોઈએ. જાહેરમાં બળાત્કારીઓના સમર્થકોને વખોડી નાંખવા જોઈએ. સંગઠનો અને ધામોએ જાહેરમાં ટીકા કરી, સમગ્ર સમાજને આવા જાતિવાદી તત્વોથી અલગ કરવા જોઈએ.

ખાંભીંસરના પટેલોનો તો પટેલોએ જ સામુહિક બહિષ્કાર કરી દાખલો બેસાડવો જોઈએ કે સમગ્ર પટેલ સમાજ આવા તત્ત્વોનો વિરોધ કરે છે.

પણ, આવું કોઈએ ના કર્યું.

– સાલું! બળાત્કારમાય જાતિ જોવાની? આવો બેજોડ ગુણ, ભારતના હિંદુઓ સિવાય આખા વિશ્વમાં કોઈનમાંય જોવા મળતો નથી.

કેવી નીચ, હલકી માનસિકતાવાળા છે આ હિંદુઓ અને તેમનો હિંદૂ અધર્મ!!

આ હિંદુઓએ અગાઉ ઉન્નાવ અને કઠુઆમાં પણ બળાત્કારીઓના સમર્થનમાં રેલીઓ કાઢી હતી અને આગળ પણ કાઢશે, આ જ તેમનો ધર્મ શીખવાડે છે.

બળાત્કારીને બચાવો, બળાત્કારીને પુજો.

હિંદુ ધર્મ ગ્રંથોમાં કેટલાય દેવતાઓ, ઋષિમુનિઓ, સંતો, મહંતોએ બળાત્કાર કરેલાના દાખલા છે, અને જે આજે પણ પૂજાય છે.

હિંદુઓનો સૌથી પવિત્ર અને અપૌરુશિય ગ્રંથ ઋગ્વેદમાં જેને દેવતાઓનો રાજા કહ્યો છે તે ઇન્દ્રના ભારોભાર વખાણ કર્યા છે, અને આ ઈન્દ્ર પોતે એક બળાત્કારી છે.

૫૦૦૦ વર્ષોથી બળાત્કારીઓને પૂજવાનો રિવાજ હોય તેઓ પાસેથી માણસાઈની અપેક્ષા રાખવી નકામી છે. આ ધર્મના નામે અધર્મને ખતમ કર્યા વગર ભારતમાં સમાનતા, એકતા, બંધુતા શક્ય નથી.

હિંદુ ધર્મ ગ્રંથો, બંધારણ વિરોધી છે. આ હિંદુ ધર્મ ગ્રંથો નષ્ટ કર્યા વગર આ દેશમાં શાંતિ ક્યારેય નહીં સ્થપાય.

કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

PM રિપોર્ટની હકીકતો.

ગુજરાતના અરવલ્લી જિલ્લાના સાયરા( અમરાપુર)ની 19 વર્ષીય કોલેજિયન ગર્લના અપહરણ, ગેંગરેપ અને હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પીએમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે 19 વર્ષીય કોલેજિયન યુવતી સાથે વારંવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. યુવતીના મૃતદેહના બીજા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેની સાથે હેવાનિયતની તમામ હદો પાર કરવામાં આવી હતી.

5 ડોક્ટરોની પેનલે આ રિપોર્ટ આપ્યો છે, જેમાં યુવતીને ઘસેડવામાં આવી છે, વારંવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેને ફાંસી પર લટકાવવામાં આવી છે. બીજી બાજુ આ મામલાની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ જણાવ્યું છે કે, પીડિતાના શરીર પર નિશાન મળી આવ્યા છે, જેમાં યુવતીને ઘસેડવામાં આવી છે, ત્યારબાદ તેના પર બળાત્કાર કરીને હત્યા કરી નાંખવામાં આવી છે. ઉપરાંત તેના ગળામાં ઈજાના નિશાનથી એવું લાગે છે કે તેને જબરજસ્તી ફાંસીએ લટકાવી દઈને મારી હતી. એ પહેલા તેને જમીન પર ઢસડી હતી અને પછી વડ પર લટકાવી દીધી હતી.

મળાશયના પોસ્ટમોર્ટમ રિપોર્ટ કંપારી છોડાવે તેવો છે. જેમાં મોટો ખુલાસો થયો છે કે, કોલેજિયન યુવતી સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. દલિત કોલેજિયન યુવતીને 5 જાન્યુઆરીએ તેના ગામમાં આવેલા વડના ઝાડ સાથે લટકાવવામાં આવી હતી. તેના મળાશયનો એક ભાગ બહાર નીકળી ગયો હતો. તેમજ તેના ડાબા સ્તન પર ઈજાના નિશાનો હતો અને સ્તનના ઉપરના ભાગે જોવા મળ્યા હતા. ઉપરાંત તેના ડાબા ખભા પર ઈજાઓના નિશાન હતા તથા ડાબા અંગૂઠા પર ઈજા થઈ હતી. ગળાના ભાગે નિશાન હોવાથી એવું સાબિત થાય છે કે તેને જબરજસ્તી ફાંસીએ લટકાવી દેવાઈ હતી. યુવતીને મારતા પહેલા તેને ઢસડવામાં આવી હતી. કોલેજિયન યુવતીની હત્યા કર્યા પહેલા તેને ઘસેડવામાં આવી છે અને ત્યારબાદ જબરદસ્તીથી ફાંસી પર લટકાવી દેવામાં આવી છે.

– સંદેશ ન્યુઝ વેબપોર્ટલ પરથી

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.