97 – રાજનીતિક પ્રજાતંત્રનાં મૂળિયાં જનજાતીય ગણતંત્રમાં છે

આજે ૯૭ મો દિવસ
૨૬ જાન્યુઆરી ૨૦૨૦
રવિવાર
લોકતંત્ર પર અરવિંદ અરહંતની પોસ્ટ.
રાજનીતિક પ્રજાતંત્રનાં મૂળિયાં જનજાતીય ગણતંત્ર (Tribal Republic)માં છે.
બુદ્ધ ના સમયે વજ્જીની જનજાતીય રાજય સંઘ
(Tribal confederacy) પર હુમલો કરીને અજાતશત્રુ વજ્જીની જનજાતીય રાજય સંઘ ને પોતાના સામ્રાજ્યમા ભેળવી દેવા માંગતો હતો.
હુમલો કરતા પહેલા અજાતશત્રુ બુદ્ધ પાસે તેમનુ મંતવ્ય મેળવવા માટે બ્રાહ્મણ દુતને મોકલીને બુદ્ધનો અભિપ્રાય જાણવા માંગતો હતો.
જયારે બ્રાહ્મણ દૂતે અજાતશત્રુ ની વજ્જીની ગણતંત્ર પર હુમલો કરીને તેને નેસ્તનાબૂદ કરવાની ઈચ્છા બુદ્ધ સમક્ષ મુકી ત્યારે બુદ્ધે આ વિચારને નકાર્યો અને પોતાનો ગણતાંત્રીક તર્ક નીચે મુજબ જણાવ્યો.
અજાતશત્રુએ બુદ્ધને પુછ્યુ મારા પાડોશી ગણતંત્ર પર હુમલો કરીને એને જીતવું છે તમે બતાવો મારે શું કરવું?
બુદ્ધે કહ્યુ- શું ત્યા ખરેખર ગણતંત્ર છે?
અજાતશત્રુ- હા ભંતે ત્યા ખરેખર ગણતંત્ર છે.
બુદ્ધ- શું ત્યા નિયમિત સમય પર ગણસંઘમા સભાઓ થાય છે?
અજાતશત્રુ- હા ભંતે થાય છે.
બુદ્ધ- શું ત્યા નિર્ણય બહુમતીથી લેવામાં આવે છે?
અજાતશત્રુ- હા ભંતે
બુદ્ધ- શું ત્યા બહુમતીથી લેવાયેલો નિર્ણય લાગું પણ કરાય છે?
અજાતશત્રુ- હા ભંતે એવું જ થાય છે.
બુદ્ધ- તો રાજન જયા સુધી ત્યા આવું થતું હોય એને કોઈ જીતી શકે નહી.
આજ લોકતંત્રની શકિત છે.
ભારતે જો અજય બનવું હશે તો ભારતે પોતાના લોકો માટે સાચા લોકતંત્રની વ્યવસ્થા કરવી પડશે.
સંદર્ભ:-મહા પરિનિર્વાણ સુત્ત
– ડો. અરવિંદ અરહંત
——————————————–
લોકતંત્ર જીવો તો લોકતંત્ર બચે.

બંધારણમાં, ભાગ ૩માં, અનુચ્છેદ-૧૨ થી લઈને અનુચ્છેદ-૩૫ મૂળભૂત હકો આપેલા છે.
પણ,
તમે આ અધિકારોનો ઉપયોગ જ ન કરો, તો બંધારણ હોય કે ના હોય, શુ ફરક પડે?
બંધારણ તમને “Freedom of Expression” નો અધિકાર આપે છે.
તો બોલો,
લખો,
ચિત્રો દોરો,
ગાઓ,
મેસેજ ફોરવર્ડ કરો.
પણ તમારા વિચારો વ્યક્ત કરો.
તાનાશાહો વિરુદ્ધ,
જાતિવાદ વિરુદ્ધ,
કોમવાદ વિરુદ્ધ,
૫૦૦૦ વર્ષથી ચાલતા હિંદુ આતંકવાદ વિરુદ્ધ,
ભ્રષ્ટાચાર વિરુદ્ધ,
સરકારની ખોટી નીતિઓ વિરુદ્ધ,
તમને જે યોગ્ય લાગે તે વિષય પર તમારા વિચારો વ્યક્ત કરો.
બંધારણમાં જે લખાયું છે, તેનું પાલન કરીશું, તેનો રોજબરોજની જિંદગીમાં ઉપયોગ કરીશું, તો જ બંધારણ બચશે.
– કૌશિક શરૂઆત
જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?
સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.