તમારી શ્રદ્ધા, અંધશ્રદ્ધા બને ત્યાં સુધી રાહ ના જોશો.

અંધશ્રદ્ધા
Wjatsapp
Telegram

તમારી શ્રદ્ધા, અંધશ્રદ્ધા બને ત્યાં સુધી રાહ ના જોશો.

અંધશ્રદ્ધા નું આવું જ છે. જ્યાં સુધી લોકો પોતાની શ્રદ્ધા અંધ છે, એવું સાબિત કોઈ જાગૃત લોકો દ્વારાના થાય ત્યાં સુધી પોતે પોતાની રીતે ક્યારેય વિચારવા આગળ આવતા જ નથી. એનું કારણ અંધશ્રધ્ધાળુ લોકો શ્રદ્ધાળુ હોવાના વહેમમાં હોય છે.જોકે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એક બીજાનો પર્યાયજ છે.શ્રદ્ધાળુ લોકો એવું માને છે કે જે થઇ રહ્યું છે, એ સાચું છે. એટલે આ અંધશ્રદ્ધા નથી. પણ અમારી શ્રદ્ધા છે અને એથીજ અમને ફળ મળે છે. હકીકત માં આવા ધાર્મિક ઠેકાણા , ભૂત ભગાડવાના દેકારા, કે ચમત્કારિક લાભ થવાના દેખાતા તોખારા હોય ત્યાં જેને તમે શ્રદ્ધા કહો છો એ બધી અંધશ્રદ્ધા જ છે.આવા અંધશ્રધ્ધાળુ ઓ ની સૌથી મોટી ખુબ છે કે એ લોકો ધાર્મિક બીકણ હોય છે. અને ચમત્કારિક લાભ મેળવવાના મહાલાલચુ હોય છે.     

  એક હજાર ગર્ભવતી મહિલાઓ ને કોઈ પણ વ્યક્તિ એવી બાધા આપીદે કે જા તારા પેટે દીકરાનો જન્મ થશે. હવે આગળના ખેલ ચાલુ થાય છે. એક સામાન્ય વ્યક્તિ સામાન્ય તર્ક લગાવે તો સમજી શકાય એમ છે, કે ગર્ભવતી મહિલાના ગર્ભમાં દીકરો હોય અથવા દીકરી હોય.. આ બે વિકલ્પ સિવાય ત્રીજું કઈ હોઈ ના શકે, એટલી તો અલ્પ બુદ્ધિને પણ ખબર પડે.              એનો અર્થ આવી બાધા પચાસ પ્રતિશત તો અહીજ પુરી થઇ જાય છે. એવું જરૂરી નથી કે એ હજાર મહિલાઓને દીકરીઓ જ આવાની હતી, કેટલીક મહિલાઓ ને દીકરાઓ પણ આવના હોય. એટલે જ સામાન્ય તર્કથી વિચારીશું તો સમજાશે કે કોઈ પણ બાપુ ,ભુવા, ભોપાની બધી બાધાઓ સફળ પરિણામ નથી આપતી એના માટે તેઓ મહિનાઓ સુધી  આસ્થા રાખી ને  રવિવાર કે પૂનમ ભરવાની માનતાઓ મનાવે છે. બાધા એટલે બાધા એમાં પછી બહાના ક્યાંથી આવે આના કારણે સફળતા ના મળી કે ફલાણી વિધિ હજુ કરવી પડશે તો જ બાધા ફળશે. આ બાધા બહાના છે હકીકત માં કુદરતી રીતે થતા કામને ભક્તો પણ બાધા અને બાધા આપવાવાળા ભુવા,કે બાપુ ને શ્રેય આપે છે. જો કોઈ ચમત્કારિક શક્તિ હોય તો હજારમાંથી ત્રણસોને સફળતા કેમ મળે બાકીના ને નહોતી મળવાની એવી ચમત્કારિક શક્તિને બાધા આપ્યા પહેલા ખબર નહોતી? એનો અર્થ આ બધું અંધાધૂંધ ચાલી રહેલા વેપલાની અંદર બંધ આંખો કરીને ફરતા પીડિત માણસને છેતરાવાનું સડયંત્ર  હોય છે.        

     હવે જોઈએ કેમ કહેવાતી કામત્કારિક જગ્યાઓ અને કહેવાતા ચમત્કારિક મસીહાઓની પ્રસિદ્ધિ વધતી જાય છે?     

   ઉપરના ઉદાહરણને ટાંકતા વિચારીયે તો એક હજાર મહિલાઓ માંથી ત્રણસો કે ચારસો મહિલાઓ ને ત્યાં દીકરાનો જન્મ થયો. તો આ બાધાની  સફળતા માની  લેવામાં  આવે છે. હકીકત માં હજારમાંથી બધી દીકરીઓ નહોતી જ આવાની એ પણ સચ્ચાઈ છે જ. જેમને આવી બાધાઓ પછી દીકરાના પધરામના થયા એ લોકો માટે આ મસીહા ભગવાન કરતા વિષેસ બની જાય છે. અને  તેઓ એમના જાહેરાત કરનારા  દલાલ  બની જાય છે. અને આવી એક જોગાનુજોગ મળેલી સફળતા ને જેતે બાધા આપવાવાળાની સિદ્ધિ માની લે છે. અને એની અસર ખુબ વ્યાપક બનતી જાય છે અને આમને આમ શ્રધ્ધાયુ લોકોના ટોળાં ઉમટીપડે છે.   

   બીજી તરફ જેમને બાધાથી કોઈ સફળતા મળી નથી એવા લોકો નસીબનો વાંક કાઢીને લમણે હાથ દઈને બેસી જાય છે. પણ કોઈ એવો તર્ક નથી કરતુ કે બાધા આપી જ છે, તો સફળતા પણ મળવી જ જોઈએ. અને બધાને સમાન સફળતા ના મળે તો આ બધું કુદરતી રીતે જે ચાલે છે એજ ચાલે છે કોઈ ચમત્કાર નથી.   

   જેમને કહેવાતી સફળતા મળી હોય એ જોરશોરથી પ્રચારક બની જાય છે. અને જેમને સફળતા નથી મળી એમને હકીકતમાં ટીકાકાર બનવું જોઈએ પણ એવું થતું નથી. કારણ કે અહીં નસીબને દોષ આપતી છટકબારી મળે છે. અને સૌથી મહત્વની બાબત આવા શ્રદ્ધાળુઓ ભુવા બાપુઓના વિરોધથી ચમત્કારિક રીતે મોટું નુકસાન થવાના કાલ્પનિક ડરથી ફફડતા હોય છે.  

  અને આવા ભુવા બાપુઓના જેવા ભોપાળા બહાર આવવાના ચાલુ થાય એટલે એમનાથી છેતરાયેલા અનેક લોકો બોલવાની હિમ્મત કરીને લોકો સમક્ષ આવે છે. હકીકતમાં જે લોકો ચૂપ રહ્યા છે એ લોકો પણ આવા ધંતીંગને પ્રોત્સાહન આપવાના ભાગીદાર તો છે જ.   

   તમે તમારી શ્રદ્ધાને પહેલા જ દિવસથી તર્કના ચાકડા ઉપર ચઢવતા રહો. જાગૃત લોકો એને અંધશ્રદ્ધા સાબિત કરે ત્યાં સુધી રાહ જોઈને પોતાની નજરમાં જ મૂર્ખ ના બનો.

Jitendra Dinguja 01 જીતેન્દ્ર વાઘેલા 

You may also like...

Leave a Reply

Your email address will not be published.