તમારા પિતાજીનું અવસાન થયું ને તમે ટકલુ ના કરાવ્યું?

કર્મકાંડ
કર્મકાંડ
Wjatsapp
Telegram

તમારા પિતાજીનું અવસાન થયું ને તમે ટકલુ ના કરાવ્યું?
કોઈના મૃત્યુ પછી એની પાછળ જે કર્મકાંડો કરવામાં આવે છે. એના ધાર્યા પરિણામની તાપસ કરવાની કોઈ રીત ખરી? કે કોઈ જાત અનુભવ વિના જ હઇસો હઇસો કરી સ્વીકારે જવાનું?


મને કોઈ એ કહ્યું પિતાજીનું દેહાંત થયું જાણીને દુઃખ થયું. તમને અને તમારા કુટુંબને એમની કમીને સહન કરવાની શક્તિ મળે .
ખચકાતા મને મને પૂછી પણ લીધું, તમારા પિતાજી મરી ગયા અને તમે ટકલુ નથી કરાવ્યું?
મેં કીધું ના.નથી કરાવ્યું.
તો ભાઈ એ કહ્યું આપણામાં તો રિવાજ છે ને ટકલુ કરવાનો.
મેં કીધું જોયું છે વર્ષોથી બધા ટકલુ કરાવે છે. મેં પણ દાદા,દાદી,કાકા,મામા અવસાન પામ્યા હતા ત્યારે ટકલુ કરાવ્યું હતું.પણ કેમ કરાવે છે એ નથી ખબર અને કરાવવાથી શું થાય અને ના કરાવવા થી શું થઇ જાય એ બાબત મારે ઉદાહરણ રૂપ જાતે અનુભવવી હતી.

જ્યાં સુધી હું ના અનુભવું ત્યાં સુધી હું બીજા ને આ પરંપરા છોડવા મોટી મોટી વાતો ના કરી શકું.હું ના કહી શકું કે આવા કર્મકાંડો છોડી દો, કારણ કે પહેલા મારે છોડવા પડે. અને મારે જાણવું પણ પડે કે હું પિતાજીના મૃત્યુ પછી કોઈ જ કર્મકાંડ ના કરું તો શું પહાડ તૂટી પડે છે? એ મારે જાતે જોવાનું રહ્યું.
મને એ ભાઈ એ પૂછ્યું તમે નાસ્તિક છો? મેં કહ્યું આવું વિચારનારને નાસ્તિક કહેવાય એવી મને ખબર નથી. પણ તાર્કિક જરૂર છું મને તર્ક ના સમજાય તો જાતે સમજવા પ્રયત્ન કરું છું. તમે મને નાસ્તિક કે અધર્મી કહી શકો છો મને વાંધો નથી. કારણકે ધર્મની પણ તર્ક વગરની માન્યતાઓ ને હું ફગાવતા અચકાતો નથી.
એ ભાઈ: તો ચાલો પિતાજીના અવસાનને એક મહિનો થયો તમને ટકલુના કરાવવાથી શું નુકસાન થયું કે શું ભોગવવાનું આવ્યું ? તો અમે પણ તમારી જેમ રિતીરિવાજોનાં પોપડા તોડી બહાર નીકળવાની હિંમત કરીયે.
હું: એજ કે જે લોકોને કોઈના મરણ પાછળ ટકલુ કેમ કરવાનું એ બાબતે તર્ક કરવાની ક્યારેય જરૂર નથી પડી એ લોકો માત્ર ટીકા કરવા ગમે તેમ કરીને સમય કાઢી લે છે, અને સમાજની આ ટીકાની બીકે જ હાલના સમય માટે અનુરૂપના હોય એવી પરંપરાઓ લોકો છોડી શકતા નથી.
આવા અનેક અનુભવો છે.

એક એક લખતો રહીશ. જેમ કે ૧૨ દિવસે ભજન કેમ ના કારવ્યું?
અસ્થિવિસર્જન હોય કે મોક્ષ માટે પિંડ મુકાવવાની વિધિ હોય દરેક માં તર્ક શોધીશું તો સમજાશે કર્મકાંડીઓ દ્વારા પકડાવી દીધેલી ટોટલી હમ્બક માન્યતાઓ.

એક વાર હિંમત કરી ફગાવી જુઓ કઈ કશું થવાનું નથી. મુખ્ય સમજ એજ કેળવવાની છે કે સ્વર્ગ, નર્ક, આજન્મનું પેલા જન્મમાં અને પેલા જન્મનું આ જન્મમાં મળવાનું કે ભોગવવાનું એવું કઈ હોતું જ નથી. આટલું સમજાશે પછી તર્ક ના રસ્તા ખુલવા લાગશે..
Jitendra Dinguja 01 જીતેન્દ્ર વાઘેલા

You may also like...

Leave a Reply

Your email address will not be published.