પાલિતાણાની યુવતીએ આત્મહત્યા કર્યાના એક મહિના બાદ આજે સ્યુસાઇડ નોટ મળી આવી

સમગ્ર ઘટના એવી છે કે,
એક મહિના પહેલાં ભાવનગરના પાલીતાણાની એક યુવતીએ પેટ્રોલ છાંટી દાઝીને આત્મહત્યા કરી હતી. જેના માટેના કોઈ ચોક્કસ કારણો મળતા નહોતા અને પરિવારને પણ કોઈના પર શંકા હતી નહિ. ત્યારે આશરે એક મહિના બાદ આજે અચાનક જ ઘરમાંથી યુવતીએ બુકનાં છ પાનાં લખેલી સ્યુસાઈડ નોટ આજે મળી આવી છે. જેને લઈને ફરીથી સમગ્ર મામલો ગરમાયો છે. આ સ્યુસાઇડ નોટ યુવતીના કપડાં મુકેલ હતા તે ચાદરની નીચેથી મળી આવી છે. સ્યુસાઇડ નોટમાં યુવતીએ ઉલ્લેખ કર્યો છે કે તે જ્યારે 2017માં સી.એમ. હાઈસ્કૂલમાં પેપર ચેક કરવા જતી હતી ત્યારે સી.એમ. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઘનશ્યામસિંહ તેણી ની સાથે ગેરવર્તન કરતા હતા તથા તેણી ના મોબાઈલમાં ફોન અને મેસેજ કરીને તેણી ને હેરાન કરતા હતા. તેણી ફોન કરવાની ના પાડતી તો તે પ્રિન્સીપાલ તેણીના ઘરે આવી જવાની ધમકી આપતો હતો. ઘણા સમયથી અવારનવાર આ પ્રિન્સીપાલ યુવતી પાસે બીભત્સ માંગણીઓ કરતો હતો અને યુવતીને માનસિક ત્રાસ આપતો હતો તેમ યુવતીએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે. આ સ્યુસાઇડ નોટ મળી આવતા યુવતીના પિતાએ આજે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈ પોલીસે એટ્રોસીટી એક્ટ તથા કલમો 3(1c),3(1v) મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી જાથ ધરી છે.