અખાત્રીજ એટલે વણજોયું શુભ મુહૂર્ત

શુભ મુરત જ્યાદા સાવધાન.
અખાત્રીજ એટલે વણજોયું શુભ મુહૂર્ત
અનેક લોકો સ્વર્ગીય લગ્ન કરવાના તો કોઈક લગ્ન માં મ્હાલવા સ્વપ્ન જોઈ રહ્યા હતા. લાખો રૂપિયા ખર્ચ કરવા ની શરૂઆત થઈ ગઈ હતી. કોઈના મામાં માંશી ભાઈ બહેન પુત્ર કે પુત્રીના લગ્ન થવાના હતા.
લોકો કે જેઓ જીવનમાં ક્યારેય પોતાના સારા માઠા પ્રસંગે ગર્ભ શ્રીમંત સંસ્કાર, જનમ, બાબરી, નામકરણ, રાશી, કુંડળી, ગ્રહ દશા અને લગ્ન મરણ ગ્રહ પ્રવેશ કોઈ મોટી ખરીદી અંગે મુહૂર્ત અને શુભ ચોઘડિયા જોયા વિના આગળ વધતા નથી. તેઓ પણ સારો દિવસ અને સારું મુહૂર્ત પોતાના ફેમિલી કે એક્સપર્ટ મુહૂર્ત જોનાર પાસે કઢાવી આ વર્ષે એપ્રિલ ૨૦૨૦માં લગ્ન કરવા માગતા હતા.
આમ તો મુહૂર્ત જોનાર વ્યવસાઇક ધોરણે કામ કરે છે. તેઓ પોતે ક્યારે ફ્રી છે તેનું પણ તેઓ ધ્યાન રાખતા હોય છે.ધાર્મિક ઉત્સવોના મહિનામાં લગ્નનું અને લગ્નના મહિનાઓમાં ધર્મનું મુહૂર્ત તેઓ કાઢતા કે રાખતા નથી જેથી તેઓને કામ અને દક્ષિણા મળતી રહે.

તમોએ જ બનાવેલ કુંડળી અને ગ્રહ દશા જોઈ આ વર્ષે પણ અખાત્રીજ અને અન્ય શુભ મુહૂર્ત નક્કી કરી લગ્ન નક્કી કરી ખર્ચાઓ ચાલુ કરાયા હતા. અને કોઈએ કરોના ગ્રહ નડશે કે કરોના શાંતિ પાઠ કરવા પડશે તેવી આગાહી કરી નહોતી.
આવું તેઓને ક્યારેય ખબર ના પડે. સાચી વાત છે. આ કુંડળી અને ગ્રહ દશા અને મુહૂર્ત ફકત અને ફકત કમાવાના સાધન માત્ર છે. જો મુહૂર્ત જોઈ મુંબઈ લોકલ ટ્રેન ચાલતી હોય તો કોઈ વ્યક્તિ સમયસર કામે પહોંચે જ નહિ.
જો તેઓ ભવિષ્ય અને શુભ્ભાશુભ જોઈ શકતા હોત તો શું તેઓને આ નહોતી ખબર કે આશરે ૪૦૦૦ યુવાનો અને તેટલીજ યુવતીઓના લગન આ વર્ષે અખત્રીજ ના રોજ થઈ શકશે નહિ. ? શું દરેક યુવક યુવતીઓ ના થઈ ૮૦૦૦ મુહૂર્ત જોનાર તમામ ખોટા જ હતા તેવું આથી જનાઈ આવે છે. હજુ મે ના મુહૂર્ત કાઢનાર ના લગન ઠાઠ થી કે ૨ કે ૫ હજાર લોકોને બોલાવી કે રોડ ઉપર નાચતા કૂદતાં ટોળામાં કરી શકાશે નહી.
એટલે કદાચ હવે ટોળા શાહી, ભભકો દેખાડો અને ગ્રાન્ડ રિસેપ્શન વરઘોડા વગર જીવવા ની આદત પણ પાડવી રહી. સારી બાબત તો એ છે કે લાખો નહિ અબજો રૂપિયા એક સીઝન માં થતા લગન ના ખોટા ખર્ચ થતા બચી જશે. આમ કરોના પોઝિટિવ અસર પણ સારી ગણાશે.
ઈવન મુહૂર્ત કઢનારને એટલી તો ખબર પડવી જોઈએ કે આ અખાત્રીજ ના દિવસે કોઈને લગન દાન દક્ષિણા મળવાની નથી. તો શા માટે કોઈને મુહૂર્ત કઢાવી ખર્ચના ખાડામાં ઉતારવા. એટલુંય ના કરી શક્યા. એક ભાઈ તો કરોનાની કુંડળી બનાવતા હતા. તેને ખબર ન્હોતી કે તેને હોસ્પિટલ જવું પડશે.
મુહૂર્ત અને શુભ અશુભ જેવું કંઈ હોતું નથી.કેલેન્ડર માં રજા, કુટુંબીઓની મરજી, ( સ્યુક્ત કુટુંબ હોય તો) મિયાં બીવી રાજી લો થઈ ગઈ શાદી. કોર્ટ મેરેજ એમ જ થતા હોય છે અને ટકતા પણ હોય છે. છૂટા છેડા તો તમામ ગ્રહ મેળવ્યા બાદ શુભ મુહૂર્ત માં લગન કરવાથી પણ થાય છે.
માટે કરોના બાદ ના સમયમાં શુભ મુહૂર્ત જોવાની ઉનાળા માં કે શિયાળા માં લગન કરવા તેવી અંધ માન્યતા છોડો. બંને પરિવારો ને ફાવે ત્યાં અને સમયે કોઈ જ દેખાડો કે ખર્ચ કર્યા વગર ખાલી એકબીજાને ફૂલોનો હાર પહેરાવી ને પણ સાદાઈ થી લગન થઈ શકે. મારા મિત્ર સુખદેવ ના પુત્ર ના લગ્નમાં લાવેલ ફકત સુતરની આટીને ઘરના હાજર પરિવાર ના દ્વારા ગાઠ મારી નવ દંપતીએ એક બીજાને પહેરાવી લગ્ન કરાવેલા. બંને સુખી છે.
મુહૂર્ત, સારો દિવસ જેવું હોત તો જવેલર્સ વાળા સોનું શું કામ વેચેત. ખરીદી ને ઘરમાં ના રાખે? વેપાર વેચાણની ટ્રીક અને લોકો ની અંધ શ્રદ્ધા ના વિષ ચક્રને તોડવા તર્ક નો ઉપયોગ કરો જે મગજ માંથી બહાર આવે છે.
આથી જ શુભ મુહૂર્ત એટલે સાવધાન રહો.
ગ્રહો ચોઘડિયા મુહૂર્તથી દૂર રહો.