હિન્દુત્વનો વિકલ્પ : બહુજન રાજનીતિ

Wjatsapp
Telegram

ગુજરાતને ત્રીજો વિકલ્પ ફળ્યો નથી એવું કહેવા વાળા એમ પણ કહે છે કે ત્રીજા પરીબળો પાસે કોઈ એક વિચાર નથી, જો ગુજરાતના રાજકારણમાં બેય મોટા પક્ષોને મ્હાત આપવી હોય તો ….

बहुजन हिताय बहुजन सुखाय च।

આ વાક્યમાં બહુજન શબ્દ પ્રયોગ થયેલો છે, મૂળતઃ આ શબ્દ ઋગવેદ અને બૌધ્ધ ધર્મ ના વિનયપિટક માંથી લેવામાં આવ્યો છે. બહુજન શબ્દનો અર્થ છે વધુમાં વધુ લોકો…

હાલ ગુજરાતમાં જે રાજનીતિ ચાલી રહી છે તે વધુમાં વધુ લોકોનાં હિત માટે નહી પરંતુ ઓછામાં ઓછાં લોકોના હિત માટેની રાજનીતિ છે. આ ઓછામાં ઓછાં લોકો એ છે જે સત્તા અને સ્થાપિત હિતો ની ઇર્દ ગિર્દ ગોઠવાયેલા છે, જ્યારે બહુજન એટલે કે વધુમાં વધુ લોકો સત્તા અને શાસનથી પીડિત છે, લોકતંત્ર હોવા છતાં તેઓનો કોઈ જ અવાજ, તેઓની કોઈ જ પીડાનો પોકાર સાંભળવામાં આવતો નથી.

બહુજન રાજનીતિ એ જાતિ આધારિત રાજનીતિ નથી પરંતુ એ સમતા આધારિત રાજનીતિ છે, જે વર્ષોથી ચાલી આવતી શોષણ અને અન્યાયની રાજનીતિનો જવાબ છે. ગુજરાતમાં આજ સુધીમાં ઘણા લોકો એ બહુજન રાજનીતિની સ્થાપ્ના માટે અથાગ પ્રયાસો કર્યા છે પણ તેમને ઉચિત સફળતા મળી નથી, તેની પાછળ અનેક પરિબળો છે.

સ્વ.જેન્તીભાઇ મનાણી, છોટુભાઈ વસાવા, મનુભાઈ ચાવડા, ધરમસીભાઈ ધાપા, રણવીર રબારી, પી.એલ.રાઠોડ સહિતના એવા ઘણા લોકો છે જેઓએ બહુજન હિતાયની દિશામાં સરાહનીય પ્રયાસો કર્યા છે અને હજુ પણ મેદાનમાં ઝઝૂમી રહ્યા છે. મારી દૃષ્ટિએ કોઈપણ લક્ષ્ય અસંભવ હોતું નથી.. યોગ્ય કાર્ય યોજના અને યોગ્ય સ્ટ્રેટેજી સાથે કામ કરવામાં આવે તો ગુજરાતમાં 100% બહુજન રાજનીતિને સફળ કરી સત્તાની સીડી સુધી પહોંચી શકાય તેમ છે. ગુજરાત ની 99% જનતા જ્યારે રાજનીતિનો “ર” જાણતી નથી ત્યારે તેને સહેલાઈથી ગુમરાહ કરી શકાય છે જેનો લાભ હાલના રાજનેતાઓ બખૂબી ઉઠાવી રહ્યા છે, તેઓ આપણા જ ભાઈઓને આપણી સામે ગોઠવી તેનો ઉલ્લુ સીધો કરી રહ્યા છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

મારા બે દાયકાનાં વિદ્યાર્થીકાળથી શરૂ કરીને પત્રકારત્વ સુધીના જાહેરજીવનનાં અનુભવને આધારે હું સ્પષ્ટ પણે માનું છું કે સંઘની રાજનીતિનો એક માત્ર વિકલ્પ બહુજન રાજનીતિ છે. આજ સુધીમાં ગુજરાતમાં જે નથી થયું એ આગળનાં વર્ષોમાં થશે. હું પ્રતિજ્ઞા પૂર્વક એ જાહેર કરું છુ કે હુ મારા પીડિત, શોષિત અને ન્યાયથી વંચિત ખેડૂત, મજદૂર અને સામાન્ય વર્ગ અને જાતિઓને સંકલિત કરી ગુજરાતમાં બહુજન રાજનીતિનો ડંકો વગાડીશ. ગુજરાતના એવા કેટલાય યુવા ચહેરાઓ મારી નજરમાં છે જે આગળનાં દિવસોમાં બહુજન રાજનીતિનાં મશાલચી બનશે. બહુજન શબ્દમાં કોઈ પણ જાતિ કે વર્ગનો અનાદર નથી.. એ માત્ર વધુમાં વધુ લોકો માટે કાર્ય કરવાની વાત છે. તમામ ધર્મ અને જાતિનાં લોકોને હું બહુજન રાજનીતિમાં સમ્મિલિત થવા આવકારું છું. ગુજરાતનો એક માત્ર વિકલ્પ આગળના દિવસોમાં બહુજન રાજનીતિ જ હશે એ વાત પત્થર પર ની લકીર જેટલી સ્પષ્ટ છે…

સાભાર Jignesh Kalavadia અધ્યક્ષ ગુજપા
પ્રેક્ષક Bhargav Joshi મહાસચિવ ગુજપા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.