હંગેરીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર

ચાલો મળીયે,
અહીંથી લગભગ 7000 કી. મી. દૂર યુરોપ મધ્યે સ્થિત હંગેરી નામનાં દેશમાં વસતાં Derdak Tibor ને.
આમ તો માત્ર મારાં ફેસબુક ફ્રેન્ડ જ છતાં પણ દિલનાં ઉંડાણમાં ઘર કરી ગયાં છે.

તમે વિચારશો કે કોઈ માણસ માત્ર ફેસબુકને કારણે હજારો કી.મી. દૂર બીજા મલકમાં, બીજી ભાષાનો, ક્યારેય રૂબરૂ મળ્યાં વગર આપણાં હૃદયનાં ઉંડાણમાં કઈ રીતે કબજો જમાવી શકે?
જવાબ છે માત્રને માત્ર વૈચારિક સામ્યતા અને આંબેડકરી ચળવળ.
હા. તે આંબેડકરી વિચારધારાનો વાહક છે. બાબાસાહેબનું સૂત્ર ‘શિક્ષિત બનો’ ને હંગેરીમાં ગરીબો, પછાતોને શિક્ષિત બનાવી ખરાં અર્થમાં સાર્થક કરે છે. તેણે ત્યાંના અશિક્ષિત લોકો માટે સંઘર્ષ કરી ડૉ.આંબેડકર હાઈસ્કૂલની સ્થાપના કરી અને ગરીબોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. પોતે તે સ્કૂલનાં ડિરેક્ટર છે. બાબાસાહેબનાં ફોલોઅર્સ છે. 3-4 ભાષાનાં જાણકાર છે.

વધારે નથી ક્હેતો પણ…
બાબાસાહેબ સાચાં અર્થમાં વિશ્વવિભૂતિ છે.
હંગેરીની ડોન બોસ્કો ચેમ્પિયનશિપમાં participent ડૉ.આંબેડકર વિદ્યાલયની ડૉ.આંબેડકર ટીમ.
- જીતેન્દ્ર વણઝારા
હંગેરીની કોલેજની લિંક : http://www.ambedkar.eu/