ગોગા – ગણપતિ વચ્ચે આંબેડકર ઘૂસ્યા

Wjatsapp
Telegram

આ એક વિધવાબેન નુ ઘર,
ચાની ચુસ્કી સાથે એમના ઘરની દીવાલોનુ અવલોકન કરતો હતો.
ત્યાં બાબા સાહેબના ફોટાની બાજુમાં જ ગણપતિ અને બીજી બાજુ ગોગા મહારાજના ફોટા જોયા.

મેં પૂછ્યું તમે બાબાસાહેબને માનો છો કે ગણપતિને ? એમનો જવાબ હતો : આપડે તો બધું મિક્સ,
આટલા વર્ષોથી અમને તો ખબર જ ક્યાં હતી, બાબાસાહેબ કોણ અને એમણે શુ શુ કર્યું આપણા માટે એવી..
હવે અહીં ચાલીમાં છોકરાઓ મિટિંગો કરે અને ભાષણ સાંભળીએ એટલે બાબાસાહેબ વિષે થોડું જાણવા મળે છે.
અહીં જાગૃત યુવાનો અને વિચારધારા ફેલાવવા મહેનત કરી રહેલા કર્મશીલોની મહેનતના ફળની #શરૂઆત દેખાય છે.
આ બેનની મિક્સ વિચારધારાથી તમે એમને દોગલા ના કહી શકો. પણ ગોગા અને ગણપતિની વચ્ચે આંબેકરી વિચારે બનાવેલી જગ્યાની ખુશી વ્યક્ત કરો.

ગણપતિ અને ગોગા તો પહેલેથી જ હતા એમની પાસે.
એમાં આંબેડકરનો ઉમેરો થયો છે.

કાલે વધુ જાણશે તો એમના વિચારોને ધાર મળશે.
અને મજબૂત વિચારધારાનો હિસ્સો પણ બનશે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

અહીં મને એકડો લખાયેલો દેખાય છે, એની પાછળ હવે એક પછી એક શૂન્ય લગાવવા તરફ લઇ જવાનું કામ કર્મશીલો નુ છે.
કલોલ દરબારની ચાલીના યુવા આંબેડકરવાદી કર્મશીલોની સફળતા તરફ જઈ રહેલ મહેનતેને હું બિરદાવું છું.

જીતેન્દ્ર વાઘેલા.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

4 Responses

 1. Hemant says:

  ખૂબ જ સરસ કૌશિક ભાઈ. એમને નવું નવું જણાવી જાગૃત કરો છો.અને અમરો આત્મવિશ્વાસ વધારો છો. આભાર તમારો .

 2. Mehul says:

  ખૂબ સરસ….
  આ પણ એક શરૂઆત છે….

 3. Pankaj Parmar says:

  Good Kaushikbhai aapda badha ni mahenat have rang lavi rahi che

 4. Pankaj Parmar says:

  Good Kaushikbhai

Leave a Reply

Your email address will not be published.