…અને બ્રાહ્મણોને મારે કહેવાનું છે કે તમારું કુળ અને વંશનું અભિમાન નકામું છે – સ્વામી વિવેકાનંદ | અભિગમ મૌર્ય


“……અને બ્રાહ્મણોને મારે કહેવાનું છે કે તમારું કુળ અને વંશનું અભિમાન નકામું છે; એને મૂકી દો. તમારાં શાસ્ત્રો મુજબ હવે તમારામાં જરાય બ્રાહ્મણત્વ રહ્યું નથી, કારણ કે ઘણા લાંબા કાળ સુધી તમે મ્લેચ્છ રાજાઓને તાબે રહ્યા છો. જો તમે તમારા પોતાના પૂર્વજોના શબ્દોને માનતા હો તો જેમ પેલા વૃદ્ધ કુમારિક ભટ્ટ, બૌદ્ધોને હરાવવાના હેતુથી પ્રથમ બૌદ્ધોના શિષ્ય થયા, પછી બૌદ્ધોને હરાવવાથી કેટલાય પ્રતિસ્પર્ધીઓના મૃત્યુના કારણભૂત થયા, અને તે પાપનું ક્ષાલન કરવા પોતે પણ છેવટે પ્રાયશ્ચિત તરીકે તુષાનલ (ડાંગરનાં ફોતરાંના અગ્નિ) માં પ્રવેશ કરીને પોતાના દેહનું વિસર્જન કર્યું , તે પ્રમાણે તમે પણ મુસલમાન અને મ્લેચ્છ રાજાઓના દાસ થઈને રહ્યા છો એ કારણસર આ ઘડીએ જ જઈને તુષાનલમાં પ્રવેશ કરો અને તમારાં પાપનું પ્રાયશ્ચિત કરો. જો એ કરવાની હિંમત ન હોય તો તમારી નિર્બળતા કબૂલ કરો, અને સહાય આપવા સારુ હાથ લંબાવો, જ્ઞાનના દરવાજા સૌ કોઈને માટે ખુલ્લા મૂકી દો, તથા કચડાયેલા લોકોને ફરી એકવાર તેમના ન્યાયી અને વાજબી હકો તથા અધિકારો સુપરત કરો .”
સંદર્ભ: સ્વામી વિવેકાનંદ લેખિત પુસ્તક [“હિન્દૂ ધર્મ”, પૃ.૧૦૮]
સ્વામી વિવેકાનન્દ એ પોતાના સમય, સ્થાન અને દેશકાળ અનુસાર જે મર્યાદા માં રહીને પણ જે જે અને જેને જેને સત્ય કહેવાની જ્યાં જ્યાં જરૂર હતી બેબાક કહ્યું છે. હિન્દૂ અને વૈદિક વેદાંત પાછળ એમને પોતાના મતવ્યો રજૂ કર્યા, અને એ ખુદ અમુક જગ્યા એ એવા ભરાય પણ જાય છે કે એમના કથાનોમાં વિરોધાભાસ પણ જોઈ શકાય છે, તેઓ ને ગરીબો, દરિદ્ર, પછતો પ્રત્યે પુષ્કળ અનુકંપા અને તેને કારણે જ તેઓએ જ્યાં ત્યાં સમય મળ્યો ત્યાં ત્યાં આ માટે જવાબદાર પુરોહિતવાડ અને તેમના વિશેષાધિકાર ને બરાબર ટપાર્યો છે. આજે સ્વામી વિવેકાનન્દ ના ફોટા ઘરમાં રાખબાર ને સ્વામીજી ના આ વિધાનોથી તકલીફ થતી હોય એ સમજી શકાય પણ સ્વામીજી એ અમુક જગ્યાએ આ હોશિયાર, બુદ્ધિશાળી લોકો ના કેટલાક વખાણ પણ કાએયા પણ સાથે સાથે કડવું કહ્યુ પણ છે.
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર,આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો