મીડિયા | ભાજપના વધુ એક વ્યક્તિએ પત્રકારોને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું

Wjatsapp
Telegram

ભાજપ સરકારની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપનું આઇ.ટી. સેલ છેલ્લા થોડા દિવસોથી સોશ્યિલ મીડિયામાં જાતજાતનાં ગતકડાં કરી રહ્યું છે, વિવાદ ઉભા કરી રહ્યું છે.

હમણાં થોડા સમય પહેલા ભાજપના ઋત્વિજ પટેલે “મીડિયા વેચાઈ ગયું છે” તેવું નિવેદન આપ્યુ હતું જેને લઈને વિવાદ ઉભો થતાં આ નિવેદન વાળું ટ્વીટ તેમણે હટાવવું પડ્યું હતું. એ ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં ફરીથી ભાજપના જ નવસારીના મહેશ પુરોહિતએ ગુજરાતના એક જવાબદાર તંત્રીને સાવ વાહિયાત અને જૂઠી રીતે બદનામ કરવાનો શરમજનક પ્રયાસ કર્યો છે. જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાં ભાજપના મહેશ પુરોહિત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી.

વરિષ્ઠ પત્રકાર તુષાર દવેએ કોરોના પીડિત વ્યક્તિઓને સમસ્યાને લઈ વાચા આપતી એક પોસ્ટ પર તોફાની તાંડવ દૈનિકના તંત્રી જીગર ઠક્કરે તુષાર દવેના કાર્યને બિરદાવતી એક કોમેન્ટ કરી હતી. જેમાં કશું જ વાંધાજનક ના હોવા છતાં નવસારીના મહેશ પુરોહિતે તે કૉમેન્ટની સ્ક્રીનશોટ લઈને “જીગર ઠક્કર કોંગ્રેસ આઇટી સેલનાં તળિયા ચાટે છે” જેવી હલકી ઉતરતી કક્ષાની ભાષા વાપરી પોસ્ટ મૂકી હતી.

ત્યારબાદ આ વ્યક્તિએ ના કોઈપણ જાતની દિલગીરી વ્યક્ત કરી હતી કે ના માફી માંફી માંગી હતી, ઉલ્ટાની પોસ્ટ પણ ડીલીટ કરી ન હતી. આ પોલીસ ફરિયાદ થયાની જાણ થયા બાદ પણ મહેશ પુરોહિત પોતાની વોલ પર સતત કાયદાની મજાક કરતી પોસ્ટ મુકતો રહ્યો હતો. અગાઉ પણ આ મહેશ અનેક પત્રકારોને ખોટી રીતે છાસવારે હેરાન કરતો હતો ને પોતાને રીઢા ગુનેગાર જેવા હોવાનું પ્રમાણ આપતો હતો.

ફરિયાદ દાખલ થઈ ગઈ હોવા છતાં પણ નવસારીના સૂત્રો દ્વારા જાણકારી મળવા મુજબ ગુજરાતના કોઈ મંત્રીના વેવાઈ કે જેઓ Dy.SP છે તેમના કહેવાથી તપાસનું ફિડલું વળી દેવામાં આવ્યું હતું. સતત સાચું અને તટસ્થ લખતા પત્રકારો અને લેખકોને છાસવારે હેરાન કરવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ થાય છે કે શું આવા લુખ્ખા તત્વોને ભાજપ સરકારના છુપા આશીર્વાદ મળેલા છે?

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

ઈમાનદાર પત્રકારોને સાવ ખોટી રીતે બદનામ કરવાના ષડયંત્રો રચાઈ રહ્યા છે. આવા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાવા જોઈએ. આખા રાજ્યમાં કોરોના મહામારી વ્યાપ્ત છે ત્યારે અમુક નફરતી વાયરસની ટોળકીઓ દ્વારા હિન્દૂ-મુસ્લિમ જેવા વિવાદો ઉભા કરાઈ રહ્યા છે એવી માહિતી પણ ઘણા દિવસોથી લોકો જોડેથી મળી રહી છે. શુ આવા ગુંડા જેવા આઇટી સેલના લોકોને છાવરવું યોગ્ય કહેવાય?

આવી ઘટનાઓ વધી ગયા બાદ આવા ષડયંત્રો પાછળ સીધી કે આડકતરી રીતે રાજકારણીઓ સંડોવાયેલા હોય એવું પણ બની શકે છે. ગુજરાતના પત્રકારોએ આવી ઘટનાઓ વખોડી કાઢી છે. આવા લુખ્ખા તત્વો વિરોધ કડક પગલાં લેવાય તેવી તીવ્ર માંગ ગુજરાતના પત્રકાર જગતમાં ઉઠવા પામી છે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.