દલિતોને જવાબ

૧૫ જાન્યુઆરી ૨૦૨૦
– બે દિવસથી સોશિઅલ મીડિયામાં સવાલ ફરે છે કે દલિતો પર અત્યાચાર બંધ કરાવવા શું કરવું જોઈએ?
એ સિવાય અન્ય પ્રશ્નોના જવાબ પણ આજે આપું છું. જેમ કે,
– દરેક જાતિ, ધર્મની મહિલાઓએ માયાવતીજીને કેમ ફોલો કરવા જોઈએ?
– ઓબીસીએ બહુજન રાજનીતિમાં કેમ જોડાવવું જોઈએ?
– સવર્ણ હિંદુઓએ બહુજન રાજનીતિથી કેમ ડરવાની જરૂર નથી?
– રસ્તાઓના આંદોલન બંધ કરી, સત્તાનું આંદોલન કેમ કરવું જોઈએ?
- આજે, હિંદુ ધર્મગુરુ આદિત્યનાથ યોગીના રાજમાં, યુપીમાં જંગલરાજ છે. એવું આપણે સમાચાર મધ્યમોથી જાણીએ છીએ. પણ આ જંગલરાજ હંમેશાથી હતું. આઝાદીના સમયથી હતું અને આઝાદી પહેલા પણ હતું. અને આ જંગલ રાજ બંધ કરાવ્યું માયાવતીજીએ.
- ૧ લાખ ૪૫ હજાર ગુંડાઓ, લુખ્ખાઓ જેલભેગા કરવાનો આખા ભારતમાં એકમાત્ર રેકોર્ડ, બહેન કુ. માયાવતીજીના નામે છે.
- અને એટલા જ બીજા ઉત્તરપ્રદેશ છોડી અન્ય રાજ્યોમાં, નેપાળમાં ભાગી ગયા હતા.
- રાજા ભૈયા અને અતિક અહમદ જેવા ખૂંખાર ગુંડાઓને પણ જેલમાં નાંખ્યા. (આ બન્ને વિશે ગુગલ કરી જોજો. અમિત શાહ, આ બન્ને આગળ બાળક હોય એવું લાગશે.)
- ભારતની સૌથી પહેલી દલિત મહિલા મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ પણ માયાવતીજીના નામે છે.
- બહેનજીના શાસનને ઉત્તર પ્રદેશમાં સૌથી સારું કાયદાના શાસન તરીકે લોકો આજે પણ યાદ કરે છે.
- ૨૦૦૭ માં પોતાની પાર્ટી, બીએસપીના MLA ઉમાકાન્ત યાદવને જમીન ગોટાળામાં જેલ ભેગોં કર્યો હતો. પોતાની પાર્ટીના ભ્રષ્ટાચારીઓને, ગુનેગારોને પણ માયાવતીજી જેલ ભેગા કરી દેતા. ભારતીય રાજનીતિમાં આ પણ એક અનોખો રેકોર્ડ માયાવતીજીના નામે છે.
- અસરકારક રીતે સરકાર ચલાવવા બદલ વિરોધ પક્ષો પણ તેમના વખાણ કરતા. તે સમયના પ્રધાનમંત્રી પી. વી. નરસિમ્હારાવે માયાવતીજીને “લોકતંત્રનો ચમત્કાર” તરીકે ઓળખાવ્યા હતા.
- માયાવતીજીએ પોતાના શાસન દરમ્યાન ખાલી પડેલી બધી જ સરકારી ભરતીઓ કરી હતી અને આદિવાસી, ઓબીસી, દલિતનું આરક્ષણ ૧૦૦% લાગુ કર્યું હતું. (અને આજે હિંદુ સરકાર SC, ST, OBC નો હક મારી રહી છે. એમાંય સૌથી વધુ ઓબીસીનો હક મારે છે.)
- માયાવતીજી ગરીબ સવર્ણ આરક્ષણના હિમાયતી હતા. તેમણે જ સૌથી પહેલા ગરીબ સવર્ણ આરક્ષણ અને માઈનોરિટી માટે રિઝર્વેશનની માંગ કરી હતી.
- ૧૫ ડિસેમ્બર ૨૦૦૧, લખનૌ રેલીમાં માન્યવર કાંશિરામે માયાવતીજીને પોતાના રાજકીય વારસદાર જાહેર કર્યા હતા. ત્યારથી તે બસપા સુપ્રીમો તરીકે જવાબદારી નિભાવે છે.
- માયાવતીજી કુલ ૪ વાર મુખ્યમંત્રી બન્યા.
૧) ૩ જૂન ૧૯૯૫ થી ૧૮ ઓક્ટોબર ૧૯૯૫
૨) ૨૧ માર્ચ ૧૯૯૭ થી ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૭
૩) ૩ મેં ૨૦૦૨ થી ૨૬ ઓગસ્ટ ૨૦૦૩
૪) ૧૩ મે ૨૦૦૭ થી ૬ માર્ચ ૨૦૨૧૨ - માયાવતીજી મોદીજી જેમ ૮ પાસ અને નકલી ડીગ્રીધારી નથી. તેઓ B.A., B. Ed., LL.B. ડીગ્રી ધરાવે છે.
- દરેક સમાજના, ભૂમિ વિહોણાને સૌથી વધુ જમીન ફાળવણીનો રેકોર્ડ પણ માયાવતીજીના નામે છે.
- માયાવતીજીએ શાળા, કોલેજો અને યુનિવર્સીટીઓ પણ બનાવી.
- ભારતની એકમાત્ર રેસિંગ ટ્રેક, બુદ્ધિસ્ટ ઈન્ટરનેશનલ સર્કિટ,શિલાન્યાસ માયાવતીજીએ કર્યું.
- બીએસપીમાં ઉચ્ચ હોદ્દાઓ, અને ટિકિટ ફાળવણીમાં સવર્ણ હિંદુઓને પણ સ્થાન આપવામાં આવે છે.
- માયાવતીજી માન્યવર કાંશીરામની વિચારધારાને માને છે, “જેની જેટલી સંખ્યા હોય, તેને તેટલી ભાગીદારી મળવી જોઈએ.”
- યુપીમાં મુસ્લિમોને સૌથી વધુ ટિકિટો પણ બીએસપીએ જ આપી છે.
- ૨૦૧૯ માં બ્રાહ્મણોને સૌથી વધુ ટિકિટો માયાવતીજીએ જ આપી હતી.
- આમ, બહુજન રાજનીતિ સમાવેશી રાજનીતિ છે. કોઈનો બહિષ્કાર કે કોઈને વધારે પડતું મહત્વ આપવું એમ નહિ પણ વસ્તીની સંખ્યા પ્રમાણે ભાગીદારી આપવાની વાત છે.
માયાવતીજીને લગતા વિવાદો
૧) તાજ કોરિડોર કેસ
- તાજ મહેલને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા પ્રોજેકટ અમલમાં આવ્યો. જેમાં આર્થિક ગેરરીતિઓ થઈ છે તેવા આરોપ લાગ્યા. માયાવતીજી સહિત ૭ અધિકારીઓ પર CBI ની રેડ પડી. માયાવતીજીએ રાજીનામુ આપ્યું અને કહ્યું કે સરકાર તપાસ કરી લે. તત્કાલીન રાજ્યપાલ ટી. વી. રાજેશ્વરે પોતાના ૨૩ પાનાના રિપોર્ટમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રાલય વચ્ચે રેગ્યુલર મિટિંગો થઈ છે. અને ફન્ડ ગેરવલ્લે થયું છે તેના કોઈ પુરાવા નથી. આ રિપોર્ટને વકીલોએ સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યો અને સુપ્રીમ કોર્ટે પણ ક્લીન ચિટ આપી.
આમ, તાજ કોરિડોર કેસમાં માયાવતીજી નિર્દોષ સાબિત થયા.
(ગુજરાતમાં કે કેન્દ્રમાં હિંદુઓની સરકારમાં ભ્રષ્ટાચારીઓ ક્યારેય રાજીનામુ આપતા સાંભળ્યા?)
૨) બેહિસાબી સંપત્તિ
૨૦૦૭-૨૦૦૮ માં માયાવતીજીએ ૨૬ કરોડનો ટેક્સ ભર્યો. જે તે નાણાકીય વર્ષના સૌથી વધુ ટેક્સ ભરનાર ટોપના ૨૦ લોકોમાંથી એક હતા.
CBI એ રેડ કરી, જેમાં માયાવતીજી પાસે આવક કરતાં વધુ સંપત્તિ હોવાનું જણાવ્યું.
માયાવતીજીએ એ રૂપિયા ભેટ અને કાર્યકર્તાઓ તરફથી મળેલ દાન હોવાનું જણાવ્યું.
કેસ કોર્ટમાં ગયો. જ્યાં કોર્ટે નોંધ્યું કે, માયાવતીજીએ પોતાની દરેક આવકના સોર્સ દર્શાવેલ છે. હિસાબ આપેલ છે. ગેરકાયદેસર કશું જ નથી.
માયાવતીજીના કરોડોના બંગલા પર કેટલાક લોકો સવાલ કરે છે. એ બંગલો કાર્યકર્તાઓએ ફંડ-ફાળો ભેગો કરીને આપેલ છે. અને તેમના મૃત્યુ બાદ આ બંગલો પાર્ટીનો થઈ જશે. પરિવારના કોઈ સભ્યને નહિ મળે.
૩) પાર્ટીની આવક
- બીજેપી પછી આજે સૌથી વધુ આવક ધરાવતી પાર્ટી બીએસપી છે.
- બીએસપીએ પોતાની એક વોટ બેંક અને અનુયાયીઓ ઉભા કરેલ છે. જે સમય સમય પર મદદ કરતા રહે છે.
- પાર્ટીમાં દરેક ફંડની રસીદ અપાય છે. અને નાણાકીય વ્યવહારો ચોખ્ખા હોય છે.
- બહુજન વિચારધારા સાથે સંકળાયેલ લોકો મુક્ત રીતે બીએસપીને ફંડ આપે છે. (જેમ હિંદુઓ મંદિરોમાં દાન આપે છે એ જ રીતે બહુજન વિચારધારાવાળા લોકો પણ પાર્ટીને ખૂબ દાન આપે છે.)
- માન્યવર કાંશીરામે આપેલ “પે બેક ટુ સોસાયટી”ના વિચાર સાથે જોડાયેલ સરકાર કર્મચારીઓ પોતાની આવકનો એક હિસ્સો નિયમિતપણે આપે છે.
- અમદાવાદમાં મહિને 20, 30, 60 હજાર નિયમિત રીતે પાર્ટી ફંડમાં જમા કરાવતા ત્રણ લોકોને તો હું ઓળખું છું.
- આખા ભારતમાં બીએસપીને દર મહિને, કાયમી દાન આપનાર લોકોનો એક મોટો વર્ગ છે.
-શિક્ષણ, આરોગ્ય, કાયદો-વ્યવસ્થા, વિકાસના અલગ અલગ પ્રોજેકટમાં માયાવતીજીનું કામ નોંધપાત્ર છે.
તેમછતાં, ફક્ત દલિત સમાજમાંથી આવતા હોવાને લીધે મીડિયામાં તેમના કામોની જોઈએ તેવી નોંધ નથી લેવાતી. એ સર્વવિદિત છે.
વિવાદ વખતે છાપાઓના પાનાઓ ભરે પણ સારું કામ કર્યું હોય તો એપ્રિસીએટ ના કરે. જેમ આજેય બાબાસાહેબને કવર કરતાં સવર્ણ હિંદુઓને જોર પડે છે એ જ રીતે માયાવતીજી અને અન્ય બહુજન નેતાઓ સાથે પણ મીડિયા ભેદભાવ કરે છે.

બીએસપીની ખાસિયતો
- માયાવતીજીની સ્વર પેટીની તકલીફ હોવાથી તે ભાષણ લખીને વાંચે છે. જેથી જનસભા કે અન્ય સમયે વધારે મોટેથી બોલવું ના પડે.
- બીએસપીમાં કોઈ વિંગ નથી. મહિલા વિંગ, SC-ST સેલ, યુથ વિંગ, વિગેરે એવું કાંઈ નહિ.
- બીએસપીમાં કાર્યકર્તાઓએ મુખ્ય સંગઠનના હોદ્દાઓ જ આપવામાં માને છે. વિંગ, સેલ નહિ.
- બીએસપીમાં સોશિઅલ મીડિયા સેલ નથી. જે તમે સોશિઅલ મીડિયામાં જોઈ રહ્યા છો તે બધા વોલેન્ટરીલી કામ કરે છે.
- મીડિયામાં ડિબેટ ટાઈમપાસ અને ભરપૂર પૂર્વગ્રહ સાથે થતી હોય છે. બીએસપી મોટેભાગે મીડિયામાં પ્રવક્તા નથી મોકલતી.
- મોટેભાગે બીએસપી રેલી, ધરણા, પ્રદર્શન વિગેરે નથી કરતી. બાબાસાહેબ અનુસાર આ ગેરબંધારણીય રસ્તાઓ છે અને બંધારણ અમલમાં આવ્યા પછી સંવિધાનીક રસ્તાઓ જ અપનાવવા જોઈએ, તેવું સંવિધાન સભામાં છેલ્લા ભાષણમાં કહ્યું હતું. એટલે બીએસપી પણ કાયદેસર જે કાર્યવાહી, રજુઆત કરવાની થતી હોય તે જ કરે છે.
બીએસપીનો મેનિફેસ્ટો
- બીએસપી ક્યારેય મેનિફેસ્ટો જાહેર કરતી નથી.
- બીએસપી ડૉ. બાબાસાહબ આંબેડકરને માને છે. અને બંધારણને સર્વોપરી ગણે છે. એટલે બંધારણ પ્રમાણે વર્તવું અને બંધારણ, કાયદા પ્રમાણે આખી વ્યવસ્થા ચાલે તેવું માને છે.
- એટલે ભારતનું બંધારણ એ જ બીએસપીનો મેનિફેસ્ટો છે.
- ભારતની ત્રીજા નંબરની નેશનલ પાર્ટી છે.
- બીએસપી ટૂંકાગાળાની રાજનીતિ કરવાને બદલે, ટૂંકા ગાળાનું નુકશાન વેઠવામાં માને છે.
- બીએસપી ગઠબંધનની રાજનીતિને માને છે પણ પોતાનો હાથ હંમેશા ઉપર રાખે છે. શરતો બીએસપી નક્કી કરે છે.
- યુપીમાં કોંગ્રેસ ખતમ કરવામાં અને કોંગ્રેસને પાછી આવતી રોકવામાં બીએસપી ખૂબ મોટી ભૂમિકા ભજવે છે.
- બીએસપીનું કોંગ્રેસ તરફનું વલણ કંઈક આવું છે, “ભાજપ કોંગ્રેસ બેઉ એક જ છે. એક સાંપનાથ છે તો બીજો નાગનાથ છે. ભાજપના હાર્ડ હિંદુત્વ કરતાં કોંગ્રેસનું સોફ્ટ હિંદુત્વ વધારે ખતરનાક છે. કોંગ્રેસ એ ધીમું ઝેર છે. કોંગ્રેસ જ ભાજપનો પોષક છે એટલે કોંગ્રેસને પહેલા ખતમ કરવી જોઈએ.”
આજે બહેન કુ. માયાવતીજીનો જન્મ દિવસ છે. બહેનજીને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ લાંબુ અને સ્વસ્થ જીવે અને દેશમાં બંધારણ લાગુ કરાવે તેવી શુભેચ્છા.
(આંકડા, માહિતી તમે ગૂગલ પરથી ક્રોસ ચેક કરી શકશો. વિચારો, આંકલન લેખકના સ્વતંત્ર છે.)
કૌશિક શરૂઆત
નોંધ : હવે તમને જવાબ મળી ગયો હશે કે દલિતો પર અત્યાચાર બંધ કરાવવા શું કરવાનું! 😎
Thanks a lot Kaushik bhai . I will try my best to spread it.
Thanks for that, spread articles and visit our website everyday for new updates
Very useful information give you.
Thank you, spread articles and visit our website evryday for new updates
Very useful @ important information. thank you very much.Every Bahujan must have read it.
Thank you, spread articles and visit our website for new updates
thank you kaushikbhai
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો