બૌદ્ધ | ભારતમાં નાલંદા સિવાય બીજે ક્યાં ક્યાં બૌદ્ધ યુનિવર્સીટીઓ આવેલી હતી?

બૌદ્ધધર્મ અને શિક્ષણ
ડૉ. બાબાસાહેબ આંબેડકરએ શિક્ષણની સરખામણી “સિંહણના દુધ” સાથે કરીને શિક્ષણ કેટલું મહત્વ ધરાવે છે તે બતાવ્યું.
પ્રાચીન ભારતમાં બૌદ્ધ ધર્મમાં પણ શિક્ષણ અતી મહત્વનું હતું તે બૌદ્ધ સંપ્રદાયની પ્રાચીન ભારતમાં એક-બે નહિ પણ ૬-૬ વિશ્વ વિદ્યાલયો હતી તે પરથી જાણી શકાય છે.આથી જ બૌદ્ધ ધમ્મ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વાળો અને સૌથી જાગ્રુત ધર્મ છે.

(૧) નાલંદા વિશ્વવિદ્યાલય :-

ગુપ્ત વંશના રાજા કુમારગુપ્ત (પ્રથમ) દ્વારા ઈ.સ.પુર્વેની પાંચમી કે ૬ઠી સદીમાં સ્થાપવામાં આવી.(હાલના બિહારમાં) તે ભારતની જુનામાં જુની વિશ્વવિદ્યાલય હતી. ત્યાં ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૨૦૦૦ જેટલા અધ્યાપકો હતા.આ પરથી તેની મહાનતાનો અંદાજ લગાવી શકાય છે.
(૨) વલભી વિદ્યાપીઠ :-

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગરમાં આવેલી આ વિદ્યાપીઠ ગુજરાતના ભવ્ય બૌદ્ધ ઈતિહાસનું દર્પણ છે. મૈત્રકવંશના રાજા “ભટ્ટાર્ક”દ્વારા ઈ.સ.ની ચોથી સદીમાં સ્થાપિત થઈ. ત્યાં ૧૮ પ્રકારના શાસ્ત્રોનું અધ્યયન થતું. મહાન સમ્રાટ અશોકના સમયમાં અહિં શાસ્ત્રાર્થ થતા. તે હિનયાન શાખાનું કેન્દ્ર હતું.
(૩) ઓદંતપુરી વિદ્યાપીઠ :-

પાલવંશના રાજા ” ગોપાલ ” એ ઈ.સ.૭૫૦ થી ઈ.સ.૮૧૦ દરમિયાન સ્થાપી. ૧૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ બોદ્ધ ધર્મના મહાયાનનું શિક્ષણ લેવા આવતા.જે હાલના બિહારમાં આવેલી છે.
(૪) વિક્રમશિલા વિદ્યાલય :-

પાલવંશના “ધર્મપાલ” દ્વારા ઈ.સ. ૭૭૦ થી ૮૧૦ની વચ્ચે સ્થાપવામાં આવી. વજ્રયાનના શિક્ષણનું કેન્દ્ર બિહારનાં અચિંતકગામમાં આવેલું છે.
(૫) સોમપુર વિશ્વવિદ્યાલય :-

તે પણ પાલવંશના “ધર્મપાલ” દ્વારા સ્થાપીત.
(૬) જગદલ્લ વિશ્વવિદ્યાલય :-

તે રામપાલ (પાલવંશ) દ્વારા દસમી સદીમાં બની. તે તંત્રયાનના શિક્ષણ માટેની મહાન વિદ્યાપીઠ હતી. અંતની બંને વિદ્યાપીઠો હાલના બાંગ્લાદેશમાં આવેલી છે.
ભાવિન પરમાર

jay bhim
જય ભીમ