તેઓ નેચર પ્રેમી છે કે ખાલી મોજમજા ને મસ્તી કરવા નીકળ્યા છે!?

ગુજરાતનાં ફેફસાં મતલબ દક્ષિણ ગુજરાતનાં જંગલો!!!
2016માં કોષમાળ ટ્રેકીંગના અડધે રસ્તેથી પાછા આવ્યા.
પ્રતિક્ષાએ આ સ્થળ વિષે પુરી માહીતી મેળવી હતી અને રવિવારે ટ્રેકીંગ પર જવાનું નકકી કર્યુ હતું.
ચોમાસું ચાલું થાય એટલે તમને ડાંગના રસ્તે વાહનો દ્રારા કચડાયેલા સાપો રસ્તે નજરે પડે જ. એવો જ એક કોબરા આખા રસ્તા પર પથરાઇને ચાલતો જોવા મળ્યો ત્યારે તેની ખરેખર લંબાઈ વિષે ખ્યાલ આવ્યો.
કોષમાળ ભેંસકાત્રીથી વઘઈની વચ્ચે છેક અંદરનું એક સ્પોટ છે જયાથી એક નાનો ધોધ વહે છે. કોષમાળ સ્થળ વિષે પુછતા પુછતા જ લગભગ દશ સ્થળે ઉભું રહેવું પડ્યું. ડાંગમાં સ્થળ વિષે પુછવું એટલે ઘણું કપરું કામ કારણ કે ડાંગમાં તમને ૧૦ થી ૧૫ કીમી એ જ તમને અમુક લોકો નજરે ચડે જયારે સ્થળની નજીક કોઈ માણસ મળે નહી.
છેક વાંસદાથી વઘઈ અને વઘઈથી કોષમાળ શોધતા ઘણો સમય લાગ્યો. પહેલા એવુ હતુ કે નજીક જ હશે પરંતુ જેમ જેમ વઘઈના રસ્તે થી ભેંસકાત્રી તરફ આગળ વધી રહ્યા હતા તેમ ગીચ જંગલો વધી રહ્યા હતા અને સમય પણ ખાસ્સો થઈ ગયો હતો. પર્વત પર ખુબ જ ઉંચું સર્પાકાર ચડાણ અને કોઈ લોકોની અવરજવર પણ નહી.
કોષમાળ પહોચીને જોયું તો અમુક ઘર આવ્યા. ત્યા પુછ્યું કે ટ્રેકીંગનો રસ્તો કંઈ તરફ છે, ત્યારે ગામ લોકોનો જવાબ હતો સવારે વહેલા આવ્યા હોત તો સારુ હતું હવે બપોર થવા આવ્યું છે અને તમને કદાચ મોડું થાય તો સાંજ થઈ જશે.
ગામના લોકોનું કહેવું હતું કે આ વિસ્તારમાં દીપડા પણ છે એટલે સંભાળી ને જશો તો સારુ રહેશે. ત્યારે અનન્યા ફકત બે જ વર્ષની એટલે અમે વિમાસણમાં પડ્યા અને અમે અંતે પાછા ફરવાનું નકકી કર્યું.
હાલમાં ચોમાસાના સમય દરમ્યાન ડાંગમાં ટ્રેકિંગ પર સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ અને નેચર પ્રેમી લોકોનો જમાવડો વિશેષ જોવા મળે છે પરંતુ તેઓ આ જંગલોની માવજત વિષે સભાન નથી.
મોટા ભાગના ટ્રેકીંગના સ્થળો પર તમને પ્લાસ્ટિકની ડીસ, ગ્લાસનો ઢગલો અચુક જોવા મળે જેનાથી આપણે અંદાજો લગાવી શકીએ કે તેઓ નેચર પ્રેમી છે કે મોજમજા ને મસ્તી કરવા નીકળ્યા છે.
ફોટા સૌજન્ય: મિતેષ ચૌધરી ધ ગ્રેટ ફોટોગ્રાફર
કેટલાક નીયો રીચ લોકો મોજ–મસ્તી માટે અને તેમની સાથેના સ્ત્રીપાત્ર પર પ્રભાવ પાડવા વન્યજીવન પર માઠી અસર ઉભી કરી રહ્યા છે. આવા શહેરીજનોએ પર્યાવરણ અને કુદરતી સંસાધનોનું મહત્ત્વ સમજે તે માટે સરકારે અને વન વીભાગે વ્યવસ્થાપન કરવું જોઈએ.
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો
કેટલાક નીયો રીચ શહેરીજનો મોજ–મસ્તી માટે અને તેમની સાથેના સ્ત્રીપાત્ર પર પ્રભાવ પાડવા વન્યજીવન પર માઠી અસર ઉભી કરી રહ્યા છે. આવા શહેરીજનોએ પર્યાવરણ અને કુદરતી સંસાધનોનું મહત્ત્વ સમજે તે માટે સરકારે અને વન વીભાગે વ્યવસ્થાપન કરવું જોઈએ.
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો