અશાંતધારો બંધારણ વિરોધી છે.
૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯
રવિવાર
સરદાર બાગ, અમદાવાદ
આજે ગુજરાત અશાંતધારા નાબુદી લડત સમિતિ દ્વારા જાહેરસભાનું આયોજન થયું અને બંધારણ વિરોધી કાળા કાયદા, “અશાંતધારા”ને સૌએ એકી અવાજે જાહેરમાં વખોડયું.
ગુજરાતમાં બે પ્રકારના અશાંતધારો અસ્તિત્વમાં છે.
૧) સરકારે બનાવેલ – મુસ્લિમોને અલગ કરવા.
૨) સમાજે બનાવેલ – હિંદુઓમાં જાતિઓને અલગ કરવા.
અશાંત ધારો એટલે એ વિસ્તાર કે જેમાં એક મુસલમાન અન્ય હિંદુ હિંદુનું મકાન ના ખરીદી શકે અને એક હિંદુ પોતાનું મકાન, પોતાની પ્રોપર્ટી અન્ય કોઈ મુસલમાનને ના વેચી શકે. ટૂંકમાં, જમ્મુ અને કાશ્મીરના ૩૭૦ જેવી કલમ. બહારનો માણસ (અન્ય ધર્મનો) વિસ્તારમાં પ્રોપર્ટી ના ખરીદી શકે.
એટલે,
ફક્ત મુસલમાનો જ નહીં હિંદુઓ પણ એકસરખા હેરાન થઈ રહ્યા છે. હિંદુઓમાં પછાત સમાજ દલિત, ઓબીસી હેરાન થઈ રહ્યા છે. એટલે આ સવર્ણ હિંદુઓને પ્રોબ્લેમ નથી.
વધારે સંખ્યા મુસલમાનોની છે એ પણ હકીકત છે.
૧) સરકારે બનાવેલ અશાંતધારો – મુસ્લિમોને અલગ કરવા.
મુસલમાનોને હિંદુઓથી અલગ કરવાનું રાજ્ય સરકારનું કાવતરું.
દર વર્ષે અશાંતધારો વિસ્તારમાં વધારો કરવામાં આવે છે. અમદાવાદ સિવાય
વડોદરા,
સુરત,
હિંમતનગર,
ગોધરા,
કપડવંજ, અને,
ભરૂચ
માં લાગુ છે.
આમ,
રાજ્ય સરકાર બંધારણીય અધિકાર, “પ્રોપર્ટીનો અધિકાર” ખતમ કરી રહી છે.
૨) સમાજે બનાવેલ – હિંદુઓમાં જાતિઓને અલગ કરવા.
હિંદુઓમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જાતિઓ વસે છે અને પોતાના વિસ્તારમાં અન્ય જાતિઓને મકાન આપતા નથી. જેના લીધે જાતિ પ્રમાણે અલગ અલગ વિસ્તારો થઈ ગયા છે.
એલિસ બ્રિજ – વાણીયા, જૈન, બ્રાહ્મણ
સોલા, સેટેલાઇટ, ગોતા – પટેલ
ચાંદખેડા – દલિત
આમ,
હિંદુ સમાજમાં પણ એક અશાંતધારો સદીઓથી ચાલે છે. વળી, આવા વિસ્તારમાં ઊંચી નીચી જાતિ નહિ પણ ફક્ત સ્વજાતિ જોવાય છે. મતલબ, દલિત, આદિવાસીને ઘર, પ્રોપર્ટી ખરીદવા ના મળે પણ રબારી, ભરવાડ, દરબાર એવી જાતિઓને પણ ઘર, પ્રોપર્ટી આપતા નથી.
આમ,
આ દેશમાં વિવિધતામાં એકતાના બદલે વિવિધતામાં વિવિધતા ચાલે છે અને જેને રાજ્ય સરકારનું સમર્થન પ્રાપ્ત છે.
સરકારી આવાસ યોજનામાં પણ બધા સમાજ અને બધા ધર્મના લોકો સાથે રહે તેવું વલણ સરકાર અપનાવતી નથી અને ધર્મ જાતિ પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં સરકારી આવાસ અપાય છે. આમ, સરકાર પોતે ધર્મ અને જાતિઓમાં વિભાજન કરવામાં ભાગીદાર બને છે.
સાયન્સ સીટી વિસ્તારમાં સરકારી પ્લોટ પર સરકારી આવાસની જાહેરાત થતા સાયન્સ સિટીના ભદ્ર લોકોએ મિક્ષ લોકો (દલિત, આદિવાસી, ઓબીસી, માઈનોરિટી) રહેવા ના આવે તે માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું, રેલી કાઢી હતી.
શુ આ અશાંતધારો હવે દૂર થવો જોઈએ? કે હજુય સમાજમાં ભાગલાવાદી વલણ ચાલુ રાખવું જોઈએ?
કૌશિક શરૂઆત
Bhai Kaushik your thoughts very nice
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો
બાબા સાહેબ: અમે/આપણે પહેલા ને અંત સુધી ભારતીય છીએ એ સિદ્ધાંત ઉપર શરૂઆત આગળ વધે ને સફળ બને તેવી અપેક્ષા ને શુભેચ્છા.
SathiIpd(Advocate)
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો