કેવડિયા | કોરોના લોકડાઉનમાં આદિવાસીઓ પર ગુજરાત સરકારનો અત્યાચાર

Wjatsapp
Telegram

ભારત દેશના વિકાસ માટે કેવડિયા વિસ્તારની સ્ટેચ્યુ ઑફ યુનિટી સંલગ્ન યોજનાઓ, સરદાર સરોવર, ઉકાઈ ડેમ, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર જેવી અનેક અમાનવીય યોજનાઓથી આદિવાસીઓના અસ્તિત્વ ઉપર મરણતોલ ઘા પડતા રહ્યા છે. જેના લીધે અસરગ્રસ્ત આદિવાસીઓની હજારો વર્ષ જૂની અમૂલ્ય સંસ્કૃતિ, પ્રાકૃતિક સંપદા અને અસ્મિતા કબ્રસ્તાનમાં હોમાઈ ગઈ છે.

ગુજરાત રાજ્યનું વિકાસ મૉડેલ મૂડીવાદી વ્યવસ્થાને વરેલું છે. એને નિર્દોષ આદિવાસી સમુદાયો અને પર્યાવરણનું નિકંદન નીકળે એની સાથે શું લેવાદેવા ? મુડીપતિઓ માટે રાજ્ય સરકાર આદિવાસીઓના અબાધિત હક્કો અને પર્યાવરણની ઐસી કી તૈસી કરીને મફતના ભાવે પાણી, જમીન, જંગલ, ખાણખનીજ જેવા કુદરતી સંશાધનો લૂંટાવી રહી છે. સાથે જ સબસીડી, લોન, રસ્તા, સસ્તી વીજળી, રેલ્વે, હવાઈ માર્ગોની સુવિધાઓ પૂરું પાડી રહી છે.

સૌ પ્રથમ તો ગુજરાત હાઈ કોર્ટે લોકડાઉનમાં સ્ટે હટાવી લીધો અને હવે વહીવટી તંત્ર આદિવાસીઓની મંજૂરી વગર, ગ્રામસભાની મંજૂરી વગર, આદિવાસી વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરે છે. ઉદ્યોગપતિઓ આ સરકારમાં માનવતા મરી પરવારી છે.

દેશના તમામ બુદ્ધિજીવીઓ, પર્યાવરણવાદીઓ, વકીલો અને તમામ સામાજિક સંગઠનોને આવી અમાનવીય યોજનાઓ, જે આદિવાસીઓ માટે જ નહિ, પરંતુ સમગ્ર માનવજાત તેમજ પર્યાવરણ માટે ખતરારૂપ હોય, તેનો સવિનય વિરોધ કરવા અપીલ કરું છું.

– પાયલ રાઠવા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.