બહુજન નેતા । મફત અને ફરજીયાત શિક્ષણની વકીલાત કરનાર છત્રપતિ શાહુજી મહારાજને પરિનિર્વાણ દિન પર કોટી કોટી વંદન

છત્રપતિ રાજે શાહુજી મહારાજનું માનવું હતું કે જે રાજય શાળાઓ ખોલશે તે રાજય એ જેલો ખોલવી નહી પડે.
૧૯૧૧માં ઇમ્પિરિયલ એસેમ્બ્લીમાં કોલ્હાપુરના છત્રપતિ રાજે શાહુજી મહારાજે ‘મફત અને ફરજિયાત શિક્ષણ’ની વકીલાત કરી હતી. આજ માંગણી ૧૮૮૨માં ઇન્ડિયન એજ્યુકેશન કમિશનની સામે મહાત્મા જ્યોતિબા ફુલેએ અને સંવિધાનસભામાં ડૉ. આંબેડકરે ‘મફત અને ફરજિયાત શિક્ષણ’ની વકીલાત કરી હતી. ભારતના પહેલા શિક્ષણપંચ દ્રારા નિર્મિત બી.જી. ખરે કમિશને શિક્ષણ પાછળ રાષ્ટ્રીય બજેટના ૧૦% વાપરવાનું સૂચન કર્યું હતું.
સાચા શિક્ષણ થકી પ્રાપ્ત સાચું જ્ઞાન તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની માંગણી કરે. એ વૈજ્ઞાનિક, લોકશાહીયુક્ત અને ધર્મનિરપેક્ષ સમાજવ્યવસ્થાની માંગણી કરે છે.
સાચું શિક્ષણ ચિંતનશીલ વ્યકિતનું નિર્માણ કરે છે, આવા ચિંતનશીલ વ્યક્તિઓ કરોડરજ્જુ વગરની ગુલામી માનસિકતા નું પર્દાફાશ કરે છે. ચિંતનશીલ વ્યક્તિ ખતરનાક હોય છે. આવી વ્યક્તિઓ એમના જુઠ્ઠાણાંસભર રહસ્યમય રમતોનો પર્દાફાશ કરે છે.
#If You open the #School you didn’t required to open the #jailડો.
અરવિંદ અરહંત
Very nice