બહુજન નાયક | જોતિરાવ ફૂલેની પ્રવૃત્તિઓનો ટૂંકો અહેવાલ

મહાત્મા જોતિબા ફૂલે એક મહાન વિચારક, સમાજ સેવક તથા ક્રાંતિકારી કાર્યકર હતા. તેમણે વિવિધ રૂઢિઓની જડતાને નાશ કરવાનું કામ કર્યું. તેમણે મહિલાઓ, દલિતો અને શુદ્રો ની અપમાન જનક વ્યવસ્થામાં પરિવર્તન લાવવા આજીવન સંઘર્ષ કર્યો. ઈ. સ. 1848મા પુણેમાં અછૂતો માટે ભારતનાં ઇતિહાસમાં તેમના તરફથી પ્રથમ શાળા બનાવી હતી. એ જ રીતે, 1857 માં, 3 શાળાઓ શરૂ કરી જે ભારતની પ્રથમ કન્યા શાળા બની. તેમના પત્ની સાવિત્રી બાઈ ફુલે તે શાળામાં ભણાવવા આગળ આવ્યા હતા. આ ક્રાંતિકારી ક્રિયાઓને કારણે, ફુલે ને અનેક પ્રકારના કષ્ટો સહન કરવા પડયાં. તેમને વારંવાર ઘર બદલવુ પડ્યુ . તેમની હત્યાનું કાવતરું પણ થયું છતાં તે પોતાના ધ્યેય પર ચાલતા રહ્યા તેમના મહાન ઉદ્દેશ્યને સંસ્થાકીય સ્વરૂપ આપવા ફલેુએ મહારાષ્ટ્રમાં “સત્ય શોધક સમાજ”નામની એક સંસ્થાની સ્થાપના કરી. તેમની આ મહત્વપૂર્ણ સ્થાપના હતી. જાતિઓ મહાર, કુંબી, માળી વગેરે શુદ્ર કહેવાતી જાતિઓ તે ક્યારેક ક્ષત્રિય હતી , જે જાતિવાદી ષડયંત્રના કારણે દલિત કહેવાયા.
(‘ગુલામગીરી’ માંથી)
રાહુલ ચાવડા – 9510385785. 9426897209