ભાનુભાઇને સ્મરણાંજલી

Bhanubhai Jamin Andolan
Wjatsapp
Telegram

ભાનુભાઇની સ્મરણાંજલી સાથે આ વાત રજુ કરી રહ્યો છુ ….

જ્યારે પ્રથમ વખત મે ભાનુભાઇએ અગ્નિસ્નાન કર્યાની વાત જાણી તો મને એન હતુ કે ભાનુભાઇએ કે જેઓ જમીનમુદ્દે લડી રહ્યા છે તેઓએ ઉશ્કેરાટ માં કે લાગણીવશ થઇને આ પગલું ભર્યુ હશે ,એમના વિષે કોઇ વિષેશ જાણ્કારી ન હોવાથી તત્કાળ કોઇ પોસ્ટ મુકી નહિ

પણ …પણ પછી સોસિયલ મિડીયા થકી મને એમના વિષે જાણવા મલ્યુ. આ જાણ્યા પછી અનામતના સહારે નોકરી મેળવી, એસી રૂમમાં બેસીને ટેલીવિજન પર ધાર્મિક અને રીયાલિટી શોની મજા માણતા અનસુચિત જાતિના લોકોએ આગળ કંઇક વિચારવું રહ્યુ.
તેઓ પોતે સરકારી કર્મચારી રહી ચુક્યા છે. તેમના ફેમિલિમાં પણ સરકારી કર્મચારી છે.એક દીકરો જર્મનીમાં સ્થાયી છે, વિચારો તેઓ કોની લડાઇ લડી રહ્યા હતાં? એમનાં પોતાની? ના બિલકુલ નહીં .

તેમના વિષે મને એમના મરણ પછી જાણવા મળ્યુ એ વિષેનો મને ખેદ છે. એમના સંઘર્શ વિશે જો મને જાણ હોત તો એમના વિષે ચોક્કસ એક અલગથી પોસ્ટ મુકત.

હજી પણ આપણા દેશ –સમાજ્માં ઘણા એવા લોકો હશે જેઓ સાધનસંપન હોવા છતા ગરીબ, પછાત, પિડીત દલિત માટે એકલા સંઘર્શ કરી રહ્યા હશે, અલગ અલગ પ્રદેશ, જીલ્લામાં આવા અનેક સમાજચિંતક મળી રહેશે કે જેઓ કોઇ નક્કર કામ કરી રહ્યા છે, સમાજ માટે અને તેઓને સ્થાનિક લોકો સિવાય કોઇ ઓળખતું નથી. તેઓ એકલા લડાઇ લડી રહ્યા હશે .જો આપ આવી કોઇ વ્યક્તિના સંપર્કમા હોવ તો એમની માહિતી મેળવી, એક પોસ્ટ અચુક મુકો. જેથી કરીને આપણે એ વ્યક્તિના વિચારોનો લાભ લઇ શકીએ અને એમનાં સંઘર્ષને લોકો સમક્ષ લાવી શકીએ. જેથી કરીને બીજા કોઇ ભાનુભાઇ એકલા પડી ને આત્મદાહ ન કરે.

કિરીટ મંજુલાબેન વિઠ્ઠલભાઈ
૯૦૩૩૪૮૪૧૦૭

———————

Bhanubhai and his wifeભાનુભાઇ વણકર એટલે એક બાહોશ સૈનિક, જેમણે જિંદગીને જ હથિયાર બનાવી લડાઈ લડી લીધી.

આત્માહત્યાના મોટા ભાગના તારણો એવા આવતા હોય છે કે એમાં આત્માહત્યા કરવાવાળો વ્યક્તિ એટલી હદે તકલીફોથી ઘેરાયેલો હોય કે એમાંથી બહાર નીકળવાના માર્ગ એટલા કઠિન હોય અથવા આજીવન કોઈ સમસ્યાનો સામનો કરવા અશક્તિમાન થઇ ગયા હોય. સતત કોઈ બાબતે માનસિક આઘાત મળતા રહેતા હોય, કોઈની ધાક-ધમકીથી કંટાળ્યા હોય, દેવાના બોજતળે એવા દબાયેલા હોય કે એ બોજ લઈને જીવન વિતાવવા કરતા ટૂંકાવવું વધુ સરળ લાગ્યું હોય. બધા તારણમાં એક બાબત સાબિત થાય છે કે માણસ માનસિક રીતે અનેક અનેક વાર મરી ચુક્યો હોય અને ના છૂટકે શારીરિક રીતે પણ આ દુનિયાથી દૂર થઇ જવાનું નક્કી કરીને, દુનિયાનું સૌથી કઠિન પગલું ભરવા મજબુર થઇ જાય. પરંતુ આ ભાનુભાઇ વણકર એક અનોખી માટીના માનવી નીકળ્યા. જેમને આ બધા જ કારણો-તારણોને બાજુપર રાખીને સેવા કરવાની ભાવનાથી બીજાઓ ને થતા અન્યાય સામે અવાજ ઉઠાવીને સામાન્ય માણસોની સમસ્યા માટે તંત્ર સામે લડતા લડતા પોતે શહીદીને વોહરી લીધી. દરેક આત્મહત્યાઓમાં પોતાની સમસ્યાઓ સંકળાયેલી હોય છે પણ અહીં તો ભાનુભાઇને પોતાની કહેવાય, તેવી કોઈ સમસ્યા જ નહોતી. પોતે તલાટી જેવી સન્માનીય નોકરી કરીચૂક્યા છે. દીકરો વિદેશમાં છે. એમના પૂરતું જ એમણે વિચાર્યું હોતું તો તેઓ જીવનના છેલ્લા દિવસ સુધી આર્થિક, માનસિક અને કૌટુંબિક રીતે સુખી રહીને જીવી શકવા સમર્થ હતા.

આ ભ્રષ્ટાચારથી ખદબદતા માહોલમાં આપણે જોઈએ જ છીએ કે વારે વારે કોઈ ને કોઈ હજારો કરોડના આંકડામાં, ભ્રષ્ટાચાર આચરીને બેશરમ બનીને, દેશના ચોકીદારોને ઊંઘની ગોળીઓ ખવડાવીને, છું થઇ જાય છે. આવા દેશમાં, આ માહોલમાં આપણી પાસે આવો વીરલો પડ્યો હતો. જે પોતાના માટે નહિ, લોકો માટે એક લડાયક સૈનિક બનીને ઝઝૂમતો હતો. કોઈને થતા અન્યાયથી બચાવવા અને સેવા કરવાના સંતોષ સિવાય કોઈ સ્વાર્થ નહોતો. જે જમીનના ટુકડા માટે એમના સંતાનોને એમણે જાતે બાપ વીના ના કર્યા, એમના કુટુંબના મોભીને એમણે જાતે જ છીનવી લીધા. જેમનો આધાર સ્થંભ હતા, એવા એમના પત્નીને આવી એક બીજાની સતત જરૂર પાડવાની ઉમરમાં છોડીને એકલતા આપીને ચાલ્યા ગયા. સલામ છે એ માણસના ઝનૂનને. તેઓને પોતાનો સ્વાર્થ પોતાનું કુટુંબ, પોતાનું જીવન કંઈજ લલચાવી શક્યું નહિ. એવી એક લડાઈના મોરચે ખુલ્લા પડકારે આંધળું, બેદરકાર અને અસંવેદનશીલ સરકારી તંત્રની આંખસામે જાતે સામે ચાલીને નિર્ધારિત કરેલા સમયે શહીદી વોહરી લઈને એમણે ઉઠાવેલ સેવા યજ્ઞમાં પોતાની જાતની આહુતિ આપી દીધી. જ્યાં ટેબલ નીચેના વ્યવહારોથી હજારો કામો થતા હોવાના હેવાલો, સાવ સામાન્ય લગતા હોય, ત્યાં આમ કોઈ એક સેવાભાવી માણસે એનો જીવ આપીને કોઈ ના હક્કનો જમીનનો ટુકડો અપાવવો પડે એ આખા તંત્ર માટે શરમ જનક છે. અને આ બનાવ માટે લાગતા વળગતા જવાબદાર લોકો માટે શબ્દોમાં ના સમાય એવી બદદુવાઓ આખા સમાજની આવશે.

ભ્રષ્ટાચારથી ખદબદતા તંત્રના આ ભ્રષ્ટાચારીઓ ખુબ જાડી ચામડી હોય છે. એમના માટે આ એક નાની ખરોચ છે. ભાનુભાઇની ખુબ જ જરૂર હતી, આવા અન્યાયની સામે લડવા માટે એમના ગયા પછી જો એ માંગણીઓનો કાયદાની રીતે સ્વીકાર થાય છે, તો એમની હાજરીમાં પણ સ્વીકારી શકાઈ હોતી. આ સ્વીકાર કે સંમતિ તો ભાનુભાઇ શહીદીની સામે ઉઠેલ જનઆક્રોશને ટાળવા અને વોટબેન્કને સાચવવા માટે જ હોઈ શકે. ભાનુભાઇની બાહોશીને સલામ છે છતાં તમારા આ પગલાથી પાંચ માંગણી સ્વીકારાઈ એ ઉત્સાહ કોઈ ને ના હોય કારણ કે તમારી હાજરી આવા હજારો લોકોના અનેક અન્યાય રાહ જોઈ રહ્યા છે. ભાનુભાઇના આ બલિદાનને સમાજ કાયમ યાદ રાખશે.પણ ભાનુભાઇ ની ગેરહાજરી સમાજને કાયમ ખૂંચશે.

ભાનુભાઇના આત્મવિલોપનના સમાચાર જાણ્યા ત્યારથી ખુબ જ વ્યથિત થઇ જવાયું છે કારણ કે આટલા બાહોશ માણસ આસાનીથી સમાજને મળતા નથી હોતા. અને ખોવા પડે એ તો કેમનું સહન થાય! મને અવાર નવાર કહેવાનું મન થાય છે કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ પ્રકારનો અન્યાય હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, આત્મવિલોપન એ કોઈ પણ સમસ્યાનો હલ નથી, નથી અને નથી જ. આવતા સમયમાં પણ કોઈ પણ પરિસ્થિતિ પેદા થાય, દરેક સમાજના યુવાનોને પોકારી પોકારી કહું છું કે આવું કોઈ પગલું ના ભરશો. કોઈ પણ સંજોગો કે સમસ્યા જીવનથી વધારે મહત્વની નથી જ. ભાનુભાઇની શહીદીનો ઉપયોગ ભવિષ્યમાં બીજા કોઈ આંદોલન કે અન્યાય સામે આવા આત્મઘાતી પગલાંથી દૂર રહીને, મજબૂત સમાજ ની રચનામાં કરીયે. અને ભવિષ્યમાં એક પણ આત્મવિલોપનનો બનાવ ના બને, એના માટે કટિબબદ્ધ થઇને ભાનુભાઇને શ્રદ્ધાંજલી આપીયે.

જીતેન્દ્ર વાઘેલ
૯૯૨૪૧૧૦૭૬૧

————–

Ank 10 Bhanubhai Jamin Andolanઅંક ૧૦ – ભાનુભાઈ જમીન આંદોલન – ૧ માર્ચ ૨૦૧૮
Download PDF https://goo.gl/FjszBc
Download Images https://goo.gl/m26PQQ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

 1. Jayantilal L Parmar says:

  Bhanubhai J Vankar sathe lagbhag 1980 thi mitrata hati, “Mass Movement” hethal SC Samaj mate anek karyakramo ane jalad aandolano karya chhe, tukama Bhanubhai jeva honhar sacha Ambedkar vadi virla malava kathin chhe.
  Param mitra Bhanubhai nu balidan ele nahi java daiye.
  Jay Bhim
  Namo Buddhay
  J L Parmar
  Sidhpur

  • jitu dinguja says:

   ha koi nijiswarth vina seva aape, koi aarthik madad kare. koi santvanna aape, ahi to bhanubhai ye emni jindgi nyochhavar kari chhe. aanathi motu balidaan su hoi shake.

Leave a Reply

Your email address will not be published.