ઝાહિલ અંધભક્તો કરી રહ્યા છે આર્ટિકલ-30નો વિરોધ, આર્ટિકલ 30A બંધારણમાં છે જ નહીં. જાણો સચ્ચાઈ

Wjatsapp
Telegram

સંવિધાનના આર્ટિકલ-29 & આર્ટિકલ-30 ની બાબતમાં ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેમ કે,

(1)આર્ટિકલ-30 મુજબ મદરેસાઓને કુરાન શીખવવા માટે પરવાનગી આપે છે

(2)આર્ટિકલ 30 (એ) કહે છે કે ગીતાને શાળાઓમાં ભણાવી શકાતી નથી.

આ બંને અફવાઓ સોશિયલ મીડિયામાં ખૂબ ફેલાવવામાં આવી રહી છે. આવી અફવાઓ એવા લોકો ફેલાવે છે જેને ભારતના નાગરિકોની એકતા અને ભાઈચારાથી તકલીફ છે અને, આવી આફવાઓને ઘેટાંના ટોળાની જેમ ફેલાવવા વાળો વર્ગ મોટો છે જેણે ક્યારેય ભારતીય સંવિધાન વાંચ્યું પણ નથી અને, ન તો એ ક્યારેય હકીકત જાણવાની કોશિશ કરે છે.

બસ મગજમાં ભારતીય સંવિધાન અને મુસ્લિમો વિરુદ્ધનું ઝેર ભર્યું છે એટલે અફવાઓ શેર કરી નાખે છે.
આવી અફવાઓ એજ ફેલાવે જેણે ક્યારેય પણ સંવિધાન વાંચ્યું જ નથી સંવિધાનનો વિરોધ કરવાનો મોકો મળવો જોઈએ બસ. આર્ટિકલ-30 જેવુ કઈક આવે એટલે શેર કરી નાખવાનું પછી ભલે ને આર્ટિકલ નો અ પણ ના આવડતો હોય.

આ બાબતમાં સાચી હકીકત એવી છે કે,

“ભારતીય સવિધાનમાં આર્ટિકલ-30A નામની કોઈ કલમ જ નથી”. ભારતીય સંવિધાનમાં કોઈ પણ ધર્મ વિશેષ માટે ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી. ભારતના સંવિધાન મુજબ ભારત એ એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. એટલે કોઈ પણ એક ધર્મ માટે વિશેષ સુવિધાઓ નથી.

આર્ટિકલ-30: સંસ્કારિક અને શૈક્ષણિક હકો

આર્ટિકલ-29 : લઘુમતીઓના હિતોનું રક્ષણ

પહેલા સમજીએ કે લઘુમતીમાં કોણ કોણ આવે.

1.શીખ
2.મુસ્લિમ
3જૈન
4.બૌદ્ધ
5.પારસી
6.ખ્રિસ્તી

નોંધ:-
“લખુમતીઓ(minorities) એટલે માત્ર મુસ્લિમો જ નહીં.”

હવે, આર્ટિકલ-29 શુ છે તે સમજીએ:-

ભારતના રાજ્યક્ષેત્રમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા અને પોતાની ભાષા, લિપિ અથવા સંસ્કાર ધરાવતા નાગરિકોના કોઈ પણ તે વિભાગને જાળવી રાખવાનો હક રહેશે.

રાજ્યવડે નિભાવાતી અથવા રાજ્યના નાણાંમાથી સહાય મેળવતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા અથવા એમાંના કોઈ કારણે કોઈ પણ નાગરીકને પ્રવેશનો ઇનકાર કરી શકાશે નહિ (કોઈ પણ ધાર્મિક સંસ્થાઓ દ્વારા શિક્ષણ અપાતું હોય પણ એનો ખર્ચ સરકાર દ્રારા આપવામાં આવતો હોય તો ત્યાં કોઈ પણ જાતિ, ધર્મના નાગરિક પ્રવેશ મળી શકે છે).

હવે, આર્ટિકલ-30:-શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો લખુમતીઓને અધિકાર છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આર્ટિકલ-30-1: એ લઘુમતી જૂથ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાની સંપત્તિના સંપાદન સાથે સંકળાયેલ રકમ નક્કી કરવા સાથે સંબંધિત છે.

આર્ટિકલ-30(૨): મુજબ કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કોઈ વિશિષ્ટ સમુદાય, ભાષા અથવા ધર્મના આધારે ભેદભાવ કરી શકાય નહીં.

Author-Hemant Chanpa

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

 1. Mithilesh says:

  આજ આર્ટિકલ ના આધારે ખ્રિસ્તી સ્કુલો RTE મુજબ 25% સિટો આપવા રાજી નથી. જ્યારે એજ સ્કુલોના ટ્રસ્ટ MOA મા ઓબ્જેક્ટિવ્સ મા લખે છે કે અમો કોઇ જાતિ, ધર્મ… બ્લા બ્લા બ્લા ભેદભાવ વિના અમારું ઓર્ગેનાઇઝેશન ચલાવિશુ.

  • Jadav RJ says:

   કેમ કોઈ મુસ્લિમ વિરોધ નહિ લખતો
   આ ભારત માં હિન્દુજ સારા નહિ

Leave a Reply

Your email address will not be published.