ગુજરાતમાં કોરોના ગાઈડ લાઈનનું ગતકડું. સરળ રીતે સમજો.

આજે ગુજરાતમાં એકસાથે કોરોના ના 454 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ પણ સાજા થયા કહેવાય કે નહીં તે વિવાદનો વિષય છે… મીડિયાવાળા ખુશ થઈ ગયા, સરસ સરસ હેડ લાઈન બનાવી પણ આપણે #ગોદીમીડિયા નથી એટલે 4 પોઇન્ટ સમજો.
1) સરકારની નવી ગાઈડલાઈન મુજબ લક્ષણ વગરના પોઝિટિવ દર્દીને 3 દિવસ તાવ ન આવે તો 10 દિવસે ટેસ્ટ કર્યા વગર, યસ ટેસ્ટ કર્યા વગર જ રજા આપવાની. એટલે કોરોના પોઝિટિવ હોય અને એના લક્ષણો ના દેખાય તો રજા મળે.
2) એ જ સરકાર કહે છે કે મોટાભાગના કેસ લક્ષણ વગરના આવે છે. વચ્ચે તો સરકાર તરફથી એવી પણ જાહેરાત આવી હતી કે તમારી રોગપ્રતિકારક ક્ષમતા હોય તો કોરોનાના લક્ષણો ના દેખાય પણ તમારાથી અન્યને ચેપ ફેલાવાનો ખતરો તો રહેલો જ છે. બોલો! હવે કોઈ ખતરો નહિ! હવે કોરોના પોઝિટિવ, લક્ષણો ના દેખાય એટલે રજા આપવાની.
3) લક્ષણ વગરના છે.. એટલે કે તાવ તો નથી એટલે ગાઈડલાઈન મુજબ તો એ સાજા જ કેવાય ને.. તો પોઝિટિવ કઈ રીતે ગણો છો એને હોસ્પિટલે જ શુ કરવા લઈ જવાના? જ્યારે દર્દીને સંપૂર્ણ કોરોનામુક્ત કરવો જ નથી સરકારે તો દર્દીને હોસ્પિટલમાં ભરતી કરવાનું નાટક કરવાનું?
4) લક્ષણ પણ નથી અને છતાં પોઝિટિવ છે. તો 3 દિવસ તાવ ન આવે તો રજા આપવાની(અચ્છા, લક્ષણ તો નથી તો તાવ ક્યાંથી આવ્યો?) એટલે આમ લક્ષણ નથી તોય ટેસ્ટ કર્યો એમાં પોઝિટિવ છે, પણ પછી લક્ષણ ન દેખાય તો ટેસ્ટ કર્યા વગર નેગેટિવ ગણીને રજા આપી દેવાની.
આ તો સારું છે કે, મોટાભાગની પ્રજા #હિંદુત્વ માં આંધળી બની ગઈ છે, રામાયણ, મહાભારત જોવામાં વ્યસ્ત છે, મુસ્લિમ વિરોધી અફવાઓ ન્યુઝ ચેનલોમાં જોવામાં મસ્ત છે એટલે આટલા 4 પોઇન્ટ સમજતી નથી….

સરકાર GDP અને બેરોજગરીદર સાથે રમત રમતી હતી એ રીતે કોરોના ચેપના દર્દીઓના આંકડાઓ સાથે રમત રમી રહી છે. ગાઈડલાઈન ચેન્જ કરી છે, પણ ટેસ્ટ મોટી સંખ્યામાં નથી વધાર્યા કે મોટી સંખ્યામાં હોસ્પિટલો, વેન્ટીલેટરો નથી ઉભા કર્યા. જેટલા અમેરિકા અને અન્ય પશ્ચિમના દેશોએ કર્યા છે.
(સોશિઅલ મીડિયામાં આ મેસેજ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં થોડી વધુ માહિતી ઉમેરી તમારા સુધી પહોંચડીએ છીએ. આ માહિતી સાચી છે અને સામાન્ય માણસને સમજવા ખૂબ ઉપયોગી છે. વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો.)