બૂક રીવ્યુ | બંધારણના એકમાત્ર ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડરકર

Wjatsapp
Telegram

બંધારણના ઘડવૈયાઓ કોણ ?? બંધારણ ઘડવામાં ઘણા લોકોનો ફાળો છે છતાં ઘણા લોકો માથે લઈને ફરે છે!! એવા મેણા સાંભળ્યા એટલે આ પુસ્તક મંગાવ્યું વાંચ્યું ને સત્યની સાથે આધારભૂત પુરાવા રજૂ કરતાં લેખ લખી નાખું. ૨૬ જાન્યુઆરી એ કાર્યક્રમ બાદથી આ પ્રશ્નો મનમાં પેદા થતા જાગૃતિ માટે…
આ લેખમાં જવાબ મળશે કે કેવી રીતે ત્રણ ત્રણ વખત બંધારણ લખવાનો પ્રયાસ થયો?? બંધારણ સભામાં કેવી રીતે ને કોણે વોટ આપી પ્રવેશ મા મદદરૂપ થયા?? છેવટે બાબાસાહેબે ને માથે બંધારણ ઘડવાની જવાબદારી કેમ વધી? ખરડા સમિતિના સભ્યો ક્યાં ને કેવા કામમાં વ્યસ્ત રહ્યા?? વગેરે…
લખવું તો કચકચાવીને લખવું. સત્યતાની ચકાસણી કરીને લખવું ઇતિહાસ ક્રુર શિક્ષક છે , જે કોઈને છોડતો નથી .આ શબ્દો છે આદરણીય અમિત જ્યોતિકર સાહેબના.

Dr.Amit Jyotikar (Left side)
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

તેમણે લખેલ પુસ્તક બંધારણના એકમાત્ર ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર.
જવાબ આપે છે એવા લોકો ને કેજે ભારતીય બંધારણ પર કોઈ ટીકા ટિપ્પણી કરે છે અથવા તો બંધારણને ઘડવામાં બાબાસાહેબની ભૂમિકા પર સવાલ ઉપાડે છે.મારા વાંચનમાં આવ્યા બાદ ડોક્ટર અમિત જયોતિકર સાહેબ જોડે વાતચીત કયૉ પછી આ લખ્યું છે.
@ભારતનું બંધારણ ખરેખર કોણે લખ્યું હતું?
@બંધારણના ઘડવૈયાઓ કોણ કોણ હતા?
@બંધારણ ઘડવામાં ઘણા નો ફાળો છે પણ લોકો માથે લઈને ફરે છે.
આવી ટીકા ટી પડ્યો કે સવાલો પર જવાબ આપવા માટે અને આવનારી પેઢીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ ના મુખ્ય ઘડવૈયા હતા એ બાબતને વધુ સુદ્રઢ કરનાર પુસ્તક..
આદરણીય સાહેબશ્રી એ બંધારણની ડિબેટો હોય ,જીવન ચરિત્ર હોય, મરાઠી પ્રકાશન હોય ,જગદીશ માંડલ ,dhananjay keer લિખિત પુસ્તક હોય, મરાઠી લેખો હોય ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ના પુસ્તકો હોય કે બંધારણ સભાની બેઠક આ બધા ના આધારે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે જેનું નામ છે
બંધારણનાએકમાત્ર ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર.
કોઈ પણ સ્વાભિમાની રાષ્ટ્ર માટે પોતાનું રાષ્ટ્રીય બંધારણ રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીત હોવા અનિવાર્ય છે .બાબાસાહેબ આંબેડકર લખે છે કે હિંદીઓને સંવિધાન સર્જન કરવાની પ્રથમ તક મળી ત્યારે હિન્દી મંત્રી લોર્ડ taken હેડે ૧૯૨૭માં હિંદીઓને સંવિધાન રજૂ કરવાની ચેલેન્જ કરી હતી.
૧.પ્રથમ પ્રયત્ન ૧૦-૦૮-૧૯૨૭ નવ સભ્યની સર્વપક્ષીય સમિતિ બનાવીને આદરણીય વડાપ્રધાન નહેરુજીએ પ્રથમ પ્રયત્ન કર્યો.
૨.બીજો પ્રયત્ન ૧૯૩૦માં ગોળમેજી પરિષદ ભરાઇ અને તેમાં થયું.
૩.ત્રીજો પ્રયત્ન તેજબહાદુર સપ્રુ એ પણ કર્યો.
છેવટે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ સુધીમાં ૧૯૩૫માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો અને બંધારણ રચાયું.
ભારતની સ્વતંત્રતા સંદર્ભે ચિપ્સ એલેક્ઝેન્ડર હિન્દી ની બ્રિટિશ કેબિનેટ મિશન 1946 માં કરેલી ભલામણો સ્ટેટ પેપર ની મર્યાદામાં રહીને બંધારણ સભાની રચના કરવામાં આવી.
ડોક્ટર બાબા સાહેબનો બંધારણસભામાં પ્રવેશ.
જોગેન્દ્ર નાથ માંડલી પોતાના નેતાને બંધારણ સભા માં મોકલવા નું બિડુ ઝડપ્યુ વિમાન દ્વારા માણસો કાગળો મોકલી આપ્યા .બાબા સાહેબને કલકત્તા ના જેસર જિલ્લામાં મતદાર તરીકે નોંધણી કરાવી દીધી ૨૮ જૂન ૧૯૪૭ ના રોજ ઉમેદવારી પત્ર ભર્યું. જેમ તેમને હરાવવા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું પરંતુ ઘણી કશ્મકશ બાદ થી પાંચ મતે બાબા સાહેબ વિજયી બન્યા. જેમાં પાંચ મત આપનાર પૈકી ૧.દ્વારકાનાથ ૨.જ્ઞાનનાથ ૩.નાગેન્દ્ર નાથ ૪.કુંજ બિહારી ૫.જોગેન્દ્ર ના થકી બંધારણ સભા માં વાજતે ગાજતે પ્રવેશ મળ્યો. આમાં કોઈ લીગે બાબાસાહેબે ને જીતાડયા એ વિથ ખોટી છે. જે લોકો અનુકૂળ વિગતો પ્રસારિત કરે છે એમણે વધુ તથ્ય આધારે વાંચવું જોઈએ.
ઐતિહાસિક પ્રવચન.
તારીખ ૧૩-૧૨-૧૯૪૬ના રોજ વડાપ્રધાન જવાહરલાલ એ પ્રસ્તાવ મૂક્યો . જેમાં બંધારણના ઉદ્દેશ આદર્શ અંગેના મુદ્દાઓ હતા ત્યારે મુકુદરામ રામરાવ જયકરે નેહરુ પ્રસ્તાવ પર સુધારો મુકવા કહ્યું જ્યાં સુધી મુસ્લિમ લીગના સભ્યોને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ ન આવે ત્યાં સુધી સંવિધાન સર્વેની પ્રક્રિયા સ્થગિત કરવાની દરખાસ્ત મુકી . જેથી બંધારણ સભાના સદસ્ય નો સંયમનો બંધ તૂટી ગયો ભારે વિરોધ થયો જેથી મુકુન્દરાવ રામલાલ જયકર વિરુદ્ધ વિરોધ થયો . પાછળથી તેમને રાજીનામું આપવું પડ્યું.
જેની સામે ૧૭-૧૨-૧૯૪૬ મુકુન્દરાય તેમના પ્રસ્તાવને સમર્થન કરતું પ્રવચન બાબાસાહેબે કર્યું. જેમાં તેમના વિશાળ દ્રષ્ટિકોણ , વિધાયક વૃત્તિ,અખંડ ભારતની આહલેક જગાવતા રાષ્ટ્ર હિતના ભારતન જગાવતા રાષ્ટ્ર હિતના એકમાત્ર ધ્યેય યુક્ત અંતઃકરણ માંથી નીકળતા સુધારા વાળા પ્રવચનથી સમગ્ર બંધારણ સભા પર છવાઈ ગયા. સતત તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લેવામાં આવ્યા. લોબીમાં અનેક મહાનુભાવોએ આગેવાનોએ હસ્ત ધૂનન કરી અભિનંદનની વર્ષા કરી . આ પ્રવચનને જાહેર જીવનનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. તેમને જુદી જુદી સાથે મહત્વની સાત સમિતિઓમાં સાથે પ્રવેશ કરાવવામાં આવી. ૧૯૪૭માં ભાગલા પડતા ડૉ.આંબેડકરને પાકિસ્તાન જતા અને તેમના રાજીનામાથી ખાલી પડેલી બેઠક મુંબઈ૨૩-૦૭-૧૯૪૭ માં બિનહરીફ ચૂંટીકાઢવામાં આવ્યા.

આ પુસ્તક ખરીદવા માટે ફોટા પર ક્લિક કરો.

બંધારણ લખવા માટે તેમજ તે અંગે જવાલાલ નેહરૂ બ્રિટિશ બંધારણ આયીવરીજેનીગ જેના વિશે વિચારતા હતા ત્યારે ગાંધીજીએ સરોજિની નાયડુ ઉપસ્થિતિમાં કહ્યું “આપણે શા માટે જવું છે આપણે ત્યાં આંબેડકર છે જ. “
મહત્તમપ્રદાન
સાતેય સભ્યોએ મુસદ્દા સમિતિમાં હતા .તેઓ કોઈક ને કોઈક કારણસર #ગેરહાજર રહ્યા હતા જેમાં કુલ ૪૪ બેઠકો મળી જેમાંથી
(૧)ઇમામ હુસેન
૪૩ બેઠકોમાં ગેરહાજર.
(૨) બિજેન્દ્રલાલ મિત્તલ ૪૩ બેઠકોમાં ગેરહાજર.
(૨)મહંમદ સાદુલલા ૧૪ બેઠકમાં ગેરહાજર.
(૩)કનૈયાલાલ મુનશી ૧૮ બેઠકો માં ગેરહાજર.
(૪)દેવીપ્રસાદ ૪૧ બેઠકો માં ગેરહાજર.
(૫)ગોપાલ સ્વામી ૨૭ બેઠકોમાં ગેરહાજર.
(૬)માધવરાવ ૨૫ બેઠકોમાં હાજર રહ્યા અને સતત બાબાસાહેબ ની પડખે રહ્યા.
આમ સતત સભ્યોની ગેરહાજરી નું પ્રમાણ વધતા ૧૯ જાન્યુઆરી ૨૬ જાન્યુઆરી ૧૯૪૮ના સમયગાળામાં મુસદ્દા સમિતિ ના સભ્યો માંથી ડોક્ટર બાબા સાહેબ અને એ માધવરાવ સાથે રહીને સભ્યોની કોરમે જ કામકાજ કરવું પડ્યું.
કેટલાક ટીકાકારો આપણા બંધારણને ૧૯૩૫ ના કાયદા ની નકલ કહેતાં ખચકાતાં નથી, વળી આ જ લોકો બંધારણને ૧૯૩૫માં કાયદાથી ઘણું વિશાળ કહી તેની અસંખ્ય આલોચના પણ કરે છે આમ તેમનું વિરોધાભાસી વલણ સ્પષ્ટ દેખાઈ આવે છે ત્યારે પોતાના ૪ નવેમ્બર ૧૯૪૮ના પ્રવચનમાં આ બાબતને વિશદ છણાવટ કરીને સચોટ ઉત્તરો આપ્યા છે
#બીએમ રાવ ના મુસદ્દામાં ૨૩૩ અને ૧૩ પરિશિષ્ટ
જ્યારે #આંબેડકરે પ્રસ્તુત કર્યાં મુજબના ૩૧૫ કલમો આને ૮ પરિશિષ્ટ સાથે બંધારણ તૈયાર થયું.
આઠ મહિના સુધી લોકમત માટે બંધારણ ની જાહેર ચર્ચામાં મૂકવામાં આવ્યું . જેમાં થી ૭૬૩૫ સુધારાઓ સૂચવવામાં આવ્યો ૨૪૩૩ મુદ્દાઓને ચર્ચાના એરણે લેવામાં આવ્યા. જ્યારે સાત જેવા મુદ્દાઓને સુધારો નો સ્વીકાર પણ કરવામાં આવ્યું.
તેમણે આમુખમાં THE PEOPLE શબ્દ તથા સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા શબ્દો પર ભાર મૂક્યો તેમજ તેને દાખલ કર્યો.
Indipendent શબ્દ દૂર કરી તેને સ્થાને
sovereign democratic Republic શબ્દ મૂક્યા.
સાથે જ તેમણે India that is Bharat લખ્યું.(INDIA THAT IS BHARAT)
વિદ્વાન બારકરે પોતાના પ્રસિદ્ધ ગ્રંથમાં “પ્રિન્સિપલ ઓફ સોશિયલ એન્ડ પોલીટીકલ થિયરીમાં” સમગ્ર આમુખ મુદ્રિત કરી બંધારણનું મહત્વ સમજાવવાની માસ્ટર-કી તરીકે ભારતીય બંધારણ ની પ્રશંસા કરી અને બંધારણ ને મેસેજ ઓફ સોશિયલ ડેમો પણ કહ્યું.
આમ ૨ (બે) વર્ષ ૧૧ માસ ૧૮ દિવસ ની સક્રિય કામગીરી, ચર્ચા, પ્રશ્નાર્થ બાદ ૩૩૫ કલમો (આઠ) ૮ પરિશિષ્ટ વાળો મુસદ્દો તૈયાર કરી ૩૯૫ કલમ- ૮ પરિશિષ્ટમાં પરિવર્તન પામ્યું. છે.જેને આપણે ભારતીય બંધારણ કહીએ છીએ જે શનિવાર તારીખ ૨૬-૧૧-૧૯૪૯ ના દિવસે ભારે જયઘોષ સાથે સર્વાનુમતે સર્વ સ્વીકૃત કરવામાં આવ્યું.
ડાબેરી વિચારધારા ને સમર્પિત મૌલાના હઝરત એ કહ્યું “ડોક્ટર આંબેડકર પોતાની વિદ્વતા થી રાત ને દિવસ અને દિવસ ને રાત માં બદલી શકવા માટે સક્ષમ છે.”
આપણા બંધારણમાં એક શબ્દ એવો નથી જેની ચર્ચાની જાણ સભ્યોને ન હોય. બંધારણમાં વાક્યો, શબ્દો ,અલ્પવિરામ કે પૂર્ણવિરામ અલ્પવિરામ સુદ્ધાં સંપૂર્ણ ધ્યાન રાખી અને મૂકવામાં આવ્યા છે .અંગ્રેજી આર્ટીકલ THE તો ક્યાં મૂકવો અને ક્યાં ન મૂકવું તેની પણ ચર્ચા થતી. આર્ટીકલ 38 (નશાબંધી) બાબતે ચર્ચા કરતા બી.એચ.ખડગરે તો “વડાપ્રધાન નેહરુ ના ચપ્પલ ચોરયા તેનો પણ ઉલ્લેખ કરી નાગરિક નીતિમત્તાની ચર્ચા કરી હતી .”
પંડિત જવાલાલ નેહરૂ એ બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ને તારીખ ૨૪-૫- ૧૯૪૯ના પોતાના પત્રમાં લખ્યું છે કે.
We have passed the constitution by clause by clause after much arguments. Not only about general politics but also words and phrases. 11.
પોતાના ૩૭ વર્ષ પહેલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર આંબેડકર ની આવી અપૂર્વ સિદ્ધિની થી પ્રભાવિત થઈ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીએ 5 જૂન ૧૯૫૨માં તેમનું ભવ્ય સન્માન કરી ભારતીય બંધારણનાઘડવૈયા તરીકે બીરદાવી તેમને ડોક્ટર ઓફ લો ની પદવીથી વિભૂષિત કર્યા હતા.
ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરને બિરદાવતા બંધારણ સભાના અધ્યક્ષ ડૉ રાજેન્દ્ર પ્રસાદ તારીખ ૨૬-૧૧-૧૯૪૯ ના પ્રવચનમાં કહ્યું છે કે
” અધ્યક્ષના આસન એ બેઠા બેઠા તમે હંમેશાં જોયું છે કે મુસદ્દા સમિતિ ના અધ્યક્ષ ડૉ આંબેડકર એ પોતાની તબિયત અસ્વસ્થ હોવા છતાં અન્ય કોઈ વ્યક્તિ કરતા આ બાબતે અતિ ઉત્સાહ અને લગનથી કાર્ય કર્યું છે તેની નોંધ કરી છે . આપણે ડૉ.આંબેડકરને મુસદ્દા સમિતિ ના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આજે નિર્ણય કર્યો તેનાથી વધારે સારો નિર્ણય બીજો કોઈ ના હોત તો તેમણે આપણા નિર્ણય ને સાર્થક કર્યો એટલે જ નહીં પરંતુ જે કાર્ય તેમણે કર્યું તેનાથી આપણા નિર્ણયને ચાર ચાંદ લગાવી દીધા. આપણા નિર્ણય ની સાર્થકતા અને સફળતા ઉપર છોગુ લગાવી દીધુ.”
આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થકી બંધારણ ઘડાયું છે. આવા અવિસ્મરણીય કાર્યને પણ કેટલાક લોકો હજુ સમજી શકતા નથી . આવા વિરલ યુગપુરુષ ,રાષ્ટ્ર પુરુષ, બાબા સાહેબ આંબેડકરને એક કોચલામાં બંધ કરી ને ન રાખો. આવું વિરલ વ્યક્તિત્વ સમગ્ર દેશનું આભૂષણ છે.
સંદર્ભ.બંધારણના એકમાત્ર ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર.
આ પુસ્તક બે વાર વાંચ્યું પછી આ લેખ લખ્યો છે છતાં ભૂલચૂક બદલ ક્ષમા.

✍️ સતીષ પરમાર (ગલાલિયાવાડ પ્રાથમિક શાળા, દાહોદ)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.