પુસ્તક વિમોચન | ડૉ. બાબાસાહેબની આત્મકથા

Wjatsapp
Telegram

ગુજરાતી બહુજન સાહિત્યમાં સૌ પ્રથમવાર “ડૉ. બાબાસાહેબની આત્મકથા”

ખૂબ ઓછા લોકો જાણે છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે આત્મકથા લખી હતી. થોડા પ્રકરણ લખ્યા બાદ તેમણે આત્મકથા લખવાનું કામ આગળ વધાર્યું નોહતું. આજે એ જ આત્મકથા “શરૂઆત પબ્લિકેશન”ના માધ્યમથી આપ સમક્ષ ગુજરાતી અનુવાદ રજુ કરી રહ્યા છીએ. આ આત્મકથાનું મથાળું “Waiting for Visa” તરીકે પ્રખ્યાત છે. કુલ 6 પ્રકરણમાં બાબાસાહેબે પોતાના અનુભવો લખ્યા છે અને સાથે સાથે અન્ય કિસ્સાઓ પણ લખ્યા છે. આ પુસ્તકમાં બાબાસાહેબ ભારતના અસ્પૃશ્ય વર્ગની વાત કરે છે અને સાથે સાથે હિન્દુઓની માનસિકતાની પણ વાત છે. અનામત વિરોધી હિંદુઓએ ડોકટરવાળું છેલ્લું પ્રકરણ ખાસ વાંચવા જેવું છે. અને એ પણ પાછું આપણા ગુજરાતનું જ છે. આ પ્રકરણથી આજના હિન્દૂ યુવાઓને ખ્યાલ આવશે કે અનામત એ મૂળે કોના પાપનું પ્રાયશ્ચિત છે.

આ પુસ્તક એટલું સરસ છે કે કોલંબિયા યુનિવર્સીટી જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સીટીમાં ભણાવવામાં આવે છે.

તારીખ 19 જુલાઈ 2020 ના રોજ વેજલપુર ખાતે “ડૉ. બાબાસાહેબની આત્મકથા” પુસ્તકનું વિમોચન સમારંભ યોજવામાં આવ્યો. કોરોના  મહામારીને ધ્યાનમાં રાખી જાહેર આમંત્રણ આપવામાં નોહ્તું આવ્યું. જોગાનુજોગ આજે લેખિકા, અનુવાદક, કવિ ડૉ. મિતાલી સમોવાજીનો જન્મદિવસ હોવાથી પરિવારના સભ્યો અને બે આમંત્રિત મહેમાનો સાથે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું. પ્રમુખ સ્થાને આયુ. નિલેશ કાથડ અને અતિથિ વિશેષ લેખક આયુ. જીતેન્દ્ર વાઘેલા ઉપસ્થિત રહ્યા.

લેખિકા ડૉ. મિતાલી સમોવા પોતાના સઘળા સાહસ અને કાર્યક્ષમતાની ક્રેડીટ એમના માતાપિતાની પરવરિશને આપે છે. ડૉ. મિતાલી સમોવાએ પુસ્તક અનુવાદમાં આવેલી તકલીફો અને તેનો કેવી રીતે ઉકેલ લાવ્યા, તેની વાત કરી. સાથે સાથે તેઓના માતા-પિતાના સાથ સહકારના લીધે તેમને સતત હિંમત મળી અને આ પુસ્તકનું અનુવાદ કરી શક્ય તે માટે પરિવારના સભ્યોનો આભાર માન્યો. અને આગળ પણ બીજા પુસ્તકો અનુવાદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

અતિથિ વિશેષ આયુ. જીતેન્દ્ર વાઘેલાજીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું અને સૌને પુસ્તકો વાંચવા, વસાવવા અને વહેંચવા અપીલ કરી. કાર્યક્રમના પ્રમુખ આયુ. નિલેશ કાથડજીએ પુસ્તકના પ્રસંગો સંભળાવ્યા અને સૌને બાબાસાહેબના ઋણી રહેવા અને તેઓનું ઋણ ચૂકવવા યથાશક્તિ, સામાજિક પરિવર્તનની લડાઈમાં યોગદાન આપવા સમજાવ્યું.

પુસ્તકનું પ્રથમ પરમાર્શન ડૉ. કલ્પેશ વોરા એ કર્યું છે. જેઓ એડવોકેટ, નોટરી છે અને ડૉ. બાબાસાહેબના ખૂબ અભ્યાસુ યુવાન છે. તેઓ આ અગાઉ પાંચ પુસ્તકો લખી ચુક્યા છે અને તે પુસ્તકો સમગ્ર ગુજરાતમાં ખુબ વંચાયા છે. મુખ્ય પરમાર્શન (અમારા માર્ગદર્શક) પ્રો. યશવંત વાઘેલાજી એ કર્યું છે. દરેક સમાજના વડીલો જો યશવંત વાઘેલાજી જેટલા ઉદાર હોય તો જ્ઞાન એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવામાં કોઈ અડચણ ના આવે. “શરૂઆત પબ્લિકેશન”નું સદભાગ્ય છે કે યશવંતદાદા જેવા વડીલનું સાનિધ્ય પ્રાપ્ત થયું અને ત્રણ અનુવાદ શિબિરના અંતે આ પહેલું પુસ્તક રજુ કરી શક્યા. પ્રાસંગિક ઉદબોધન કરતા આયુ. કૌશિક શરૂઆતે વધુમાં જણાવ્યું કે, અમે બાબાસાહેબનું સમગ્ર લખાણ  અંગેજી, મરાઠી ભાષામાં ગુજરાતી ભાષામાં અનુવાદ કરીશું અને ગુજરાતી બહુજન સાહિત્યને સમૃદ્ધ કરીશું। અમે “શરૂઆત પબ્લિકેશન” વતી સૌ નવા લેખકો, કવિઓ, અનુવાદકોને આવકારીએ છીએ અને મિતાલીબેન જેવાં બીજા અનેક મહિલાઓ તૈયાર થાય અને સમાજને સાહિત્ય પૂરું પાડે તે માટે પ્રયત્નશીલ છીએ.

પુસ્તકની કિંમત : 30 રૂ.

50 થી વધુ કોપી મંગાવવા પર 20 રૂ. પ્રતિ કોપી.

પુસ્તક મંગાવવાની લિંક

http://sharuaat.com/bookstore/product/babasahebni-aatmakatha-waiting-for-visa/
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

શરૂઆત બુક સ્ટોર

8141191311

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Ramjibhai Nathabhai Vankar says:

    50 Books

Leave a Reply

Your email address will not be published.