તમે મારી માટે પણ એક હટ્ટોકટ્ટો સૌતો લાવી આપો.

જયોતિબા ફૂલેના પિતા અત્યંત બિમાર રહેતા હતા. એવામાં જ્યોતિબા અને સાવિત્રીના લગ્નને ઘણા વર્ષો વીતી જવા છતા બાળક નહતુ થયુ તેનુ કારણ પિતાજીને સાવિત્રીનુ ભણેલુ ગણેલુ હોવુ લાગતુ હતું. જે તે સમયે સમાજમાં એવી અફવા હતી કે છોકરીઓ ભણે તો ભગવાન તેઓની માતા બનવાનુ સુખ છીનવી લેય. આ કારણસર ઘણા માતા-પિતા દિકરીઓને ભણાવતા નહતા.
પિતાજીને ખબર હતી કે જ્યોતિબા તેઓની બીજા લગ્ન કરવાની વાત નહી માને તેથી તેમણે જ્યોતિબાના જ સસરા અને સાવિત્રીના પિતા ખંડુજીને જ તેમને સમજાવવા બોલાવ્યા. જ્યોતિબાએ પોતાના સસરાની વાત શાંતિથી સાંભળી ને પછી કહ્યું કે”મને વાંધો નથી, પણ મારી એક શરત છે.” આ સાંભળીને ખુશ થઈ ગયેલા ખંડુજીએ કહ્યું કે “અમારા ઓળખીતામા જ એક સુંદર દિકરી છે, તેના પિતા પણ ધનવાન છે. તમારી બધી શરતો પૂરી થઈ જશે. ચિંતા ન કરો.”
તેની પર જ્યોતિબાએ જવાબ આપ્યો, “તમે સાવિત્રી માટે સૌતન લાવવાની વાત કરો છો તો મારી શરત એ છે કે તમે મારી માટે પણ એક હટ્ટોકટ્ટો સૌતો લાવી આપો.” આ સાંભળીને બધા સુન્ન થઈ ગયા. આગળ જ્યોતિબાએ કહ્યું, ” બાળક ન થવાનુ કારણ પતિ કે પત્ની બંને માથી કોઈ પણ હોઈ શકે છે, એમા ફક્ત પત્ની એ જ કેમ સૌતન વેઠવાની આવે? પુરુષમા ખામી હોય તો સ્ત્રી ને પણ અન્ય પુરુષથી પોતાના સ્ત્રી કુળને આગળ વધારવા બાળક પેદા કરી શકવાની છૂટ હોવી જોઈએ. બાળકોની સંખ્યા મારુ પૌરુષત્વ નક્કી ન કરી શકે. “
આ સાંભળીને બંને પિતાઓ નિરાશ થયા.
પરંતુ જ્યોતિબાએ તો ફક્ત પોતાનાં પતિધર્મનુ પાલન કર્યુ હતુ જે સર્વદા અપેક્ષિત અને સરાહનીય હતુ !!!
(માહીતી- क्रांतिज्योति सावित्रीबाई फुले- शांतिस्वरूप बौद्ध – Translated & added by Dr Mitali Samova