કવિતા | વર્ષોથી બહુ ઊંઘ્યા ભાયા હવે તો જાગો

Wjatsapp
Telegram

વર્ષોથી બહુ ઊંઘ્યા ભાયા, હવે તો જાગો
ઓળખો ઇતિહાસને ભાયા, હવે તો જાગો.

ગામની બા’રે રે’તા આપણ, યાદ છે ભાયા?
નીચે અને અછૂત કે’વાતા, યાદ છે ભાયા?
ભિમરાવે અધિકાર આપીને ગામમાં લાયા?
સમાનતાનો હક આપ્યો છે, જાણો છો ભાયા?

વર્ષોથી બહુ ઊંઘ્યા ભાયા, હવે તો જાગો
ઓળખો સંવિધાનને ભાયા, હવે તો જાગો

ખાવાનું નસીબમાં ક્યારેક હોતું ભાયા!
પાણીય પીવા આપણને ક્યાં દેતા ભાયા?
ભીમરાવે આંદોલન કરીને પાણી પાયા
મહાડ સત્યાગ્રહ વિશે, શું જાણો છો ભાયા?

વર્ષોથી બહુ ઊંઘ્યા ભાયા, હવે તો જાગો
ઓળખોને ભીમરાવને ભાયા, હવે તો જાગો

પગ-થૂંક જમીન પર ક્યાં પડવા દેતા?
ઝાડુ-મટકું બાંધી આપણે હાલતા ભાયા!
આજે વટથી કેવા ફરીએ ભાયા કોના પ્રતાપે?
મેઘમાયો બળવીર તમોને યાદ છે ભાયા?

વર્ષોથી બહુ ઊંઘ્યા ભાયા, હવે તો જાગો
ઓળખો મેઘમાયાને ભાયા, હવે તો જાગો

મૂંછ દાઢીની વાત કરીને કેટલા માર્યા!!
ગાય મારી છે કહીને કેવા માર્યા ભાયા?
ગધેડાની પૂંછ ઝાલીને લાતો ખાધી!!
તોય કહો છો આપણી પકડ કેવી છે ભાયા!!

વર્ષોથી બહુ પૂંછડા ઝાલ્યા, હવે તો જાગો
હજુ કેટલી લાતો ખાશો ભાયા, હવે તો જાગો.

(નોંધઃ ગાય મારી છે કહીને-ઉના કાંડ, ગધેડાની પૂંછ-હિન્દૂ ધર્મની પૂંછ)

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

✍️યશપાલ બારોટ “લંકેશ” (રવીયા, બ.કાં.)

Photo Courtesy: The Quint

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

  1. Kaml says:

    Nice……

    And right
    My
    Brother

Leave a Reply

Your email address will not be published.