બૌદ્ધ | સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મ

Wjatsapp
Telegram

આજે બુધ્ધ પૂર્ણિમા છે… બુધ્ધપૂર્ણિમા એટલે તથાગત, શાક્યસિંહ “બુધ્ધ” નો જન્મદિવસ, ૬ વર્ષની સાધના પછી નિરંજના નદીના કિનારે “ગયા” (બિહાર) માં પીપળાના વ્રુક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તી નો દિવસ અને આજના જ દિવસે ૮૦ વર્ષની ઉંમરે કુશીનગર (U.P.) માં તેમનું મ્રુત્યુદિન નો ત્રિવેણી સમન્વય. તો આપણા સૌરાષ્ટ્રનો બૌદ્ધ ધર્મ સાથે શું સંબંધ તે જોઇએ..

સૌરાષ્ટ્રમાં બૌદ્ધધર્મ

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

ભારતમાં ઈ.સ.પુર્વે ૩૨૧માં ચંદ્રગુપ્ત મૌર્ય નામના રાજાએ “મૌર્યવંશ” ની સ્થાપના કરી.તેનું શાસન સૌરાષ્ટ્રમાં પણ હતું.જેની રાજધાની “ગીરીનગર”(જુનાગઢ) હતી. ચંદ્રગુપ્તના પૌત્ર ” સમ્રાટ અશોક “એ ઈ.સ.પુર્વે ૨૬૧માં કલિંગના યુધ્ધ પછિ અંધ બૌદ્ધસાધુ ” ઉપગુપ્ત”ના ઉપદેશથી બૌદ્ધ બન્યો. ઈ.સ. પુર્વે ૨૫૫માં પાટલીપુત્ર ખાતે સમ્રાટ અશોકે “મોગલીગુપ્ત તીષ્ય”ની અધ્યક્ષતામાં ” ૩જી બૌદ્ધસભા”નું આયોજન કર્યું. આ સભામાં બૌદ્ધધર્મના પ્રચાર માટે વિવિધ વિસ્તારોમાં બૌદ્ધ ભિક્ષુકો મોકલવા એવો નિર્ણય લેવાયો. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં “યવન ધર્મરક્ષતિ”ને મોકલવામાં આવ્યા. તેણે સૌરાષ્ટ્રમાં ૩૭૦૦૦ લોકોને બૌદ્ધધર્મી બનાવ્યા. જુનાગઢ ” હિનયાન”શાખાનું મોટું કેન્દ્ર હતું. તેના પુરાવા #અશોકના શિલાલેખ, રૂદ્રદામનના શિલાલેખ, જુનાગઢમાં આવેલ અનેક બૌદ્ધગુફાઓ, ખંભાલીડા (ગોંડલ)ની ગુફાઓ, ભાવનગરની મહાન વલભી વિશ્વવિદ્યાલય અને ઈ.સ.૬૪૦માં ચીની પ્રવાસી #હ્યુ-એન-ત્સાંગના ગ્રંથ “સિયુકિ”માંથી મળી આવે છે.

સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાઓ પુસ્તક મંગાવવા માટે ફોટો પર ક્લિક કરો.

તો બુધ્ધપૂર્ણિમાની ખુબ ખુબ મંગલકામનાઓ. આપણા જુના ધર્મ અને બાબાસાહેબના રાહે ” બૌદ્ધ “બનીએ.
–ભાવિન પરમાર.
—- જય_ભીમ.. નમો બુધ્ધાય..!!
photo – આનંદ કાબાની ફેસબુક વોલ પરથી.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.