પેટાચૂંટણી | બસપાએ પેટાચૂંટણી-૨૦૨૦ની તૈયારી શરૂ કરી, બધી જ સીટો પર લડશે

બસપા દ્વારા ગુજરાત પેટાચૂંટણી-૨૦૨૦ની અગત્યની જાહેરાત
આજરોજ તારીખ 9/7/2020 ના રોજ બહુજન સમાજ પાર્ટી ગુજરાતના પ્રભારી શ્રી ધર્મવિરસિંહ અશોકજી તથા પ્રદેશ અધ્યક્ષ અશોકભાઈ ચાવડા દ્વારા ગુજરાત પ્રદેશની મિટિંગ રાખવામાં આવેલ હતી.
બહુજન સમાજ પાર્ટી ગુજરાતના પ્રભારી શ્રી ધર્મવિરસિંહ અશોકજી (પૂર્વ કેબિનેટ મંત્રી ઉત્તર પ્રદેશ અને વર્તમાન ધારાસભ્ય, રાષ્ટ્રીય મહામંત્રી બસપા, પ્રભારીશ્રી ગુજરાત, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ), બસપા ગુજરાત અધ્યક્ષશ્રી અશોકભાઈ ચાવડા તથા ઉપાધ્યક્ષ ધુળાભાઈ ભાભોરના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશની પેટા ચૂંટણી 2020ની તમામ આઠેય બેઠકો ઉપર વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે.
બી.એસ.પી. 2020ની પેટાચૂંટણીમાં ભાગ લેવા રાજ્યકક્ષાની કમિટીમાં અધ્યક્ષ અશોકભાઈ ચાવડા, ધુળાભાઈ ભાભોર, રતિલાલ ઠાકરીયા, પ્રદીપ પરમાર, જામભાઈ દેસાઈની નિમણુંક થયેલ છે.
ગુજરાતની આગામી આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં બસપા દ્વારા અબડાસામા ઇન્ચાર્જ પ્રભારી શ્રી કિશોર કોરચા, મોરબીના પ્રભારી ઇન્ચાર્જ તરીકે શ્રી દામજીભાઈ સોંદરવા, ગઢડાના ઇન્ચાર્જ પ્રભારી તરીકે શ્રી ભાઈલાલ પાંડવ, ધારીના ઇન્ચાર્જ પ્રભારી તરીકે શ્રી વીપીનભાઈ સોલંકી, લીમડીના ઇન્ચાર્જ પ્રભારી તરીકે મોહનભાઇ રખેયા, કરજણના ઇન્ચાર્જ પ્રભારી તરીકે ત્રિભોવનભાઈ વાઘેલા, કપરાડાના ઇન્ચાર્જ પ્રભારી તરીકે બચુભાઇ પટેલ અને ડાંગના ઇન્ચાર્જ પ્રભારી તરીકે શ્રી આદિલ સિદ્દીકીની નિમણુંક કરવામાં આવેલ છે.
તેમજ ગુજરાત બહુજન સમાજ પાર્ટીના પ્રવક્તા તરીકે પીયૂષભાઈ જાદુગર વકીલશ્રીની નિમણુંક કરવામાં આવેલ છે.
Jamnagar ???
Nagjibhai pathubhai Galsar 9737476798