૨૦૨૦નું કેલેન્ડર

Wjatsapp
Telegram

શુભ-અશુભના જાળા વિછાવતું
ક્યાં ગયું કેલેન્ડર?
શુભ ચોઘડિયા
પંચાંગ
સુદ-વદ
ને
શુભ પ્રસંગે , વાર તહેવારે
ધાર્મિક અવસરે પણ
દિનચર્યાનો શુભ સમય બતાવતું
કયા ગયું ૨૦૨૦નું કેલેન્ડર
ક્યાં ગયા એ શુભ ચોઘડિયા
આજે તો
બસ કોરોના જ કોરોના
નથી કોઈ રસી કે નથી કોઈ દવા
કે નથી કોઈ ઉપચાર પદ્ધતિ બસ
હૃદયદ્રાવક ને કરુણાન્તિક સ્થિતિ
ને
મૃત્યુના મઝધારે ઉભો છે મનુષ્ય
મનુષ્યને મૃત્યુથી ઉગારવા
કયા છે પંચાંગ ને
કયા ગયું એ ૨૦૨૦નું શુભ કેલેન્ડર……

(વિજય વાઘેલા)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Prakash says:

    Sachi vat 👌

Leave a Reply

Your email address will not be published.