અધર્મ | જાતિ હિંદુ ધર્મની આત્મા છે. જાતિવિહીન હિંદુ હોવું અશક્ય છે.

Wjatsapp
Telegram

ડો. બાબા સાહેબ આંબેડકર કહ્યુ છે કે જાતિ હિંદુ ધર્મની આત્મા છે.

જાતિવિહીન હિંદુ હોવું અશક્ય છે.

લોકો અમાનવીય છે માટે જાતિનું પાલન કરતા નથી પણ તેઓ વધુ ધાર્મિક છે માટે જાતિ કે જ્ઞાતિનું પાલન કરે છે.

જ્ઞાતિ કે જાતિનું પાલન કરનારા લોકો ખોટા નથી, પણ જો કંઈ ખોટ હોય તો તે તેમનો ધર્મ છે.

જેણે જાતિનો આ ખ્યાલ લોકોના મન-મસ્તિકમાં ઠસાવ્યો છે. માટે ખરેખર જો કોઈ દુશ્મન હોય તો તે લોકો નથી પણ તેમને જાતિ ધર્મ શીખવાડતા શાસ્ત્રો છે.

માટે જ્ઞાતિવિનાશનો સાચો માર્ગ જે શાસ્ત્રોએ જ્ઞાતિનો ખ્યાલ સર્જયો છે તેવા શાસ્ત્રોની પવિત્રતામાંથી શ્રધ્ધાનો વિનાશ કરવાનો છે. શાસ્ત્રોની સત્તાને પડકારવાની માત્ર વાત નથી પણ જે શાસ્ત્રો પવિત્રતાના આધારે લોકોની શ્રધ્ધાનું ઘડતર કરે છે તે પવિત્રતાને પડકારવા પડે.

જાતિ ક્યારેય નાબૂદ કરવાનું સ્વપ્ન ના જોવું જોઈએ.

અથવા બીજા કોઈ જાતિ નાબૂદ કરી દે તે પણ શક્ય નથી.

જાતિ હિન્દુ ધર્મનો અવિભાજ્ય અંગ છે.

જાતિ નથી તો હિન્દુ તરીકે તમારું કોઈ અસ્તિત્વ નથી.

બાબા સાહેબ બહુ જ સ્પષ્ટ લખ્યું છે.

તો પછી બીજા તો શું જાતિ વ્યવસ્થાથી દુઃખી લોકોએ જાતિ નાબૂદ કરવા શું કર્યું, તેવો પ્રશ્ન પુછવો જોઈએ.

રેશનાલિસ્ટો માત્ર ધાર્મિક અંધશ્રદ્ધા પર બોલે છે. પોતાની જાતિની હદમાં રહેવાનું તેમને પણ ગમે છે.

જાતિ નાબૂદ કરવા માટે કેટલાય સમાજ સુધરકોએ અલગ અલગ સમયે કામ કર્યું છે.
છતાં શું ?

બાબા સાહેબ દ્રઢ પણે માનતા હતા.

અને હવે તો આપણે પણ સ્વીકારી લેવું જોઈએ કે જાતિ નાબૂદી નહિ.

જાતિ માથી બહાર નીકળીને નવા સમાજની વાત કરવી પડશે.

જાતિ ના મ્યાનમાં સમાનતા, બંધુતા અને સ્વતંત્રતા ની તલવાર ક્યારેય રહી શકે નહિ.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આ સત્ય જેટલું વહેલું સમજાય તેટલો જ ફાયદો.

ડો. અરવિંદ અરહંત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

4 Responses

 1. Denis Sunrise ऊफॅ मुहम्मद दानिस says:

  हिन्दूत्व मतलब ब्राह्मणधमॅ /आयॅ विदेशी वैदिकीयों का आयॅधमॅ /वैदिकधमॅ/मनुधमॅ मगर चालबाज आयॅ विदेशी नश्ल के लोगो ने सनातन विग्यानधमॅ बौद्धधमॅ को खत्म करने के लिऐ ब्राह्मणीकरण करके बाबर की दी गई गाली को धमॅ नाम पर कुप्ररचार कर के हिन्दूत्व नाम दे दिया जो सनातन बौद्ध विग्यान धमॅ से बिलकुल विरुध है , जिसमें समता बँधुता न्याय =ईन्सानियत नहीं वो अधमॅ को धमॅ का चोला पहनाकर भोले 1DNA वाले 97%आबादी द्रविडियनो मूलनिवासीयों को आपस में तोडकर गुमराह कर के षडयंत्र तहत स्थापित किया |

  DNA आधारित NRC लाना है आयॅ विदेशीयों को भगाना है |

  BAN EVM
  SAVE
  DEMOCRACY

 2. પિયુષ says:

  100 percent સાચી વાત કહી…જાતિઓ ના બંધનથી મુક્ત થઈ ને એક સમાજની રચના કરવી જોઈએ જે સ્વતંત્રતા,સમાનતા અને બંધુતા શીખવે છે…

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.